scorecardresearch

Today history 6 February : આજનો ઇતિહાસ 6 ફેબ્રુઆરી – મોતીલાલ નહેરુ અને લતા મંગેશકરની પુણ્યતિથિ

Today history 6 February : આજે 6 ફેબ્રુઆરી 2023 (6 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન સ્વતંત્ર સેનાની મોતીલાલ નહેરુ (motilal nehru) તેમજ ભારત રત્નથી સમ્માનિત સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરની (lata mangeshkar) પુણ્યતિથિ છે. વર્ષ 1999માં આજના દિવસે કલકત્તામાં પહેલી પેસ મેકર બેન્કની (india’s first pacemaker bank) સ્થાપના કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (6 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 6 February : આજનો ઇતિહાસ 6 ફેબ્રુઆરી – મોતીલાલ નહેરુ અને લતા મંગેશકરની પુણ્યતિથિ

Today history 6 February : આજે તારીખ 6 ફેબ્રુઆરી, 2023 (6 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન સ્વતંત્ર સેનાની મોતીલાલ નહેરુ તેમજ ભારત રત્નથી સમ્માનિત સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરની પુણ્યતિથિ છે. વર્ષ 1999માં આજના દિવસે કલકત્તામાં પહેલી પેસ મેકર બેન્કની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત પાકિસ્તાનમાં વર્ષ 1994માં જાહેરમાં ફાંસી આપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. સેલેબ્રિટીમાં ક્રિકેટ એસ. શ્રીસંત અને ગઝલ ગાયક ભૂપેન્દ્ર સિંહનો આજે બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (5 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1715 – સ્પેન અને પોર્ટુગલ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું.
  • 1716 – બ્રિટન અને હોલેન્ડ વચ્ચેના ગઠબંધનનું નવીનીકરણ.
  • 1778 – બ્રિટને ફ્રાન્સ સામે યુદ્ધની ઘોષણા કરી. ફ્રાન્સે અમેરિકાને માન્યતા આપી.
  • 1788 – મેસેચ્યુસેટ્સ અમેરિકાના બંધારણને બહાલી આપનાર છઠ્ઠું રાજ્ય બન્યું.
  • 1819 – સર થોમસ સ્ટેમફોર્ડ રેફલ્સે સિંગાપોરની શોધ કરી.
  • 1833 – આધુનિક સમયમાં ઓટ્ટો ગ્રીસનો પ્રથમ સમ્રાટ બન્યો.
  • 1891 – ઉડ્ડયન ક્ષેત્રના અગ્રણી ડચ-એન્ટોન હર્મન ફોકરનો જન્મ થયો.
  • 1899 – સ્પેને ક્યુબા પ્યૂટો રિકો ગુઆમ અને ફિલિપાઈન્સ અમેરિકાને સોંપ્યા.
  • 1911 – અમેરિકાના એરિઝોનામાં પ્રથમ વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યું.
  • 1918 – બ્રિટનમાં ત્રીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.
  • 1922 – કાર્ડિનલ એશિલે રેટી પોપ તરીકે ચૂંટાયા.
  • 1941 – બ્રિટિશ સેનાએ લિબિયાના બેનગાજી શહેર પર કબજો કર્યો.
  • 1942 – બીજા વિશ્વ યુદ્ધ : યુનાઇટેડ કિંગડમે થાઇલેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1951 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1952 – બ્રિટનના રાજા જ્યોર્જ VI ના મૃત્યુ પછી એલિઝાબેથ દ્વિતીય સિંહાસન પર બેઠા.
  • 1959 – સુશ્રી અન્ના ચાંડી કેરળ હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.
  • 1968 – ફ્રાન્સના ગ્રેનોબલ શહેરમાં દસમી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ.

આજનો ઇતિહાસ – 5 ફેબ્રુઆરીનો ઇતિહાસ – યોગ ગુરુ મહર્ષિ મહેશ યોગીની પુણ્યતિથિ

  • 1985 – બ્રિટિશ નવલકથાકાર જેમ્સ હેડલી ચેઝનું સ્વિટ્ઝર્લેન્ડમાં અવસાન થયું.
  • 1987 – જસ્ટિસ મેરી ગોડરન ઓસ્ટ્રેલિયન હાઈકોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા બન્યા.
  • 1989 – પૂર્વ યુરોપમાં સામ્યવાદને સમાપ્ત કરવા માટે પોલેન્ડમાં રાઉન્ડ ટેબલ વાટાઘાટોની શરૂઆત.
  • 1991- બળવાખોરોની હિંસામાં 47 લોકોના મોત બાદ કોલંબિયાના રાષ્ટ્રપતિ સેઝર ગેવિરિયાએ હિંસક ગતિવિધિઓ બંધ કરવાની અપીલ કરી હતી.
  • 1993 – પ્રખ્યાત ટેનિસ ખેલાડી આર્થર એશનું અવસાન.
  • 1994 – પાકિસ્તાનમાં જાહેરમાં ફાંસી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • 1997 – એક્વાડોરની કોંગ્રેસે પ્રમુખ અબ્દાલા બુકારમને પદભ્રષ્ટ કર્યા.
  • 1999- કોલકાતામાં દેશની પ્રથમ પેસ મેકર બેંકની સ્થાપના થઈ.
  • 2000 – વિદેશ મંત્રી તારજા હેલોનેન ફિનલેન્ડના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

આ પણ વાંચોઃ 4 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ અને ફેસબુકનો સ્થાપના દિવસ

  • 2001 – કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.એન. ગાડગીલનું અવસાન થયું.
  • 2002 – પર્લ અપહરણ કેસમાં જૈશ-એ-મોહમ્મદના ઉમર શેખની શોધ. ભારતે સરહદમાં ઘૂસેલા પાકિસ્તાનના જાસૂસી વિમાનને તોડી પાડ્યું હતું.
  • 2003 – યુએસ સેનેટની ફોરેન રિલેશન કમિટીએ રશિયા સાથે પરમાણુ શસ્ત્રો સંધિને મંજૂરી આપી.
  • 2004 – તેરમી લોકસભાનું વિસર્જન.
  • 2005 – ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ત્રિકોણીય વનડે સિરિઝ જીતી લીધી છે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુર પાસે બસ અકસ્માતમાં 32ના મોત.
  • 2007 – અમેરિકાની ઇમોરી યુનિવર્સિટીએ દલાઈ લામાને પ્રોફેસર તરીકે નિયુક્ત કર્યા.
  • 2008 – વડાપ્રધાન મનમોહન સિંહે આઇસલેન્ડના રાષ્ટ્રપતિ રાગ્ના ગ્રિમસન સાથે વાતચીત કરી. દેશના ઔદ્યોગિક વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ઉદ્યોગપતિ એમ.પી. જિંદાલને ઉદ્યોગ રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે આસામના માજુલી દ્વીપને વર્ષ 2008 માટે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરવા માટે નોમિનેટ કર્યુ હતુ.
  • 2009- ભારતે નેપાળ સાથેની તેની સરહદ પર ત્રણ મોટા બંધ બાંધવા માટે રૂ. 9.45 કરોડની નાણાકીય સહાય આપી. કિરણ કર્ણિક સત્યમના નવા ચેરમેન બન્યા.
  • 2017- વીકે શશિકલાની તમિલનાડુના ત્રીજી મહિલા મુખ્યમંત્રી તરીકે નિમણૂક.

આ પણ વાંચોઃ 3 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

એસ. શ્રીસંત (1983) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
એફ. એ. ખોંગલામ (1945)- મેઘાલયના ભૂતપૂર્વ 8મા મુખ્ય પ્રધાન હતા.
ભુપિન્દર સિંહ (1940) – ભારતીય સિનેમાના પ્રખ્યાત પ્લેબેક ગાયક અને ગઝલ ગાયક હતા.
પ્રદીપ (1915) – પ્રખ્યાત કવિ અને ગીતકાર.
દિવાન રણજીત રાય (1913) – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય લશ્કરી અધિકારી હતા.
ખાન અબ્દુલ ગફાર ખાન (1890) – ભારત રત્નથી સન્માનિત મહાન સ્વાતંત્ર્ય સેનાની.

આ પણ વાંચોઃ 2 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે વિશ્વ વેટલેન્ડ દિવસ છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • લતા મંગેશકર (2022) – ‘ભારત રત્ન’ થી સન્માનિત પ્રખ્યાત ભારતીય ગાયીકા.
  • ગુરબખ્શ સિંહ ધિલ્લોન (2006) – આઝાદ હિંદ ફોજના અધિકારી હતા.
  • મોતીલાલ નહેરુ (1931) – ભારતના સ્વતંત્રતા સેનાની રાજકારણી અને જવાહરલાલ નહેરુંના પિતા.
  • ઋત્વિક ઘટક (1976) – ભારતીય લેખક અને ફિલ્મ નિર્દેશક.
  • નાયક યદુનાથ સિંહ (1948) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
  • પ્રતાપ સિંહ કૈરો (1965) – સ્વતંત્રતા સેનાની અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન
  • આત્મારામ (1983) – પ્રખ્યાત વૈજ્ઞાનિક
  • ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી (1946) – ભારતના વૈજ્ઞાનિક અને તેમના સમયના અગ્રણી ડૉક્ટર હતા.
  • વિલિયમ વિલ્સન હન્ટર (1900) – બ્રિટનના આંકડાશાસ્ત્રી અને અધિકારી હતા.
  • કાર્લો ગોલ્ડોની (1793) – ઇટાલીના પ્રખ્યાત નાટ્યકાર હતા.

આ પણ વાંચોઃ ઇતિહાસ : 1 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ અને કલ્પના ચાવલાની પુણ્યતિથિ

Web Title: Today history 6 february motilal nehru and lata mangeshkar death know today important events

Best of Express