Today History 7 Navember : આજે 7 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નવજાત શિશુ સુરક્ષા દિવસ અને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ છે. વર્ષ 1862માં મુઘલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ બીજાનું રંગૂનમાં નિધન હતુ. વર્ષમાં 1876માં બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના કાંતલ પાડા નામના ગામમાં વંદે માતરમ ગીતની રચના કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
7 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1862 – રંગૂનમાં મુઘલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ બીજાનું નિધન.
- 1876 - બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના કાંતલ પાડા નામના ગામમાં વંદે માતરમ ગીતની રચના કરી.
- 1917 – રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ સફળ.
- 1951 – જોર્ડનમાં બંધારણ પસાર થયું.
- 1968 – તત્કાલિન સોવિયત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1996 – અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ માર્સ ગ્લોબલ સર્વેયર લોન્ચ કર્યું.
- 1998 – યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને ભારત અને પાકિસ્તાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાની જાહેરાત કરી. વિશ્વના સૌથી વૃદ્ધ અવકાશયાત્રી જોન ગ્લેન સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા.
- 2002 – યુએસ સેનેટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી મળી, આયર્લેન્ડના રિચાર્ડ ડોનોવાલ 12મી હિમાલયન રન અને ટ્રેક ઈવેન્ટમાં પુરુષોની શ્રેણીમાં ચેમ્પિયન બન્યા. ઈરાને અમેરિકન પ્રોડક્ટોની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે.
- 2003 – યુએસ પ્રમુખ જ્યોર્જ બુશે ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાના બિલ પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગાએ શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા પાછી ખેંચી લીધી છે.
- 2005 – પાકિસ્તાન અને અમેરિકા F-16 એરક્રાફ્ટ મુલતવી રાખવા સંમત થયા. ફ્રાન્સે હિંસા કરનારાઓ વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો.
- 2006 – ભારત અને ASEAN વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ માટે ફંડ બનાવવા માટે સંમત થયા.
- 2008 – બિહારમાંથી જનતા દળ (યુનાઇટેડ) ના લોકસભા સભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. કાશ્મીરના પ્રખ્યાત કવિ રહેમાન રાહીને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- 2012 – ગ્વાટેમાલામાં ભૂકંપ, 52 માર્યા ગયા.
આ પણ વાંચો | 6 નવેમ્બરનો ઇતિહાસ: યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
નવજાત શિશુ સુરક્ષા દિવસ (Infant Protection Day)
નવજાત શિશુ સુરક્ષા દિવસ (Infant Protection Day) દર વર્ષે 7 નવેમ્બરે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવજાત શિશુની સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને શિશુઓની યોગ્ય કાળજી લઈને તેમના જીવનનું રક્ષણ કરવાનો છે. ભારતમાં બાળ મૃત્યુ દર ઘણા દેશો કરતા ઊંચો છે, આરોગ્ય સંભાળના અભાવે સમસ્યા વધુ ખરાબ થઈ છે. પરંતુ વસ્તીના વધતા જતા ભારણ અને પાયાની આરોગ્ય સેવાઓના અભાવ અને જાગૃતિના અભાવને કારણે બાળ મૃત્યુદરમાં અપેક્ષા મુજબ ઘટાડો થયો નથી. એમ્બ્યુલન્સની સુવિધા અને હોસ્પિટલ ન હોવાના કારણે બાળકો રસ્તા વચ્ચે જીવનની લડાઈ હારી જાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રશિક્ષિત દાયણોના અભાવે અનેક સમસ્યાઓ સર્જાય છે. હાલ ભારતમાં વર્ષ 2023 બાળ મૃત્યુ દર 1000 બાળકોની સામે 26.619 છે, જે 2022માં 27.695 હતો.
આ પણ વાંચો | 5 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, ભારતમાં ક્યારે સુનામી આવી હતી?
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ (National Cancer Awareness Day)
ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ (National Cancer Awareness Day) દર વર્ષે 7 નવેમ્બરે ઉજવાય છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે. કેન્સર જેવી જીવલેણ બીમારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને વહેલાસર સારવાર માટે પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે. 7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. આ દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ છે. મેડમ ક્યુરીએ કેન્સર સામે લડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. દર વર્ષે મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે તેમના યોગદાનને યાદ કરવા કેન્સર જાગૃતિ દિવસ ઉજવાય છે. એક મેડિકલ રિસર્જ અનુસાર વર્ષ 2022માં ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત સંખ્યા 14,61,427 (ક્રૂડ રેટ: 100,000 દીઠ 100.4) હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળમાં કેન્સર થવાનું જોખમ છે.
આ પણ વાંચો | 4 નવેમ્બરનો ઇતિહાસ : કઇ ભારતીય મહિલાને માનવ કોમ્યુટર કહેવાય છે? ભારતીય વાયુ સેનાના પ્રથમ મહિલા એર માર્શલ કોણ હતા?
7 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- પંડિત વિશ્વંભર નાથ (1832) – પ્રખ્યાત રાજકારણી કાર્યકર
- બિપિન ચંદ્ર પાલ (1858) – સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, પત્રકાર, લેખક
- ચંદ્રશેખર વેંકટ રામન (1888) – ભારતીય વૈજ્ઞાનિક
- એન.જી. રંગા (1900) – અગ્રણી ખેડૂત નેતા અને સાંસદ.
- ચંદ્રકાંત દેવતાલે (1936) – ભારતીય કવિ અને સાહિત્યકાર.
- કમલ હાસન (1954)- દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર ભારતીય અભિનેતા.
- એલ્ડહોસ પોલ (1996) – ભારતનો લાંબી કૂદનો ખેલાડી.
7 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- બહાદુર શાહ ઝફર (1862)- મુઘલ સામ્રાજ્યના છેલ્લા બાદશાહ હતા.
- અશ્વિની કુમાર દત્ત (1923) – ભારતના પ્રખ્યાત રાજકારણી, સામાજિક કાર્યકર અને દેશભક્ત
- જીવરાજ મહેતા (1978) – ભારતીય ચિકિત્સક અને જાહેર સેવક.
- આર. શંકર (1972) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
- જીતેન્દ્ર અભિષેકી (1998) – ભારતીય શાસ્ત્રીય સંગીતના વિદ્વાન હતા.
- સી. સુબ્રમણ્યમ (2000) – ભારતમાં હરિત ક્રાંતિના પિતા.
- તારા ચેરિયન (2000) – પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય સામાજિક કાર્યકર .
આ પણ વાંચો | 2 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે? બોલીવુડના કિંગ ખાનની ઉંમર કેટલી છે?





