Today history 7 october આજનો ઇતિહાસ 7 ઓક્ટોબર : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?

Today history 7 october : આજે 7 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ કપાસ દિવસ છે, તેમજ શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
October 07, 2023 04:30 IST
Today history 7 october આજનો ઇતિહાસ 7 ઓક્ટોબર : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?
વિશ્વ કપાસ દિવસ વર્ષે 7 ઓક્ટોબરે ઉજવાય છે. (Express Photo)

Today history 7 october : આજે 7 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ કોટન ડે છે. કપાસના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને કોટન ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે આ દિવસ ઉજવાય છે. આજે શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની પૃણ્યતિથિ છે. વર્ષ 1952માં ચંદીગઢ પંજાબનું પાટનગર બન્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

7 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1586 – મુઘલ સૈન્ય કાશ્મીરમાં પ્રવેશ કર્યો.
  • 1737 – બંગાળમાં 3 લાખ લોકો મૃત્યુ પામ્યા જ્યારે 20 હજાર નાના જહાજો સમુદ્રમાં 40 ફૂટ નીચે ડૂબી ગયા.
  • 1840 – વિલેમ દ્વિતીય નેધરલેન્ડનો રાજા બન્યા.
  • 1868 – અમેરિકામાં કોર્નવોલ યુનિવર્સિટી ખોલવામાં આવી. તેમાં 412 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે તે સમયે સૌથી મોટી સંખ્યા હતી.
  • 1942 – યુએસ અને બ્રિટિશ સરકારોએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત કરી.
  • 1950 – મધર ટેરેસાએ કોલકાતામાં મિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના કરી.
  • 1952 – ચંદીગઢ પંજાબનું પાટનગર બન્યું.
  • 1959 – સોવિયેત યુનિયનના અવકાશયાન લુનાર-3 દ્વારા ચંદ્રના છુપાયેલા ભાગની તસવીર લેવામાં આવી હતી.
  • 1977 – સોવિયેત સંઘે ચોથું બંધારણ અપનાવ્યું.
  • 1997 – નેપાળના નવા વડાપ્રધાન તરીકે સૂર્ય બહાદુર થાપા દ્વારા શપથ ગ્રહણ, ભારત અને રશિયા 2010 સુધી સુરક્ષા સહયોગ વધારવા સંમત થયા.
  • 2000- ડબ્લ્યુડબ્લ્યુએફ – ભારતને પ્રથમ રાજીવ ગાંધી વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર મળ્યો. જાપાનમાં માનવ ક્લોનિંગને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
  • 2001 – આતંકવાદ વિરુદ્ધ અમેરિકાનું ઓપરેશન ‘એન્ડ્યુરિંગ ફ્રીડમ’ શરૂ થયું.
  • 2003 – પાકિસ્તાનના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે કટ્ટરપંથીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રાખવાની જાહેરાત કરી.
  • 2004 – જર્મનીએ સુરક્ષા પરિષદમાં ભારતના દાવાને સમર્થન આપ્યું.
  • 2008 – પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ ચાર દિવસની સરકારી મુલાકાતે ભારત પહોંચ્યા.
  • 2011 – લાઇબેરિયાના રાષ્ટ્રપતિ એલેન જોહ્ન્સન સિરલીફ અને શાંતિ અને મહિલા અધિકાર કાર્યકર્તા લીમેહ જીબોઇ અને યમનના તવકુલ કરમનને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી.

આ પણ વાંચો | 6 ઓક્ટોબરનો ઇતિહાસ : સેરિબ્રલ પાલ્સી કઇ બીમારી છે? આઈપીસી એક્ટ ક્યારે બન્યો હતો? જાણો

વિશ્વ કપાસ દિવસ (World Cotton day)

વિશ્વ કપાસ દિવસ (World Cotton day) દર વર્ષે 7 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. કપાસ એક બહુ ઉપયોગી કૃથિ પેદાશ છે. તેનો ભોજન સહિત વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. વસ્ત્રો બનાવવા માટે કપાસ સૌથી જરૂરી વસ્તુ છે. કોટન ઇન્ડસ્ટ્રીઝ દેશના આર્થિક વિકાસમાં તે કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. ઓગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ દર વર્ષે 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે જાહેર કરીને કપાસના અભૂતપૂર્વ ફાયદાઓને માન્યતા આપી હતી.

આ પણ વાંચો | 5 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે? રાણી દુર્ગાવતી કોણ છે? જાણો

7 ઓક્ટોબરની જન્મજયંતિ

  • બલી રામ ભગત (1922) – સ્વાતંત્ર્ય સેનાની અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ.
  • ઝહીર ખાન (1978) – ભારતીય ક્રિકેટર.
  • યુક્તા મુખી (1979) – ભારતની મોડલ, અભિનેત્રી અને મિસ વર્લ્ડ.
  • વાજિદ ખાન (1977) – પ્રખ્યાત સંગીતકાર જોડી ‘સાજિદ-વાજિદ’માંથી એક હતા.
  • બેગમ અખ્તર (1914) – પ્રખ્યાત ગઝલ અને ઠુમરી ગાયિકા.
  • વિજયદેવ નારાયણ સાહી (1924)- પ્રખ્યાત કવિ અને વિવેચક.
  • વ્લાદિમીર પુટિન (1952) – રશિયાના પ્રમુખ.
  • ઈન્દ્રજીત લાંબા (1949) – ભારતીય ઘોડસવાર ખેલાડી.
  • અરુણ ભાદુરી (1943) – ભારતીય શાસ્ત્રીય ગાયક.
  • દુર્ગા ભાભી (1907) – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓના મહિલા સાથી.
  • નરહરિ પરીખ (1891) – સ્વતંત્રતા સેનાની અને મહાત્મા ગાંધીના નજીકના સહયોગી.

આ પણ વાંચો | 4 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ પશુ કલ્યાણ દિવસ કેમ ઉજવાય છે? શ્યામજી કૃષ્ણ વર્મા અને સરલા ગ્રેવાલ કોણ છે?

7 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • અરુણ બાલી (2022) – પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા હતા.
  • અશ્વની કુમાર (2020) – સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા.
  • ગુરુ ગોવિંદ સિંહ (1708) – શીખ ધર્મના ગુરુનું મહારાષ્ટ્રના નાંદેડ ખાતે અવસાન થયુ હતુ.
  • કે. કેલપ્પન (1971) – ષ્ટ્રવાદી નેતા, સ્વતંત્રતા સેનાની અને કેરળના સમાજ સુધારક.
  • કેદારેશ્વર સેન ગુપ્તા (1961) – ક્રાંતિકારી વ્યક્તિ

આ પણ વાંચો | 3 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ શું છે? ઇન્દિરા ગાંધીની ધરપકડ કેમ કરાઇ હતી? જાણો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ