આજનો ઇતિહાસ 8 જૂન: વિશ્વ મહાસાગર દિવસ; વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે – મગજની ગાંઠની બીમારી બની રહી છે ઘાતક

Today history 8 june : આજે 8 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે અને વિશ્વ મહાસાગર દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : January 30, 2024 18:04 IST
આજનો ઇતિહાસ 8 જૂન: વિશ્વ મહાસાગર દિવસ; વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે – મગજની ગાંઠની બીમારી બની રહી છે ઘાતક
બ્રેઈન ટ્યુમરની ગણતરી સૌથી ઘાતક બીમારીઓમાં થાય છે

Today history 8 june : આજે 8 જૂન 2023 (8 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે છે. વિશ્વભરમાં દરરોજ 100,000 લોકોમાંથી 10 લોકો મગજની ગાંઠને કારણે મૃત્યુ પામે છે. આ ગંભીર બીમારી વિશે જાગૃતિ ફેલાવવા હેતુ વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ ઉજવાય છે. આજે વિશ્વ મહાસાગર દિવસ છે. દુનિયામાં મહાસાગરોના મહત્વ અને તેમની સામેના પડકારો વિશે સમજવા અને સમાધાન માટે આ દિવસ ઉજવાય છે. આજે ડિમ્પલ કાપડિયા અને શિલ્પા શેટ્ટીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

8 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1655 – યહૂદીઓએ રોમ સામે બળવો કર્યો.
  • 1658 – ઔરંગઝેબે આગ્રાના કિલ્લા પર કબજો કર્યો.
  • 1936 – ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઈન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું.
  • 1948 – ભારતની પ્રથમ એરલાઇન એર ઇન્ડિયાએ ભારત અને બ્રિટન વચ્ચે હવાઈ સેવા શરૂ કરી.
  • 1997 – ભારતના મહેશ ભૂપતિએ પેરિસમાં ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો.
  • 2001- બ્રિટિશ સંસદીય ચૂંટણીમાં ટોની બ્લેરની લેબર પાર્ટીને ફરી બહુમતી મળી, રશિયાના ઓર્ડનન્સ ડેપોમાં આગ, 5 મિસાઈલમાં બ્લાસ્ટ થયો.
  • 2002 – ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ આતંકવાદી સંગઠન અબુ સૈયફ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો.
  • 2004 – ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં 122 વર્ષ પછી શુક્ર સંક્રમણનો અદભૂત નજારો જોવા મળ્યો.
  • 2006 – અલ કાયદાના નેતા અબુ મુસાબ અલ-ઝરકાવી ઇરાકમાં હવાઈ હુમલામાં માર્યા ગયા.
  • 2008 – ઉત્તર પ્રદેશના મત્સ્યોદ્યોગ મંત્રી જમુના નિષાદને મુખ્યમંત્રી માયાવતીએ બરતરફ કર્યા હતા. આતંકવાદીઓએ દક્ષિણ સોમાલિયામાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના સ્થાનિક પત્રકારની ગોળી મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ 7 જૂનનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ – ભોજનનો બગાડ અટકાવો, દુનિયામાં ઘણા લોકો ભૂખમરાથી પીડિત છે

વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ

વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે એટલે કે વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ (World Brain Tumor Day) દર વર્ષે 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તબીબી નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દરરોજ 100,000 લોકોમાંથી 10 લોકો મગજની ગાંઠને કારણે મૃત્યુ પામે છે. ‘બ્રેન ટ્યુમર ડે’ પર વિશ્વના ઘણા દેશોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં બ્રેન ટ્યુમરની બીમારીના લક્ષણો અને તેની સારવાર વિશે જરૂરી માહિતી આપવામાં આવે છે. બ્રેઈન ટ્યુમરની ગણતરી સૌથી ઘાતક બીમારીઓમાં થાય છે.

આ પણ વાંચોઃ 6 જૂનનો ઇતિહાસ : નેશનલ હાયર એજ્યુકેશન ડે – કોલેજની ફી તમામ વિદ્યાર્થીઓને પોસાય તેવી હોવી જોઇએ

વિશ્વ મહાસાગર દિવસ

દર વર્ષે 8 જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) ઉજવાય છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 1992માં કરાઇ હતી અને તેનો હેતુ સમુદ્રની મહત્વની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2008માં આ અંગે સત્તાવાર માન્યતા આપવામાં આવી ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીનું મુખ્ય કારણ વિશ્વમાં મહાસાગરોના મહત્વ અને તેમની સામેના પડકારો વિશે દુનિયાભરમાં જાગૃતિ લાવવાનું છે. ઉપરાંત સમુદ્ર સાથે સંબંધિત પાસાઓ જેમ કે ખાદ્ય સુરક્ષા, જૈવ-વિવિધતા, પર્યાવરણીય સંતુલન, દરિયાઈ સંસાધનોનો આડેધડ ઉપયોગ, આબોહવા પરિવર્તન વગેરે પર પ્રકાશ પાડવાનો છે.

આ પણ વાંચોઃ 5 જૂનનો ઇતિહાસ : વિશ્વ પર્યાવરણ દિવસ; ઓપરેશન બ્લુ સ્ટારની 39મી વરસી, જે ઇન્દિરા ગાંધી માટે ઘાતક સાબિત થયુ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ટિમ બર્નર્સ લી (1955) – બ્રિટનના પ્રખ્યાત ગણીતશાસ્ત્રી અને W3Cના સ્થાપક.
  • ડિમ્પલ કાપડિયા (1957) – ભારતીય ફિલ્મ અભિનેત્રી
  • શિલ્પા શેટ્ટી (1975) – ભારતીય ફિલ્મ અભિનેત્રી
  • એમ.પી. જબીર (1996) – ભારતીય એથ્લેટ

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 4 જૂન : થિયાનમેન દિવસ, ચીનમાં 1989માં વિરોધ પ્રદર્શનમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • હબીબ તનવીર (2009 ) – પ્રખ્યાત પટકથા લેખક, થિયેટર દિગ્દર્શક, કવિ અને અભિનેતા
  • મદુરાઈ મણિ ઐયર (1968) – કર્ણાટક સંગીતના ગાયક હતા.

આ પણ વાંચોઃ 3 જૂનનો ઇતિહાસ : વિશ્વ સાયકલ દિવસ – પર્યાવરણની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ