UGC-NET 2024 Cancelled: યુજીસી નેટ પરીક્ષા શરુ થયાના એક દિવસ બાદ રદ્દ કરાઈ, શું કારણ અને હવે શું?

UGC-NET 2024 Cancelled, યુજીસી નેટ પરીક્ષા રદ્દ : મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET)ના પરિણામ અંગેનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. દરમિયાન શિક્ષણ મંત્રાલયે પણ UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.

Written by Ankit Patel
Updated : June 20, 2024 07:43 IST
UGC-NET 2024 Cancelled: યુજીસી નેટ પરીક્ષા શરુ થયાના એક દિવસ બાદ રદ્દ કરાઈ, શું કારણ અને હવે શું?
યુજીસી નેટ પરીક્ષા 2024 રદ્દ ફાઈલ તસવરી - Express photo

UGC-NET 2024 Cancelled, યુજીસી નેટ પરીક્ષા રદ્દ : NTA દ્વારા આયોજિત UGC-NEET પરીક્ષા અને પરિણામોને લઈને ભારે હોબાળો થયો છે. હવે NTA દ્વારા લેવામાં આવતી UGC NET પરીક્ષા 2024 પણ રદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે લીધેલા નિર્ણય મુજબ NTAએ આ પરીક્ષા રદ કરી છે. હવે પરીક્ષા પ્રક્રિયા સંબંધિત જરૂરી માહિતી ટૂંક સમયમાં ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વાસ્તવમાં શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુખ્યત્વે ગેરરીતિના સંકેતોને કારણે લેવામાં આવ્યો છે.

સીબીઆઈ ગેરરીતિઓની તપાસ કરશે

નોંધનીય છે કે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET)ના પરિણામ અંગેનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. દરમિયાન શિક્ષણ મંત્રાલયે પણ UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે UGC-NET પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર પરીક્ષાની ગેરરીતિની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી રહી છે.

તેના નિર્ણય અંગે શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NTA એ 18 જૂન, 2024 ના રોજ દેશના વિવિધ શહેરોમાં OMR (પેન અને પેપર) મોડમાં બે તબક્કામાં UGC-NET પરીક્ષાનું આયોજન કર્યું હતું. 19 જૂન એટલે કે બુધવારે UGC ને ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ તરફથી પરીક્ષા માટે કેટલાક ઈનપુટ મળ્યા છે.

ગરબડના મળ્યા સંકેતો

આ પરીક્ષા રદ કરવાના નિર્ણય અંગે શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ માહિતી પ્રાથમિક દ્રષ્ટિએ દર્શાવે છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હોઈ શકે છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો

શિક્ષણ મંત્રાલયે કહ્યું કે હવે UGC નેટની પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. આ માટેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. આ સાથે, કેસોની સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી રહી છે, જેથી આરોપીઓને શોધી શકાય અને તેમની સામે કાર્યવાહી કરી શકાય.

CBI કરશે તપાસ

NTAએ જણાવ્યું હતું કે, “પરીક્ષા પ્રક્રિયાના સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષા લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. પણ સીબીઆઈ આ મામલાની તપાસ કરશે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ