ભારતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં બહુ મહત્વપૂર્ણ અને વ્યાપક ફેરફાર થવાની શક્યતા છે. અત્યાર સુધી ત્રણ વર્ષમાં મળતી કોલેજની ડિગ્રી હવે ચાર વર્ષમાં મળશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ બુધવારે એવા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે જેઓ પીએચડી કરવા માંગે છે પરંતુ માસ્ટર ડિગ્રી પૂર્ણ ન થવાને કારણે તેઓ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યા નથી.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ. જગદેશ કુમારે જણાવ્યું કે ,ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ પીએચડી કરી શકશે. તેનો અર્થ એ કે તેમને હવે અલગથી માસ્ટર ડિગ્રી કરવાની જરૂર રહેશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી ‘4-વર્ષનો કોર્સ’ સંપૂર્ણ રીતે અમલમાં ન આવે ત્યાં સુધી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ બંધ કરવામાં આવશે નહીં.
તાજેતરમાં UGC એઅંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ફેરફાર કર્યા હતા
હકીકતમાં યુજીસી લાંબા સમયથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસો કરવાના માપદંડો અને પદ્ધતિમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું હતું. તે આ માટે નવો અભ્યાસક્રમ લાગુ કરવાનું વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં, અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે નવા ક્રેડિટ અને અભ્યાસક્રમના માળખાંની જાહેરાત કરવામાં આવી હતી.
એકથી વધારે વિષયો ભણવાની વ્યવસ્થા
ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ (FYUP)ની વ્યવસ્થાના ફાયદાઓ વિશે વાત કરતા કુમારે જણાવ્યું કે, “સૌથી પહેલો ફાયદો એ છે કે વિદ્યાર્થીને Phd પ્રોગ્રામમાં જોડાવા માટે માસ્ટર ડિગ્રી (પોસ્ટ ગ્રેજ્યુએશન) કરવાની જરૂર પડશે નથી.” તેઓ કોઈપણ વિષયમાં ઉંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવા માટે એક કરતાં વધારે વિષયો પણ લઈ શકે છે.

યુનિવર્સિટી 3 અને 4 વર્ષનો કોર્સ પસંદ કરી શકે છે
તેમણે ઉમેર્યુ કે, “મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસક્રમો ((Multidisciplinary Courses), ક્ષમતા વૃદ્ધિ અભ્યાસક્રમો ((Ability Enhancement Courses), કૌશલ્ય વૃદ્ધિ અભ્યાસક્રમો ( (Skill Enhancement Courses), વેલ્યૂ એડેડ કોર્સ ( (Value-Added Courses) અને ઇન્ટર્નશિપ્સ (Internships) ચાર વર્ષના ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (FYUP)માં સામેલ છે, તે વિદ્યાર્થીઓ માટે રોજગાર/નોકરી મેળવવા અથવા ઉચ્ચ અભ્યાસ કરવા માટેની તકો વધારશે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, યુનિવર્સિટીઓ ત્રણ અને ચાર-વર્ષના અભ્યાસ કાર્યક્રમો વચ્ચે પસંદગી કરી શકે છે. આ બાબતે પસંદગી કરવાનો નિર્ણય યુનિવર્સિટીઓ પર છોડી દેવામાં આવ્યો છે.”
હાલની 'પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ'માં ફેરફારો
UGCએ સોમવારે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્કને (Curriculum And Credit Framework) નોટિફાઇડ કર્યું છે જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાના અને બહાર નીકળવાના ઘણા વિકલ્પો પ્રદાન કરશે. હાલની ‘ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ’માં ફેરફાર કરીને નવું માળખું વિકસાવવામાં આવ્યું છે. અભ્યાસ મુજબ, વિદ્યાર્થીઓ હાલની જેમ ત્રણ વર્ષના અભ્યાસક્રમને બદલે માત્ર ચાર વર્ષની ઓનર્સ ડિગ્રી મેળવી શકશે. ઓનર્સ ડિગ્રીઓ પણ બે કેટેગરીમાં – ઓનર્સ (Honours) ઓનર્સ વિથ રિસર્ચ (Honours With Research) આપવામાં આવશે