UPSC 2023 Final Result: યુપીએસસી પરિણામ 2023 જાહેર, આદિત્ય શ્રીવાસ્તવ મોખરે, આ રીતે ચેક કરો ફાઈનલ રિઝલ્ટ

UPSC Civil Services Exam 2023 Final Result Check Here : યુપીએસસી મેઇન્સ 2023નું અંતિમ પરિણામ જાહેર થયું છે. આ યુપીએસસી એક્ઝામમાં કુલ 1016 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : April 16, 2024 18:35 IST
UPSC 2023 Final Result: યુપીએસસી પરિણામ 2023 જાહેર, આદિત્ય શ્રીવાસ્તવ મોખરે, આ રીતે ચેક કરો ફાઈનલ રિઝલ્ટ
યુપીએસસી પરીક્ષા 2023નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામા આવ્યું છે.

UPSC Civil Services Exam 2023 Final Result Check Here : યુપીએસસી મેઇન્સ 2023નું અંતિમ પરિણામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરાયું છે. 2 જાન્યુઆરી 2024 થી 9 એપ્રિલ 2024 સુધી ચાલેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ આ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસી દ્વારા 16 એપ્રિલ 2024 ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારોએ મેઇન્સની પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ આપ્યા હતા તે તમામ ઉમેદવારો યુપીએસસી કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર પરિણામ જોઈ શકે છે શકે છે.

UPSC Civil Service Final Result 2023 : યુપીએસસી પરીક્ષાના ટોપ 5 ટોપર્સ

યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ 2023ના પરિણામમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સમગ્ર ભારતમાં યુપીએસસી પાસ કરનાર ઉમેદવારોમાં આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ સ્થાન મળ્યું છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ 2023માં કુલ 1016 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આદિત્ય શ્રીવાસ્તવ આ યાદીમાં ટોપર બન્યો છે. અનિમેષ પ્રધાનને બીજું સ્થાન મળ્યું છે જ્યારે અનન્યા રેડ્ડી ત્રીજા નંબર સ્થાન પર છે. પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા અને રૂહાની પાંચમા સ્થાને છે.

જનરલ કેટેગરી માંથી 347 ઉમેદવાર પાસ

યુપીએસસી પરિણામમાં જે કુલ 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 347 ઉમેદવારો જનરલ કેટેગરીના છે. તો 115 ઇડબ્લ્યુએસ કેટેગરીના અને 303 ઓબીસી ઉમેદવારો છે. જેમાં 165 એસસી અને 86 એસટી ઉમેદવારો છે. તમને જણાવી દઇયે કે, ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ, ગ્રુપ એ અને બીમાં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.

યુપીએસસી પરીક્ષા પરિણામ આ રીતે ચેક કરો

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023નું પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

યુપીએસસી વેબસાઈટના હોમ પેજ પર જ સિવિલ સર્વિસ એક્ઝામના ફાઈનલ રિઝલ્ટની લિંક ફ્લેક થશે.

આ લિંક પર ક્લિપ કરો. ત્યારબાદ નવી સ્ક્રીન પર એક પીડીએફ ફાઇલ ખુલશે. આ પીડીએફમાં તમારે તમારું નામ અને રોલ નંબર ચેક કરવાનો રહેશે.

ભવિષ્યના સંદર્ભ માટે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષાનું નોટિફિકેશન ગયા વર્ષે 1 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવ્યું હતું અને અરજી પ્રક્રિયા 21 ફેબ્રુઆરી સુધી ચાલી હતી. ત્યારબાદ 28 મે, 2023ના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ 12 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પ્રિલિમ્સ પાસ કરનારા વિદ્યાર્થીઓએ મેઇન્સ એક્ઝામ આપી હતી, જે 15 થી 24 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી.

આ પણ વાંચો | ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર, પીએસઆઈ અને લોકરક્ષકના ઉમેદવારો કેલેન્ડરમાં નોંધ કરી લે

યુપીએસસી પરીક્ષાનું પરિણામ 8 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પરીશ્રા પાસ થયેલા ઉમેદવારોના 2 જાન્યુઆરી 2024 થી 9 એપ્રિલ 2024 સુધી પર્સનલ ઈન્ટરવ્યૂહ લેવામાં આવ્યા હતા. આમ લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે યુપીએસસી એક્ઝામનું ફાઈનલ રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ