VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા, પગાર ધોરણ, કેવી રીતે અરજી કરવી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)પોસ્ટ વિવિધજગ્યા 04એપ્લિકેશન મોડ ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ 30-10-2024સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| આસીસ્ટન્ટ મશીનમેન | 1 |
| બાઈન્ડર (પ્રેસ) | 1 |
| ડી.ટી.પી. ઓપરેટર (ડેસ્કટોપ પબ્લીશિંગ) | 2 |
| કુલ | 4 |
શૈક્ષણિક લાયકાત:
મદદનીશ મશીન મેન માટે લાયકાત
- શૈક્ષણિક લાયકાત – ITI પ્રિન્ટીંગ પાસ સાથે H.S.C પાસ
- ઉંમર મર્યાદા: 30 વર્ષથી વધુ નહીં.
- પગારઃ ₹ 21,100/- (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ)
મદદનીશ મશીન મેનનું નોટિફિકેશન
બાઈન્ડર માટે લાયકાત
- શૈક્ષણિક લાયકાત – ITI બાઈન્ડર બાઈન્ડિંગ ટ્રેડ પાસ / ITI સમાન પાસ.
- ઉંમર મર્યાદા: 25 વર્ષથી વધુ નહીં.
- પગારઃ ₹ 26,000/- (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ)
બાઈન્ડરનું નોટિફિકેશન
ડીટીપી ઓપરેટર માટે લાયકાત
- શૈક્ષણિક લાયકાત – માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી SSC પાસ અથવા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર કોર્સ.
- ગુજરાતી અને અંગ્રેજી ટાઈપરાઈટીંગનું જ્ઞાન.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન.
- ઉંમર મર્યાદા: 30 વર્ષથી વધુ નહીં.
- પગારઃ ₹ 26,000/- (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ)
ડીટીપી ઓપરેટરનું નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈને રિક્રૂટમેન્ટમાં જવું
- અહીં તમને વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપી હશે
- જે પોસ્ટ માટે અરજી કરવાની હોય એ પોસ્ટની સામે એપ્લાય નાઉનું બટન આપેલું તેના ઉપર ક્લિક કરવી
- ત્યાર બાદ ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરી ફોર્મ સબમીટ કરવું
- ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.
આ પણ વાંચોઃ- વરાછા બેંક ભરતી : સુરતની આ બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશનો ધ્યાન પૂર્વક વાંચવા.





