વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં 1.12 લાખ રૂપિયા વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો આજના તાજા સમાચાર

VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
September 27, 2024 11:55 IST
વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં 1.12 લાખ રૂપિયા વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો આજના તાજા સમાચાર
વડોદરા મહાનગરપાલિકા ભરતી, સોફ્ટવેર પ્રોગ્રામર, નેટવર્કર - photo - Social media

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે તગડા પગારની નોકરી મેળવવા માટે સારી તક આવી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
જગ્યા6
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ9 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવીhttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર2
સોફ્ટવેર પ્રોગ્રામર4

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર

  • ફૂલ ટાઈમ B.E.-IT / કમ્પ્યુટર્સ / ઇલેક્ટ્રોનિક્સ / ડિપ્લોમા-IT / EC / ઇલેક્ટ્રોનિક્સ 55% સાથે ઓછામાં ઓછા 5 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ.
  • ડિપ્લોમા ધારક માટે ઓછામાં ઓછા 7 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ જરૂરી છે.

સોફ્ટવેર પ્રોગ્રામર

  • ફૂલ ટાઈમ MCA/B.E.-IT/Computers/M.Sc.-IT 55% સાથે ઓછામાં ઓછા 5 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ.

વય મર્યાદા

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ

પગાર ધોરણ

  • પ્રથમ ત્રણ વર્ષ માટે ₹40,800 ફિક્સ માસિક વેતન
  • ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમાન પગાર પંચ મુજબ લેવલ-6, પે મેટ્રીક્સ ₹35,400 થી ₹1,12,400 નિયમોનુસાર મળવા પાત્ર રહેશે.

સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર નોટિફિકેશન

સોફ્ટવેર પ્રોગ્રામર નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમદેવારોએ 9 ઓક્ટોબર 2024 સાંજના 4.59 વાગ્યા પહેલા https://vmc.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓલાઈન અરજી કરવાની રહેશે.
  • ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનારોજની ગણવામાં આવશે
  • આવશ્યક માહિતી ભર્યા બાદ અરજી સબમીટ થાય પછી પ્રીન્ટ આઉટ ચોક્કસ લઈ લેવી.

આ પણ વાંચોઃ- શિક્ષણ સહાયક ભરતી : ગુજરાતમાં શિક્ષણ સહાયકોની બમ્પર ભરતી, કોણ કરી શકશે અરજી, વાંચો તમામ માહિતી

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે અરજી કરતા પહેલા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર જઈને અથવા આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ