વડોદરામાં ધોરણ 8 પાસ ઉમેદવારો માટે સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધીની નોકરીઓ, અહીં વાંચો પગારથી લઈને બધી જ માહિતી

vmc recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : December 28, 2024 12:02 IST
વડોદરામાં ધોરણ 8 પાસ ઉમેદવારો માટે સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધીની નોકરીઓ, અહીં વાંચો પગારથી લઈને બધી જ માહિતી
વડોદરામાં નોકરીઓ - Express photo

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધીની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમદેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટપટાવાળીથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધી
વિભાગઆરોગ્ય
જગ્યા31
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદા45 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ02-01-2025
ક્યાં અરજી કરવીhttps://vmc.gov.in/Recruitment

પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સિક્યોરિટી ગાર્ડ10
પટાવાળા (અર્બન સીએચસી)2
વોર્ડ બોય (અર્બન સીએચસી)7
આયા (અર્બન સીએચસી2
વોચમેન(અર્બન સીએચસી9
સફાઈ સેવક (અર્બન સીએચસી1

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાતઅનુભવ
સિક્યોરિટી ગાર્ડધોરણ-8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાનઆર્મીના એક્સ સર્વીસમેનને પ્રાધાન્ય
પટાવાળા (અર્બન સીએચસી)ધો.8 પાસઅંગ્રીજ જાણકારને પ્રાધાન્ય
વોર્ડ બોય (અર્બન સીએચસી)ધોરણ.7 પાસ, ગુજરાતી ભણેલાકામનો અનુભવ
આયા (અર્બન સીએચસીધોરણ.8 પાસ3 વર્ષનો અનુભવ
વોચમેન(અર્બન સીએચસીધો.8 પાસ, ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાનઆર્મીના એક્સ સર્વિસમેનને પ્રાધાન્ય
સફાઈ સેવક (અર્બન સીએચસીધો.4 પાસસફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ

વય મર્યાદા અને પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરના ઉમેદવાર 45 વર્ષથી વધારે ન હોવો જોઈએ. અને શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • વડોદરા મહાનગરપાલિકાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વડોદરા મહાનગરપાલિકાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

ઉમેદવારોને સુચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ