વડોદરા મહાનગરપાલિકા ભરતી : ITI પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરીની જોરદાર તક, ₹ 63,000 સુધી પગાર, વાંચો બધી માહિતી

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે.આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : August 01, 2024 20:31 IST
વડોદરા મહાનગરપાલિકા ભરતી : ITI પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરીની જોરદાર તક, ₹ 63,000 સુધી પગાર, વાંચો બધી માહિતી
વડોદરા મહાનગર પાલિકા ભરતી - social media

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરીની શોધમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા (VMC)
પોસ્ટઓપરેટર કમ ટેક્નીશીયન
જગ્યા1
વયમર્યાદા20થી 30 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ19 ઓગસ્ટ 2024
વેબસાઈટwww.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની એક જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • એસ.એસ.સી. પાસ
  • રેફ્રીઝરેશન અને એરકન્ડીશનરનો આઈ.ટી.આઈ. કોર્સ પાસ અથવા સર્ટીફિકેટ કોર્ષ પાસ
  • એરકન્ડીશનર પ્લાન્ટ, વોટર કુલર, રૂમ એરકન્ડીશનર રીપેરીંગનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ

  • ત્રણ વર્ષ માટે ₹ 26,000 માસિક ફિક્સ વેતન
  • ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમાં પગારપંચ મુજબ લેવલ-2 (પે-મેટ્રીક્સ ₹,19,900-₹63,200)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી

રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 19 ઓગસ્ટ 2024 સાંજના પાંચ વાગ્યા દરમિયાન www.vmc.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહશે.

નોટિફિકેશન

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને ખાસ સુચના

કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.

આ પણ વાંચોઃ-

આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ