Saptahik Sarkari Bharti 2025 Form Last Date: સરકારી નોકરીની દરેક તક કિંમતી હોય છે અને તેને સમયસર ઝડપી લેવી એ સમજદારીભર્યું છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયાની ભરતીઓની યાદી અહીં આપેલી છે જેની છેલ્લી તારીખ 13 જુલાઈ અથવા તે પહેલાં સમાપ્ત થશે. ધ્યાનમાં રાખો કે માત્ર તૈયારી જ નહીં, સમયસર ફોર્મ ભરવાનું પણ સફળતાની ચાવી છે. ક્યારેક અરજીમાં વિલંબ કરવાથી એક વર્ષ લાંબી રાહ પણ પડી શકે છે. અહીં વાંચો સપ્તાહમાં બંધ થનારી ભરતી માટેની અરજી પ્રક્રિયાઓ વિશે માહિતી.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, લેબ ટેક્નિશિયન
ગાંધીનગર માહનગરપાલિકા દ્વારા નેશનલ હેલ્થ મિશન હેઠળ ભરતી બહાર પાડી છે. GMC એ લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ) પોસ્ટની એક જગ્યા ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2025, મંગળવાર છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 અધિકારીઓની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. GPSC એ કૂલ 518 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 જુલાઈ 2025 છે.
પોસ્ટ | જગ્યા |
કાયદા અધીક્ષક(જુનિયર ડ્યુટી), વર્ગ-2 | 1 |
નગર નિયોજક, વર્ગ-1 | 14 |
જુનિયર નગર નિયોજક, વર્ગ-2 | 55 |
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (સચિવાલય) | 92 |
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (ગુ.જા.સે.આ) | 1 |
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (વિધાનસભા) | 11 |
મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 | 11 |
મદદનીશ ઈજનેર(વિદ્યુત), વર્ગ-2 | 139 |
મદદનીશ પશુપાલન નિયામક, વર્ગ-2 | 3 |
સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-1 | 2 |
સંયુક્ત બાગાયત નિયામક, વર્ગ-1 | 1 |
નેત્ર સર્જન(તજજ્ઞ), વર્ગ-1 | 52 |
લેક્ચરર, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-2 | 33 |
પ્રાધ્યાપક,(I.H.B.T), વર્ગ-1 | 3 |
સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-2 | 2 |
મેડિકલ ઓફિસર-રેસિડન્ટ મેડિકલ ઓફિસર(આયુર્વેદ), વર્ગ-2 | 100 |
કુલ | 518 |
નેવી અગ્નિવીર સંગીતકાર ભરતી 2025
ભારતીય નૌકાદળમાં ગીતો વગાડવાના શોખીન લોકો માટે ભરતી બહાર પડી છે. ભારતીય નૌકાદળ એમઆર સંગીતકારની જગ્યાઓ માટે ફોર્મ લઈ રહ્યું છે. ઉમેદવારો 5 જુલાઈથી છેલ્લી તારીખ 13 જુલાઈ સુધી અરજી કરી શકે છે. ફોર્મ લિંક www.joinindiannavy.gov.in પર સક્રિય છે. લાયકાત 10મું પાસ છે.

DU સહાયક પ્રોફેસર ભરતી 2025
DU ની ઝાકિર હુસૈન કોલેજમાં સહાયક પ્રોફેસરની ખાલી જગ્યાઓ બહાર પડી છે. દિલ્હી યુનિવર્સિટીમાં કામ કરવા માંગતા ઉમેદવારો 13 વિષયો માટે અરજી કરી શકે છે. અંગ્રેજી, રાજકીય વિજ્ઞાન, શારીરિક શિક્ષણ અને અન્ય વિષયોમાં ખાલી જગ્યાઓ બહાર પડી છે. છેલ્લી તારીખ 12 જુલાઈ છે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
DRDO ઇન્ટર્નશિપ 2025
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ની ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ રિસર્ચ લેબોરેટરી ઇન્ટર્નશિપ યોજના માટે અરજીઓ સ્વીકારી રહી છે. જે વિદ્યાર્થીઓ DRDO માં કામ શીખવા માંગે છે અને વ્યવહારુ કાર્ય અનુભવ મેળવવા માંગે છે તેઓ 10 જુલાઈ સુધી તેના માટે અરજી કરી શકે છે. ફોર્મ સૂચનામાં ઉપલબ્ધ છે.