Shrddha Murder Case : આફતાબે શ્રદ્ધાની હત્યા કરી ફ્રિઝમાં રાખી, બીજી મહિલાઓને પણ રૂમમાં લાવતો હતો, ડેટિંગ એપનો કરતો ઉપયોગ

Aftab Shraddha Murder Case: પુત્રીની ખબર સોશિયલ મીડિયા ઉપર ન મળતાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી. હવે દિલ્હી પોલીસે જે ખુલાસો કર્યો તેનાથી સોશિયલ મીડિયા ઉપર લોકો ગુસ્સે ભરાઈને અનેક કમેન્ટ્સ કરી રહ્યા છે.

Written by Ankit Patel
Updated : November 15, 2022 09:05 IST
Shrddha Murder Case : આફતાબે શ્રદ્ધાની હત્યા કરી ફ્રિઝમાં રાખી, બીજી મહિલાઓને પણ રૂમમાં લાવતો હતો, ડેટિંગ એપનો કરતો ઉપયોગ
શ્રદ્ધા અને આફતાબની ફાઈલ તસવીર

રાજધાની દિલ્હીના મહરોલી વિસ્તારમાં એક ઘટનાથી દિલ્હીને હચમચાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મુંબઈમાં રહેનારી શ્રદ્ધા પોતાના પરિવાર સામે આફતાબ સાથે સંબંધમાં હતી. પરિવારનો વિરોધ હોવા છતાં બંને મુંબઈ છોડીને દિલ્હી ચાલ્યા ગયા હતા. જોકે પુત્રીની ખબર સોશિયલ મીડિયા ઉપર ન મળતાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી. હવે દિલ્હી પોલીસે જે ખુલાસો કર્યો તેનાથી સોશિયલ મીડિયા ઉપર લોકો ગુસ્સે ભરાઈને અનેક કમેન્ટ્સ કરી રહ્યા છે.

પોલીસે શું કર્યો ખુલાસો?

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આફતાબે 18 મે 2022ના દિવસે ફ્લેટમાં જ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના શરીરને કાપીને ફ્રિઝમાં રાખ્યા હતા. ત્યારબાદ તેણે લાશના ટૂકડાઓ અલગ અલગ જગ્યાએ જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસ પ્રમાણે આફતાબે આ તમામ વાત ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં જણાવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ અનેક લોકો ચોંકી ગયા હતા.

શ્રદ્ધા અને આફતાબ એપ પર મળ્યા હતા

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમિકાની હત્યા કર્યા બાદ 35 ટૂકડા કરી ફ્રિઝમાં રાખનાર આફતાબ બીજી યુવતીઓ સાથે પણ ડેટિંગ એપ બંબલ પર મળતો હતો. શ્રદ્ધા વાકર અને આફતાબ પૂનાવાલા પણ પહેલીવાર એપ પર મળ્યા હતા.

સ્વાતિ માલીવાલે કર્યું આવું ટ્વીટ

ડીસીડબ્લ્યૂના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે લખ્યું કે દિલ્હીની એક યુવતીને તેના બોયફ્રેન્ડે હત્યા કરીને શરીરના ટૂકડા કરીને ફ્રીઝમાં રાખ્યા. તેની લાશના ટૂકડાને અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. સમાજમાં કેવા શેતાન છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને કડકમાં કડક સજા થાય. પૂર્વ ડીજીપી આર કે વિજે પણ લખ્યું કે આવા લોકો માનસિક રીતે બીમાર હોય છે.

લોકોની પ્રતિક્રિયા

પત્રકાર હર્ષવર્ધન ત્રિપાઠી કમેન્ટ કરી હતી કે આ કોઈ રીત છે પ્રેમની આડમાં હેવાનિયતનો ખેલ ખેલવાનો. પરી ફાઉન્ડેશનની અધ્યક્ષ યોગિતા ભયાનાએ લખ્યું હતું કે આવા દરિંદા, જંગલીઓ સમાજ માટે ખતરો છે. આ આફતાબને કડકમાં કડક સજા સીધી ફાંસી જ થાય.

બીજેપી નેતા કપિલ મિશ્રાએ લખ્યું હતું કે, બોલિવૂડ, મીડિયા ખોટો ભાઈચારો દેખાડનાર જાહેરાતો, મોંઢામાં બેટીઓનું લોહી જમા કરીને બેઠેલી રાજનીતિ, નકલી સેકુલરિઝમનું ઝેર પીને બેઠેલા અમિર અને અપર મિડલ ક્લાસ, વેચાયેલી પોલીસ અને જિહાદી શિક્ષા મોડલ જવાબદાર છે. શ્રદ્ધા જેવી દરેક પુત્રની હત્યા માટે. વીડિયો દોષ ન આપો.

જાણકારી માટે આ અંગે મોટાભાગે સોશિયલ મીડિયા યુઝર્સ આરોપી આફતાબને ફાંસી મળે એવી માંગ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવી લહ્યા છે કે છ મહિના પહેલા દિલ્હીમાં એક યુવતીની હત્યા થાય છે અને પોલીસને ખબર પણ નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ