SIM SAWAPPING: સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરંતુ સિમ કાર્ડ અને મોબાઈલ નેટવર્કનું મહત્વ પણ ઓછું નથી. બેંકિંગ એપ્સ એક્સેસ કરવી હોય, ઈમેલ ચેક કરવું હોય કે સોશિયલ મીડિયા પર સર્ફિંગ કરવું હોય – આ તમામ કાર્યો માટે મોબાઈલ નેટવર્ક હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે હેકર્સ અને સાયબર અપરાધીઓ આ દિવસોમાં લોકોને ઓનલાઈન ફ્રોડનો ટાર્ગેટ બનાવવા માટે નવી મોડસ ઓપરેન્ડિ અપનાવી રહ્યા છે. તાજેતરમાં અમુક સાયબર ફ્રોડની ઘટનાઓમાં સિમ સ્વેપિંગ દ્વારા લોકોને ટાર્ગેટ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
સિમ સ્વેપિંગ શું છે? (What is SIM Swapping?)
જેવું કે નામ સૂચવે છે તેમ, સિમ સ્વેપિંગ એ એક પ્રક્રિયા છે જેમાં હેકર્સ જે-તે યુઝર્સના સિમ કાર્ડની ઍક્સેસ મેળવે છે. સરળ ભાષામાં કહીએ તો તેને ડિજિટલ આઇડેન્ટીની ચોરી કહી શકાય. સિમ કાર્ડની ઍક્સેસ મેળવ્યા પછી, આ સાયબર હેકર્સ યુઝર્સના મિત્રો અને પરિવાર પાસેથી પૈસા માંગે છે. યુઝરના ઓનલાઈન બેંકિંગ ઉપરાંત સોશિયલ મીડિયા પ્રોફાઈલને હેક કરી તેનો કન્ટ્રોલ મેળવી લે છે.
ઓટીપી બેસ્ડ ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન હવે મોટાભાગની ઓનલાઈન પ્રોડક્ટ્સ અને સર્વિસ માટે મેનસ્ટ્રીમ બની ગયું છે. તેમાં ઈન્ટરનેટ બેંકિંગ અને સિમ કાર્ડ સુધી સાયબર અપરાધીઓની પહોંચ જેવી નુકસાનકારક પ્રવૃત્તિઓને રોકી શકાય છે. તેથી, એ મહત્વનું છે કે તમે સજાગ રહો અને આ પ્રકારના સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું તે જાણો.
સિમ સ્વેપિંગ જેવા સાયબર ક્રાઇમથી બચવા માટેની ટિપ્સ જાણો…
વ્યક્તિગત આઈડેન્ટિ સર્ટિફિકેટ ઓનલાઈન ઉપલબ્ધ નથી તેની ખાતરી કરો
અમુક સાયબર અપરાધીઓ આધાર કાર્ડ જેવા ઓળખ કાર્ડ જેવી ઘણી બધી યુઝર્સ માહિતી એકત્રિત કરે છે અને પછી ડુપ્લિકેટ સિમ કાર્ડ માટે અરજી કરે છે. જો સફળ થાય, તો આ સાયબર અપરાધીઓ તમારા ફોન નંબરની ઍક્સેસ મેળવે છે.
તેથી ખાતરી કરો કે તમે હંમેશા સજાગ રહો અને તમારા સિમ કાર્ડમાં હંમેશા નેટવર્ક કવરેજ ઉપલબ્ધ હોય. જો તમારું SIM કાર્ડ નેટવર્ક કનેક્ટિવિટી ગુમાવે છે, તો શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિએ તમારા ફોન નંબરની ઍક્સેસ મેળવી લીધી હોય. જો તમે તમારા નંબર પરથી મેસેજ મોકલી શકતા નથી અથવા ફોન કૉલ્સ કરી શકતા નથી, તો તમે સિમ સ્વેપનો શિકાર બની શકો છો.

ફિશિંગ અને સ્મિશિંગથી દૂર રહો (Smishing, Phising)
નોંધનિય છે કે, સ્મિશિંગ અને ફિશિંગ એ સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતી બે ખૂબ જ સામાન્ય હેકિંગ મેથડ છે. આ પ્રકારની છેતરપિંડીમાં, આ સ્કેમર્સ વાસ્તવિક નાણાકીય સંસ્થાઓ જેવા દેખાતા લોકોને પ્રોમ્પ્ટ મોકલે છે અને તેમને વ્યક્તિગત વિગતો સાથે ફોર્મ ભરવાનું કહે છે. ઘણી વખત આ છેતરપિંડી કરનારાઓ તમને તમારા ફોન પર કેટલીક એપ્સ ડાઉનલોડ કરવાની લાલચ આપીને ફસાવી શકે છે. એકવાર તમે તમારા ફોનમાં આ એપ્સ ડાઉનલોડ કરી લો, પછી આ હેકર્સ રિમોટ લોકેશનથી તમારા ફોનને કંટ્રોલ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે આ પ્રકારની છેતરપિંડીમાં હેકર્સ કોઈપણ ફિઝિકલ સિમ કાર્ડની ઍક્સેસ વિના તમારા ફોન અને સિમ કાર્ડની રિમોટ એક્સેસ મેળવી શકે છે.
સિમ સ્વેપિંગને કેવી રીતે રોકવું? (How to Prevent SIM Swapping?)
જો તમે તમારા ફોન અથવા સિમ કાર્ડની ઍક્સેસ ગુમાવો છો, તો સૌથી પહેલા તમારા નેટવર્ક પ્રોવાઈડરનો સંપર્ક કરો અને સિમ કાર્ડને બંધ કરાવી દો અને ત્યાબાદ ડુપ્લિકેટ સિમ કાર્ડ લો. ધ્યાનમાં રાખો કે એક જ નંબર માટે બે સિમ કાર્ડ રાખવા ગેરકાનૂની છે. તેથી સ્કેમર્સ તમારા સિમ કાર્ડનો દુરુપયોગ કરી શકશે નહીં.
તમારા સિમ કાર્ડને બ્લોક કરીને, તમે તમારી જાતને સિમ સ્વેપિંગથી બચાવી શકો છો. સિમ કાર્ડને ઍક્સેસ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો, તો તમારે ડુપ્લિકેટ સિમ કાર્ડ માટે તમારા નેટવર્ક પ્રદાતાનો સંપર્ક કરવો પડશે. જ્યારે સિમ કાર્ડ એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે સિમ લૉક થઈ જાય છે અને સાચા પાસવર્ડ વિના તમે નેટવર્ક સર્વિસનો ઉપયોગ કરી શકતા નથી.
આ પણ વાંચો | Oppo ફાઈન્ડ એન3 પરથી પડદો ઉઠ્યો, 16જીબી રેમ અને 256 જીબીવાળા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ જાણો
eSIM કાર્ડ સાયબર ફ્રોડથી બચવામાં મદદરૂપ
જો તમારી પાસે eSIM ને સપોર્ટ કરતા ફોન છે તો તમે તમારા ફિઝિકલ સિમ કાર્ડને eSIM માં કન્વર્ટ કરી શકો છો. eSIMના ઉપયોગથી તમે સંભવિત સિમ સ્વેપિંગથી તમારી જાતને બચાવી શકો છો અને ડિવાઇસને અનલૉક કર્યા વિના eSIM ટ્રાન્સફર કરવું લગભગ અશક્ય છે. જો ફોન ચોરાઈ જાય તો પણ યુઝર્સ ઈ-સિમ કાર્ડ વડે સિમ-સ્વેપ છેતરપિંડીથી બચી શકે છે.
સોશિયલ મીડિયા હેક્સથી બચવા માટે જરૂરી છે કે, ઓટીપીને બદલે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.





