જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્વિચ સમયપર ગોચર કરીને શુભ અથવા અશુભ યોગ બનાવે છે. જેની અસર દેશ-દુનિયા સહિત માનવ જીવન પર પડે છે. ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલમાં મેષ રાશિમાં રાહુ અને સૂર્યની યુતિ બનવા જઇ રહી છે. જેનાથી ગ્રહણ યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જ્યોતિષમાં આ દોષને ખુબ જ અશુભ માનવામાં આવે છે. સાથે જ શનિની ત્રીજી દ્રષ્ટી સૂર્ય દેવ પર પડશે. એટલા માટે આ યોગનો અશુભ પ્રભાવ એક મહિના સુધી પડશે. ખાસ કરીને 20 એપ્રિલથી 28 એપ્રિલ સુધી વિશેષ સાવધાની રાખવાની જરૂરત છે. તો ચાલો જાણીએ કઇ ચાર રાશિઓ છે જેની મુશ્કેલીઓ વધી શકે છે.
વૃષભ રાશિ
સૂર્ય અને રાહુ ગ્રહની યુતિ વૃષભ રાશિના જાતકો માટે અશુભ સાબિત થઇ શકે છે. કારણ કે આ દોષ આ રાશિના 12માં ભાવમાં બનવા જઇ રહી છે. એટલા માટે આ સમય કેટલા નકામા ખર્ચા થઇ શકે છે. સાથે જ કોઈ ખોટા આરોપ લાગી શકે છે. સુખ-સાધનોના સ્વામી સૂર્ય દેવ છે. એટલા માટે 20 એપ્રિલથી 28 એપ્રિલ સુધી વાહન અથવા પ્રોપર્ટી સંબંધિત ડીલ ન કરો. નહીં તો નુકસાન થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તમારી રાશિના સ્વામી શુક્ર દેવ છે. તેમની સૂર્યની સાથે શત્રુતા છે. એટલા માટે વૃષભ રાશિના જાતકોને સાવધાન રહેવાની જરૂર છે.
કન્યા રાશિ
રાહુ અને સૂર્યની યુતિથી બનનારો ગ્રહણ દોષ કન્યા રાશિના જાતકો માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. કારણ કે આ યુતિ આઠમાં ભાવમાં બનવા જઇ રહી છે. એટલા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. સાથે જ આ સમય વ્યવસાયીક નવી ડીલ ન કરો. આ ઉપરાંત નવું કામ પણ શરું ન કરો. નકામા ખર્ચા વધશે. સાથે જ જે હાર્ટના દર્દી છે તેમને ધ્યાન રાખવું જોઇએ. આ સમય તમારા જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઇ શકે છે. એટલા માટે સતત જીભાજોડીથી બચો.
વૃશ્ચિક રાશિ
તમારા માટે સૂર્ય અને રાહુની યુતિ નુકસાનકારક સિદ્ધ થઇ શકે છે. કારણ કે યુતિ તમારી રાશિના છઠ્ઠા સ્થાન પર બનવા જઇ રહી છે. જેને રોગ, શત્રુ, ભય, બાધા અને કોર્ટ કચેરીનો ભાવ માનવામાં આવે છે. એટલા માટે 20 અને 28 એપ્રિલ સુધી શત્રુ ભય થઇ શકે છે. સાથે જ કોઈ પોલીસ કેસમાં તમારે હાર મળી શકે છે. ગુપ્ત શત્રુ તમને પરેશાન કરી શકે છે. હાર્ટના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. એટલા માટે સૂર્યદેવની પૂજા-અર્ચના કરો. માણેક પહેરી શકો છો.
કુંભ રાશિ
સૂર્ય અને રાહુની યુતિ કુંભ રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના ત્રીજા ભાવમાં બનવા જઈ રહી છે. એટલા માટે આ સમયે તમે કોઈપણ કામ કરો તો યોજનાપૂર્વક કરો. સાથે જ વેપારી લોકો આ સમય કોઇને ઉધાર પૈસા ન આપો. આ સમયે તમને કોઈથી દગો મળી શકે છે. સાથે જ સૂર્યદેવ દાંપત્ય જીવન અને પાર્ટનરશિપના સ્વામી છે. આ સમયે લગ્નજીવનમાં કંકાસ થઇ શકે છે. સાથે જ પાર્ટનરશિપના કામમાં નુકસાનના યોગ છે. આ સમયે લાંબા અંતરની યાત્રા તમને કષ્ટકારી થઇ શકે છે.





