Diwali horoscope : દિવાળીનો દિવસ મેષથી લઈને મીન 12 રાશિના લોકો માટે કેવો રહેશે?

દિવાળી 2025 રાશિફળ: 20 ઓક્ટોબર 2025 :આજનો દિવાળીનો દિવસ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં વાંચો તમારું આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય અને શુભ-અશુભ સમય વિશે વિગતવાર જાણીએ.

Written by Ankit Patel
Updated : October 20, 2025 06:59 IST
Diwali horoscope : દિવાળીનો દિવસ મેષથી લઈને મીન 12 રાશિના લોકો માટે કેવો રહેશે?
દિવાળી 2025 આજનું રાશિફળ- photo- unsplash

Today Diwali Horoscope: આજે 20 ઓક્ટોબર 2025, આસો વદ અમાસ તિથિ છે. એટલે કે આજે દિવાળીનો તહેવાર છે. વૈદિક કેલેન્ડર પ્રમાણે આસો અમાસ આજે 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગ્યે શરૂ થશે અને 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:55 વાગ્યે સમાપ્ત થશે. દિવાળી પર પ્રદોષ અને નિશીથ કાળ ફરજિયાત છે. તેથી 20 ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવવી ઉજવાઈ રહી છે.આજનો દિવાળીનો દિવસ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં વાંચો તમારું આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય અને શુભ-અશુભ સમય વિશે વિગતવાર જાણીએ.

આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત

  • તિથિ : કૃષ્ણ પક્ષ (આસો વદ) અમાસ
  • નક્ષત્ર : હસ્ત, 8:17 PM સુધી
  • આજનો ચંદ્ર : કન્યા રાશિમાં

દિવાળી શુભ મુહૂર્તઃ લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા શ્રેષ્ઠ સમય

દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સાંજે 7:08 થી 8:18 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન, તમારી પાસે લક્ષ્મી અને ગણેશની પૂજા કરવા માટે લગભગ 1 કલાક અને 11 મિનિટનો સમય હશે.

આજનું રાશિફળ: 20 ઓક્ટોબર 2025, સોમવાર

મેષ રાશિ (Aries)

આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય છે. જીવનના દરેક માર્ગ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો.

લવ લાઈફ: આજનો દિવસ મેષ રાશિ માટે પ્રેમ અને સંબંધોમાં સકારાત્મકતા લાવશે.

વૃષભ રાશિ (Taurus)

થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. કાર્યક્ષેત્રમાં તમામ વિધ્નો અને મુશ્કેલીઓ વચ્ચે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

લવ લાઈફ: તમે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવી શકો છો.

મિથુન રાશિ (Gemini)

ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો. સમય મહેનત કરવાનો છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે.

લવ લાઈફ: આજનો દિવસ તમારા પ્રેમ સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ લાવી શકે છે

કર્ક રાશિ (Cancer)

લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે. કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે, પરંતુ તમે તેનાથી મુક્તિ મેળવવામાં સમર્થ પણ રહેશો. વ્યાવસાયિક સ્થિતિમાં સુધાર આવશે.

લવ લાઈફ: આ સમય કર્ક રાશિના લોકો માટે તેમના પ્રેમ સંબંધોમાં ઉત્તમ તકો લાવે છે.

સિંહ રાશિ (Leo)

તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો.

લવ લાઈફ: આજનો દિવસ તમારા પ્રેમ જીવન માટે એક અદ્ભુત દિવસ રહેશે. તમારો આત્મવિશ્વાસ અને આકર્ષણ લોકોને આકર્ષિત કરશે.

કન્યા રાશિ (Virgo)

ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં.

લવ લાઈફ: આજનો દિવસ પ્રેમ બાબતોમાં કેટલાક ઉતાર-ચઢાવ લાવી શકે છે. તમે તમારા સંબંધોમાં તણાવ અને થોડી નકારાત્મકતા અનુભવી શકો છો.

તુલા રાશિ (Libra)

ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે.

લવ લાઈફ: તમારા પ્રેમ સંબંધમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીતમાં મતભેદો આવી શકે છે, જેના કારણે તણાવ વધી શકે છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)

મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે.

લવ લાઈફ: આ પ્રેમ માટે ઉત્તમ સમય છે. આ અઠવાડિયું તમારા સંબંધોને વધારવા અને તમારી લાગણીઓ શેર કરવા માટે છે.

ધન રાશિ (Sagittarius)

પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

લવ લાઈફ: આજનો દિવસ પ્રેમ માટે ખૂબ જ સારો રહેશે. તમારા જીવનસાથી તમારા પ્રત્યે વધુ સમર્પિત અનુભવશે

મકર રાશિ (Capricorn)

જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્તિથિ પણ મજબૂત થશે.

લવ લાઈફ: પ્રેમની દ્રષ્ટિએ તમારા માટે આજનો દિવસ સામાન્ય રહેશે, પરંતુ કેટલીક મુશ્કેલીઓ તમને પરેશાન કરી શકે છે.

કુંભ રાશિ (Aquarius)

ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે. ધ્યાન રાખો કે કોઇ વ્યવસાયિક નાની પણ બેદરકારી તમારા કરિયરને ખરાબ કરી શકે છે.

લવ લાઈફ: આ પ્રેમ માટે એક અદ્ભુત સમય છે. તમારા પ્રેમ સંબંધમાં સારી સમજણ અને સુમેળ રહેશે.

મીન રાશિ (Pisces)

વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમેય તમે એકલતાનો અનુભવ કરશો.

લવ લાઈફ: આજે સંબંધોમાં કેટલીક ગૂંચવણો ઊભી થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીતમાં અવરોધ આવી શકે છે.

આ પણ વાંચોઃ- Dev Diwali 2025 : 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી, જાણો સાચી તારીખ, અને શુભ મુહૂર્ત અને દીપદાનનું મહત્વ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ