ભારે સુરક્ષા વચ્ચે શરુ થઈ ગઈ અમરનાથ યાત્રા, 60 હજાર સુરક્ષાબળો તૈનાત, જાણો શું છે સુવિધાઓ

શ્રદ્ધાળુઓની સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બંને રુટો પર ભારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. 3880 મીટરની ઉંચાઈ પર બાબા બર્ફાની સ્થિત છે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.

Written by Ankit Patel
Updated : July 01, 2023 11:28 IST
ભારે સુરક્ષા વચ્ચે શરુ થઈ ગઈ અમરનાથ યાત્રા, 60 હજાર સુરક્ષાબળો તૈનાત, જાણો શું છે સુવિધાઓ
અમરનાથ યાત્રા શરુ

કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરુ થઈ ગઈ છે 3488 યાત્રીઓનો પહેલો જથ્થો બેસ કેમ્પથી રવાના થઈ ચૂક્યો છે. અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળોઓ પહેલગામ અને બાલટાલના રસ્તે ગુફા તરફ આગળ વધી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બંને રુટો પર ભારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. 3880 મીટરની ઉંચાઈ પર બાબા બર્ફાની સ્થિત છે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.

60 હજાર સુરક્ષાકર્મી તૈનાત

અમરનાથ માટે ગૃહ મંત્રાલયે સીઆરપીએફના 40,000 વધારે સુરક્ષાકર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રા અંગે સ્થાનિક પોલીસ દળ ઉપરાંત 60000 સુરક્ષાકર્મી તૈનાત છે. તેમણે યાત્રાની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. મૌસમ અંગે પ્રસાશને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું

અમરનાથ યાત્રાના રસ્તામાં અનેક જગ્યાએ લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક દુકાનો પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસનને બસ સર્વિસ અને એટીએમનું પણ ધ્યાન રાખ્યું છે. તેમની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે યાત્રી અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છે. તેમને રસ્તામાં ખાવા પીવાની તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 100થી વધારે સ્થાનો પર લંખર વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંદરબલના ડેપ્યુટી કમિશ્નર શ્યામબીરે કહ્યું કે આજે અમે અહીંથી યાત્રા માટે પહેલો જથ્થો રવાના કર્યો છે. હું બધાની સુખદ યાત્રાની કામના કરું છું. યાત્રીઓને અનુરોધ છે કે તે ઉપલબ્ધ દરેક સુવિધાઓનો લાભ ઉઠાવે. આશરે 7000થી 8000 યાત્રીઓ છે. રજિસ્ટ્રેશન હજી પણ ચાલું છે. અમારા વોલેન્ટિયર્સ મદદ માટે દરેક જગ્યાએ હાજર છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખતા યાત્રાની જીપીએસથી દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી ખુણે ખુણે નજર રાખવામાં પણ આવી રહી છે. પોલીસ, સીઆરપીએફ, સેના, બીએસએફ અને એસએબીસીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દિવસ-રાત પેટ્રોલિંગ પણ ચાલું છે.

જમ્મુમાં તીર્થયાત્રીઓનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન શરુ

બીજી તરફ અમરનાથ યાત્રા માટે જમ્મુમાં તીર્થયાત્રીઓનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. પ્રશાસને કાશ્મીર સ્થિત અમરનાથ ગુફા મંદિરની તીર્થયાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે ગુરુવારે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરુ કરી હતી. શાલીમાર ક્ષેત્રમાં અપંજીકૃત તીર્થયાત્રીઓ માટે ઘટના માટે એક વિશેષ શિબિર સ્થાપિત કરવામાં આવી છે.

હિમ શિવલિંગના દર્શન કરવા માટે 1 જુલાઇ 2023એ શરુ થનારી યાત્રા માટે સાધુઓ સહિત 1500થી વધારે તીર્થયાત્રી આગળની યાત્રા માટે અહીં ભઘવતી નગર આધાર શિબિર પહોંચી ચુક્યા છે. તીર્થયાત્રા 48 કિલોમિટર લાંબી નુનવાન પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબી બાલટાલ માર્ગથી શરુ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ