Astrology: વૈદિક જ્યોતિષમાં 12 રાશિ અને નવ ગ્રહોનું વર્ણન જોવા મળે છે. સાથે જ આ રાશિઓ પર કોઇને કોઇ ગ્રહનું પ્રભુત્વ હોય છે. તેથી આ રાશિઓ સાથે જોડાયેલા લોકોનું વ્યક્તિત્વ અને સ્વભાવ એકબીજાથી અલગ હોય છે. સાથે જ અહીં આપણે એવી જ 3 રાશિઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જેની સાથે જોડાયેલા લોકો દુશ્મનોને ક્યારેય માફ નથી કરતા અને જો કોઈ તેમની સાથે ખરાબ વર્તન કરે છે તો તેને પાછળથી પસ્તાવું પડી શકે છે. આ લોકો જિદ્દી અને દ્રઢ નિશ્ચયી હોય છે. આવો જાણીએ આ રાશિઓ કઇ કઇ છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો હિંમતવાન અને શક્તિશાળી હોય છે. આ લોકો જોખમ લેવાથી પણ ડરતા નથી. જો કોઈ તેમની સાથે વિશ્વાસઘાત કરે છે અથવા તેમને દગો આપે છે તો તેઓ તેમને ક્યારેય માફ કરતા નથી, પછી ભલેને આવું કરનાર વ્યક્તિ તેમની નજીતનો હોય. તેમનો વેર વાળવાનો સ્વભાવ દુશ્મનો માટે ખતરનાક સાબિત થાય છે. આ લોકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે. આ લોકોને આઝાદી ગમે છે. આ રાશિનો સ્વામી મંગળ દેવ છે, જે તેમને આ ગુણ પ્રદાન કરે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો નિર્ભિક અને સ્વાભિમાની હોય છે. જો આ લોકોને કોઈ દુ:ખ પહોંચાડે તો તે ભૂલતા નથી. તેમનો આક્રમક અને હિંમતવાન સ્વભાવ તેમને દુશ્મનો સામે મજબૂતીથી ઉભા રાખે છે. તેઓ પોતાના દુશ્મનોને ક્યારેય માફ નથી કરતા. સાથે જ આ લોકો પ્રેક્ટિકલ પણ હોય છે. આ લોકો ખૂબ જ ઝડપથી ગુસ્સે થઇ જાય છે. જે બાદ તેમને ફાયદા અને ગેરફાયદા જોવા મળતા નથી. આ રાશિનો સ્વામી ગ્રહોનો રાજા સૂર્ય છે, જે તેમને આ ગુણો આપે છે.
આ પણ વાંચો – 10 વર્ષ પછી મિત્ર ગ્રહ શુક્ર અને શનિ દેવ બનાવશે સમસપ્તક યોગ, આ રાશિઓને મળી શકે છે અપાર પૈસા અને પદ પ્રતિષ્ઠા
મકર રાશિ
આ રાશિના લોકો મહેનતુ અને કર્મઠ હોય છે. આ લોકોને આઝાદી ગમે છે. આ લોકો કોઈના દબાણમાં આવીને કામ કરતા નથી. બીજી તરફ જો કોઈ તેમના રસ્તામાં આવે કે તેમની સાથે કપટ કરે તો તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે. આ લોકોને આળસ પસંદ નથી. જો કોઈ વ્યક્તિ તેમનું ખરાબ કરે છે તો તે તેમને મરતા દમ સુધી છોડતા નથી. આ રાશિના સ્વામી શનિદેવ છે, જે તેમને આ ગુણ પ્રદાન કરે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





