Astrology Tips For Success : નોકરી અને બિઝનેસમાં સફળ થવા અજમાવો આ જ્યોતિષ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર

Astrology Tips For Success : ઘણી વખત સતત કામગીરી અને સખત પરિશ્રમ કરવા છતાં પણ નોકરી (Astrology Tips For career) કે વેપાર-ધંધામાં ધારી (Astrology Tips For business) સફળતા મળતી નથી. અહીં કેટલાંક જ્યોતિષ ઉપાયો (Astrological Remedies) જણાવ્યા છે જે તમને જીવનમાં સફળતાની સાથે સાથે સુખ-સમૃદ્ધિ અને ધન-પ્રતિષ્ઠા પણ મેળવી આપશે

Written by Ajay Saroya
January 05, 2023 20:25 IST
Astrology Tips For Success : નોકરી અને બિઝનેસમાં સફળ થવા અજમાવો આ જ્યોતિષ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર

દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે, જેને સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને સારા ભવિષ્યની ઈચ્છા ન હોય. દરેક વ્યક્તિ ધન-પ્રતિષ્ઠા મેળવવા માટે દિવસ-રાત મહેનત કરે છે, છતાં પણ દરેકની આ ઈચ્છા પૂરી થતી નથી. અમે તમને નોકરી કે ધંધા-વ્યવસાયમાં સફળ થવા અને પ્રગતિ મેળવવા માટેના કેટલાંક જ્યોતિષ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે જીવનમાં સફળતાની સાથે ધન પણ મેળવી શકો છો-

જીવનમાં સફળતા માટે – ‘હળદર’નો ઉપાય

કેટલીક વખત નોકરીમાં સૌથી સારી કામગીરી કે ધંધા-વેપારમાં સખત મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં હળદરનો આ જ્યોતિષ ઉપાય તમને બહુ જ લાભદાયી બની શકે છે. જો તમે શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં પણ પ્રોફેશનલ લાઇફમાં સફળતા નહી મળી રહ્યો તો તમારા નહાવાના પાણીમાં થોડી હળદર ઉમેરો અને આવા પાણીથી સ્નાન કરો. પીળો રંગ એ ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો છે અને તે વૃદ્ધિ લાવે છે અને નસીબ જગાડે છે. આ અસરકારક ઉપાય તમને સફળતા પ્રાપ્ત કરવામાં અને આગળ વધવામાં મદદ કરશે. ઉપરાંત તમે કપાળ પર હળદરનું તિલક પણ લગાવી શકો છો.

મંદિરમાં લક્ષ્મી નારાયણ મંત્રનો જાપ કરો

કરિયરમાં સફળ થવા માટે પાંચ ગુરુવારે કોઇ મંદિરમાં જાઓ અને બ્રાહ્મણોને પીળા રંગની મીઠાઈ અથવા વસ્ત્રોનું દાન કરો. તેમજ ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરો. તે નકારાત્મક શક્તિઓને દૂર કરશે અને તમને તમારી નોકરી અને ધંધા-વેપારમાં સફળતાના દ્વાર ખોલશે.

વેપાર વૃદ્ધિ યંત્ર અને શ્રી યંત્ર

જો તમે તમામ પ્રયત્નો કર્યા પછી પણ વેપર-ધંધામાં આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો તમારી પાસે વ્યાપર વૃદ્ધિ યંત્ર અને શ્રી યંત્ર હોવું જ જોઈએ. આ યંત્રની વિધિવત પૂજા કર્યા પછી લક્ષ્મી મંત્ર ‘ઓમ શ્રી મહાલક્ષ્મયૈ નમઃ’ નો જાપ કરો. તમારા કામકાજના સ્થળે અને દરરોજ તેની પૂજા કરો. વેપાર વૃધ્ધિ યંત્ર તમને નવી ઉંચાઈએ પહોંચવામાં અને જંગી કમાણી- નફો મેળવવામાં મદદ કરશે તેમજ શ્રી યંત્ર વેપાર-ધંધામાં સફળતા, સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે. નોકરી અને બિઝનેસમાં સફળતા હાંસલ કરવા માટે આ એક અસરકારક જ્યોતિષીય ઉપાય બની શકે છે.

આ પણ વાંચોઃ ધનવાન લોકોના પગ પર હોય છે આ 2 નિશાન, બને છે અપાર સંપત્તિના માલિક

નવગ્રહ શાંતિ પૂજા

જો તમે ચારેય બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારું પ્રમોશન અટકી ગયું છે, તો તમારે મંદિરમાં જવું જોઈએ અને અનુભવી પંડિતજી દ્વારા નવગ્રહ શાંતિ પૂજા કરાવવી જોઈએ. તે ઘણા ગ્રહોની ખરાબ અસરને દૂર કરવામાં મદદ કરે છે. આ પૂજાથી સફળતા, ધન અને સમૃદ્ધિ મળી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ