જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને ભાવોની સ્થિતિના હિસાબથી અનેક પ્રકારના શુભ અથવા અશુભ યોગોનું નિર્માણ થાય છે. આવી સ્થિતિમાં જીવન પર પણ નકારાત્મક અથવા સકારાત્મક પ્રભાવ પડે છે. માનવામાં આવે છે કે જો કોઈ કુંડળીમાં શુભ યોગ બને છે તો વ્યક્તિને સમાજમાં માન-સમ્માન, ધન-સંપદાની સાથે સાથે સ્વાસ્થ્ય, શિક્ષા કરિયર અને લવ લાઇફ પર પ્રભાવ પાડે છે. બીજી તરફ અશુભ યોગ બનવાથી વ્યક્તિને શારીરિક, માનસિક, વૈવાહિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં એવા શુભ યોગ અંગે વાત કરી રહ્યા છીએ જેના કુંડળીમાં બનવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને ક્યારેય પણ પૈસાની કમી પરેશાન નથી કરતી.
રોચક યોગ
આ યોગને પંચમહાપુરુષો યોગો પૈકી એક માનવામાં આવે છે. આ યોગ મંગળ ગ્રહની સ્થિતિના હિસાબથી કુંડળીમાં બને છે. એટલે કે જ્યારે કુંડળીના કેન્દ્ર પર મંગળ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મકર રાશિમાં હોય અથવા તો પોતાની મૂળ ત્રિકોણ રાશિ મેષ અને વૃશ્ચિકમાં વિરાજમાન હોય છે. કુંડળીમાં આ શુભ યોગ બનવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સપળતાની સાથે ધનની પ્રાપ્તિ થાય છે.
આવી સ્થિતિમાં વ્યક્તિને ધન કમાવવા માટે અનેક સ્ત્રોત મળે છે જો કુંડળીમાં રોચક યોગ શુભ સ્થિતિમાં છે તો વ્યક્તિને નોકરીમાં અપાર સફળતા મળે છે. પોતાની મહેનતના બળ પર થોડા ક જ સમયમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. આ લોકો સ્વાસ્થ્યને લઇને સચેત રહે છે. એટલા માટે ઝડપી બીમાર પડતા નથી. આ સાથે જ આ લોકો ઉચ્ચ શિક્ષા પણ પ્રાપ્ત કરે છે.
આ પણ વાંચોઃ- 10 મેના રોજ ચમકી શકે છે આ ત્રણ રાશિઓની કિસ્મત, ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહની રહેશે વિશેષ કૃપા
હંસ યોગ
આ યોગ ખુબ જ ઓછી કુંડળીમાં બને છે. જો કો જાતકની કુંડળીમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ લગ્ન અથવા ચંદ્રમાંથી પહેલા, ચોથા, સાતમા અને દસમાં ભાવમાં કર્ક, ધન અથવા મીન રાશિની સાથે રહે છે. તો આ શુભ યોગ બને છે. આ યોગ બનવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ સાથે પોતાના તેજ દિમાગના કારણે પ્રતિયોગી પરીક્ષાઓમાં અવશ્ય સફળ થાય છે. આ શુભ યોગ બનાવના કારણે વ્યક્તિને અપાર સફળતાની સાથે ધનલાભ થાય છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિ બની રહે છે.
શશ યોગ
આ યોગને પણ શુભ યોગો પૈકી એક માનવામાં આવે છે. આ કુંડલીમાં ત્યારે બને છે જ્યારે કુંડળીમાં લગ્ન અથવા ચંદ્રમાં પહેલા, ચોથા, સાતમા અને દશમાં ભાવમાં શનિ પોતાની રાશિ એટલે કે કુંભ અથવા મકર રાશિ અથવા ઉચ્છ રાશ તુલામાં સ્થિત હોય. આ યોગ બનવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ લોકો પરિવારની સાથે ખુશનુમા જીવન વિતાવે છે. આ લોકો ઝનૂની, ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે.