Bada Mangal 2025: હિન્દુ કેલેન્ડર પંચાગ મુજબ જેઠ માસ વર્ષનો સાતમો મહિનો છે, જેને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જેઠ મહિનાના મંગળવારે બડા મંગલ કે બુધવા મંગલના નામે પૂજા-પાઠ કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની સાથે ભગવાન રામની પૂજા કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંકટોથી મુક્તિ મળે છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં સવાલ આવે છે કે જેઠ મહિનાના મંગળવારને બડા મંગલ કેમ કહેવામાં આવે છે? હકીકતમાં તેની સાથે અનેક પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. આવો જાણીયે તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ …
દર વર્ષે ઉજવાય છે બડા મંગળ
જેઠ મહિનાના દરેક મંગળવારને બડા મંગલ કહેવાય છે, પરંતુ તેમા પ્રથમ મંગળવાર સૌથી ખાસ હોય છે. આ વખતે જેઠ મહિના 13 મે, મંગળવારના દિવસથી જ શરૂ થઇ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસથી બુધવા મંગલની પરંપરા શરૂ થાય છે. આ દિવસે લોકો આ દિવસે વ્રત રાખે છે, હનુમાનજીને પ્રસાદ અર્પણ કરે છે, મંદિરોમાં ભંડારો રાખવામાં આવે છે અને ગરીબોને પ્રસાદ વહેંચવામાં આવે છે.
રામ હનુમાનની પ્રથમ મુલાકાત
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન રામ માતા સીતાની શોધમાં જંગલોમાં ભટકી રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત સૌ પ્રથમ હનુમાનજી સાથે થઇ હતી. હનુમાનજી તે સમયે બ્રાહ્મણ સ્વરૂપમાં રામ અને લક્ષ્મણને મળ્યા હતા. આ મુલાકાત જેઠ મહિનાના મંગળવારે થઈ હતી, તેથી આ દિવસને ખાસ માનવામાં આવે છે. આ દિવસથી ભગવાન રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધની શરૂઆત થાય છે.
ભીમનો અભિમાનને તોડવાની કથા
એક અન્ય કથા અનુસાર હનુમાનજી એક સમયે આરામ કરી રહ્યા હતા અને રસ્તામાં તેમની પૂંછડી ફેલાઇને પડી હતી. પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમ એ જ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ભીમે હનુમાનજીને વૃદ્ધ વાનર માનીને પૂંછડી હટાવવા જણાવ્યું. હનુમાનજીએ કહ્યું કે જો તમે શક્તિશાળી છો, તો પૂંછડી જાતે જ હટાવી લો. ભીમે ઘણા પ્રયત્ન કર્યો પણ પૂંછડી હલાવી પણ શક્યો નહીં. પાછળથી જ્યારે હનુમાનજીએ પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું ત્યારે ભીમને શરમ આવી અને માફી માંગી. આ પ્રસંગ જેઠ મહિનાના મંગળવારે બન્યો હોવાનું માનવામાં આવે છે, તેથી આ દિવસને બુધવા મંગલ કહેવામાં આવે છે.
લંકા દહનની ઘટના
રામાયણ કાળની અન્ય એક દંતકથામાં જણાવવામાં આવ્યું છે કે, રાવણે હનુમાનની પૂંછડીમાં આગ લગાવી હતી, ત્યાર બાદ હનુમાનજીએ આખી લંકા સળગાવીને રાખ કરી દીધી હતી. આ ઘટના જેઠ માસના મંગળવારે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણથી આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. સાથે જ માન્યતાઓ મુજબ જેઠ માસના મંગળવારે હનુમાનજીને અમરત્વનું વરદાન પણ પ્રાપ્ત થયું હતું. તે સાત ચિરંજીવીઓમાંનો એક છે અને માનવામાં આવે છે. તેઓ આજે પણ જીવંત છે અને ભક્તોની રક્ષા કરે છે. આ કારણે આ દિવસને બડા મંગલ કે બુધવા મંગલ પણ કહેવામાં આવે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





