સામુદ્રિક શાસ્ત્ર: ચહેરા પરના નિશાનથી જાણી શકાય ભવિષ્ય સાથે જોડાયેલી આ ખાસ વાતો

Birthmark Meaning: ચહેરા પર નિશાન (marks on face) થી પણ ભવિષ્ય (future) જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર (Samudrik Shastra) માં જણાવાયું છે કે, ચહેરા પર કઈ જગ્યાએ નિશાન હોય તો કેવો સ્વભાવ અને વ્યક્તિત્વ હશે.

Written by Kiran Mehta
Updated : November 09, 2022 12:13 IST
સામુદ્રિક શાસ્ત્ર: ચહેરા પરના નિશાનથી જાણી શકાય ભવિષ્ય સાથે જોડાયેલી આ ખાસ વાતો
ચહેરા પરના નિશાનથી જાણી શકાય ભવિષ્ય

Birthmark Meaning: સામુદ્રિક શાસ્ત્રમાં, પરિણામો શરીરના અંગોની રચના અને નિશાનો પર આધારિત છે. આ પુસ્તકની રચના સમુદ્ર ઋષિએ કરી હતી. તેથી જ તેને સમુદ્રશાસ્ત્ર કહેવામાં આવે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, ચહેરા પર બનેલા નિશાનોથી આપણે કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને ભવિષ્ય જાણી શકીએ છીએ. જેમકે, ચહેરા પર તલ, લાખુ કે અન્ય કોઈ નિશાન જે જન્મથી જ હોય છે. દરેક નિશાનનું પોતાનું મહત્વ છે. તો ચાલો જાણીએ ચહેરા પરના જન્મના નિશાનનો અર્થ શું છે.

ચહેરા પર કોઈપણ નિશાન

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ચહેરા પર જન્મથી જ નિશાન હોય તો તેનો અર્થ એ છે કે, વ્યક્તિ ખૂબ જ ભાવુક છે. વળી, આવા લોકો ખૂબ જ વાચાળ અને વ્યવહારુ હોય છે. આ લોકો રાજાઓ જેવુ જીવન જીવે છે. સાથે જ તેમની પાસે પૈસાની પણ અછત નથી હોતી.

કપાળ પર નિશાન હોય તો

જો કોઈ વ્યક્તિના કપાળ પર જન્મથી ચિહ્ન હોય તો તે ખૂબ જ શુભ સંકેત છે. સાથે જ આવી વ્યક્તિ સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવે છે. તો, તે તેની કારકિર્દીમાં સારી પ્રતિષ્ઠા મેળવે છે. આ લોકો બિઝનેસમાં પણ ખૂબ પૈસા કમાય છે અને તેમની લોકપ્રિયતા પણ ઘણી સારી બને છે.

ગરદન પર જન્મ ચિહ્ન

સમુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની ગરદન પર જન્મનું નિશાન હોય તો તે વ્યક્તિ પ્રવાસનો શોખીન હોય છે. ઉપરાંત, આ લોકોને પોતાની શરતો પર કામ કરવું ગમે છે. આ લોકો દૂરંદેશી અને બુદ્ધિશાળી હોય છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિની ગરદનની પાછળ જન્મનું નિશાન હોય, તો તેનો અર્થ એ છે કે આવી વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં શાંત રહે છે. વળી, આવા લોકોને થોડો વધારે ગુસ્સો આવે છે.

આ પણ વાંચોસૂર્ય અને બુધના સંયોગથી આ મહિને બનશે બુધાદિત્ય યોગ, આ 5 રાશિના લોકોના બગડી શકે છે કામ!

ગાલ પર જન્મ ચિહ્ન

જો કોઈ પુરુષના જમણા ગાલ પર જન્મનું નિશાન હોય તો તેનો અર્થ એ છે કે આવા વ્યક્તિને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડશે. તો, આવા લોકો સંપત્તિનો સંગ્રહ કરી શકતા નથી અને તેઓ ભૌતિક સુખ મેળવી શકતા નથી. બીજી તરફ જો કોઈ મહિલાના જમણા ગાલ પર બર્થમાર્ક હોય તો આવી મહિલાનું નસીબ લગ્ન પછી ચમકી શકે છે. વળી, આવી સ્ત્રીનો પતિ ધનવાન અને સુંદર હશે અને તેનું લગ્નજીવન પણ સારું જશે. બંનેમાં ફાઈન ટ્યુનિંગ હશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ