Chandra Grahan : ચંદ્ર ગ્રહણ પછી ઘર અને મંદિરની સફાઈ કેવી રીતે કરવી? આ 7 ટીપ્સ અજમાવો, નકારાત્મક ઊર્જા દૂર થશે

Home Cleaning Tips After Chandra Grahan : ચંદ્રગ્રહણ પછી ઘર અને મંદિરની સાફસફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા રહે છે. આવી સ્થિતિમાં, તમે અહીં જણાવેલી ટીપ્સ અપનાવી ઘરનું વાતાવરણ શાંત અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર કરી શકો છો.

Written by Ajay Saroya
Updated : September 07, 2025 14:56 IST
Chandra Grahan : ચંદ્ર ગ્રહણ પછી ઘર અને મંદિરની સફાઈ કેવી રીતે કરવી? આ 7 ટીપ્સ અજમાવો, નકારાત્મક ઊર્જા દૂર થશે
Home Cleaning Tips After Chandra Grahan 2025 : ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ પછી ઘર તેમજ મંદિરની સાફ સફાઇ કરવી જરૂરી છે. (Photo: Freepik)

How To Remove Negative Energy From Home After Chandra Grahan :ચંદ્ર ગ્રહણનું ખગોળીય અને ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. તેની અસર દેશ અને દુનિયા બંને પર જોવા મળે છે. હિંદુ ધર્મમાં ગ્રહણ કાળને અશુભ માનવામાં આવે છે. તે આપણા ઘર અને શરીરની ઉર્જાને પણ પ્રભાવિત કરે છે. આ સમય દરમિયાન મંદિરોમાં દ્વાર બંધ રહે છે અને ધાર્મિક ક્રિયા કરવાનું વર્જિત છે.

ચંદ્ર ગ્રહણ 2025 : Chandra Grahan 2025

વર્ષ 2025 નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ રવિવારે એટલે કે 07 સપ્ટેમ્બરે થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ગ્રહણ સમાપ્ત થયા બાદ ફરીથી ઘરનું સકારાત્મક વાતાવરણ પરત ફરવું જરૂરી છે. હકીકતમાં ગ્રહણ દરમિયાન ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આવી સ્થિતિમાં, તમે ગ્રહણ પછી કેટલાક વિશેષ ઉપાયો કરી તમારા ઘર અને મંદિરની સરળતાથી સફાઈ કરી શકો છો અને ઘરનું વાતાવરણ ફરીથી સકારાત્મક બનાવી શકો છો.

ઘરની સફાઈ

ગ્રહણ બાદ ઘરના તમામ રૂમ, આંગણુ અને મંદિર સાફ કરવું જરૂરી છે. ગ્રહણ બાદ સફાઇ કરતી વખતે આખા ઘરમાં ચોખા પાણી વડે પોતું લગાવવાનું ભૂલશો નહીં. ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં મીઠું ઉમેરો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાફસફાઈ કર્યા પછી દરવાજા અને બારીઓ ખોલી નાખો. તેનાથી ઘરની અંદર તાજી હવા આવશે, અને ઘરનું વાતાવરણ શાંત અને ઉર્જાથી ભરપૂર બનશે.

ઘરનું શુદ્ધિકરણ કરો

ઘરની સાફસફાઈ કર્યા બાદ શુદ્ધિકરણ કરવી જરૂરી છે. આ માટે તમે ગંગાજળનો ઉપયોગ કરી શકો છો. ઘર અને મંદિરની સફાઈ કર્યા બાદ ગંગા જળનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

મંદિરને સાફ કરો

ખાસ કરીને ગ્રહણ પછી મંદિર અવશ્ય સાફ કરો. પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ત્યાં રાખેલા ફૂલો, માળાઓ અને જૂના દીવાઓ દૂર કરો. મંદિરની સફાઇ કરતી વખતે ભગવાનની મૂર્તિ અને છબી સારી રીતે સાફ કરો. છલ્લેલ મંદિરમાં ગંગાજળ છાંટવું.

ઘરમાં ધૂપ અને દીપ પ્રગટાવો

ગ્રહણ બાદ ઘરના વાતાવરણને શાંત કરવા માટે રૂમમાં ધૂપ અને દીવા પ્રગટાવો. તે ઘરમાં સકારાત્મકતા અને શાંતિ જાળવવામાં મદદ કરે છે.

વધેલો ખોરાક ન ખાવો

ગ્રહણ પછી વધેલો ખોરાક ન ખાવો. માત્ર તાજો ખોરાક જ બનાવો અને ખાઓ, કારણ કે ગ્રહણ દરમિયાન વધેલો ખોરાક અશુદ્ધ થઈ જાય છે.

ગ્રહણ પછી સ્નાન કરો

ગ્રહણ બાદ ઘરના તમામ સભ્યોએ સ્નાન અવશ્ય કરવું જોઈએ. તે શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે. ગ્રહણ બાદ તમે દાન પણ કરી શકો છો.

સાઉન્ડ હીલિંગનો ઉપયોગ કરો

માન્યતા છે કે ગ્રહણ દરમિયાન ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આવી સ્થિતિમાં, ઘરના વાતાવરણને શાંત અને સકારાત્મક બનાવવા માટે સાઉન્ડ હીલિંગ તકનીકોનો ઉપયોગ કરો. આ સમય દરમિયાન તમે ઘરમાં શંખ કે ઘંટડી વગાડી શકો છો. તેનાથી મન પણ શાંત થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ