Gautam Buddha Updesh : વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિએ બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધની જ્યંતી માનવામાં આવે છે. આ દિવસને બુદ્ધ પૂર્ણિમાના નામથી પણ જાણે છે. માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધે નેપાળના કપિલવસ્તુની પાસે લુમ્બિનીમાં જન્મ લીધો હતો. તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. કહેવામાં આવે છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં જ્ઞાનની પ્રાપ્તિ માટે ઘર છોડી દીધું હતું. અને સંન્યાસી બની ગયા હતા. ઘર છોડીને બોધિવૃક્ષની નીચે તેમણે કઠોર તપસ્યા કરીને જ્ઞાન પ્રાપ્તિ કરી હતી.
જે સ્થાન પર તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે સ્થાનને બોધગયા કહેવામાં આવે છે. આ સાથે જ ગૌતમ બુદ્ધને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. તેમણે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયી ધામધૂમથી જન્મોત્સવ ઉજવે છે. ઘરે દીવા પ્રગટાવે છે. આ સાથે જ ગૌતમ બુદ્ધ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા આર્ય સત્યોના ઉપદેશોને વાંચે અને સંભળાવે છે. આ સાથે જ તેમના ઉપદેશોનું અનુસરણ કરીને ધર્મના પથ પર ચાલવાની કોશિશ કરે છે. બુદ્ધ પૂર્ણિમાના ખાસ અવસર પર તમે પણ ખાસ ઉપદેશ વાંચો જે તમારું જીવન બદલી શકે છે.
ગૌતમ બુદ્ધના ઉપદેશ
- મનુષ્યને ક્યારે પણ ગુસ્સાની સજા મળતી નથી પરંતુ ગુસ્સાથી સજા મળે છે.
- હજારો લડાઈઓ બાદ પણ મનુષ્ય ત્યાં સુધી નથી જીતી શકતો જ્યાં સુધી તે પોતાના ઉપર વિજય પ્રાપ્ત ન કરી લે
- સૂર્ય, ચંદ્ર અને સત્ય આ ત્રણેય વસ્તુઓ ક્યારેય છૂપાતી નથી
- મનુષ્યને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાથી વધારે પોતાની યાત્રા પર ધ્યાન આપવું જોઇએ. જેવી રીતે લાખો શબ્દો વચ્ચે પણ શબ્ધ તમને શાંતિ આપી જાય છે
- જીવનમાં શાંતિ અને ખુશી જાઇએ તો ક્યારેય પણ ભૂતકાળ અને ભવિષ્યમાં ન અટકો
- સત્યના પથ પર ચાલવનારા લોકો જીવનમાં બે જ ભૂલો કરી શકે છે. પહેલી કાંતો સંપૂર્ણ રસ્તો કાપી ન શકે અને બીજો તે શરુઆત જ ન કરી શકે
- શાંતિ વ્યક્તિને અંદરથી આવે છે, એટલા માટે ક્યારેક ક્યારેક બહાર ખાવાની કોશિશ ન કરવી જોઈએ
- ક્યારેય બુરાઈથી બુરાઈ ખતમ થતી નથી. હંમેશા બુરાઈથી પ્રેમથી જ ખતમ કરી શકાય છે
- જે વ્યક્તિ પોતાનું જીવન સમજદારીથી જીવે છે તેને મૃત્યુથી પણ ડર નથી લાગતો
- મનુષ્ય પોતાના સારા અને ખરાબ સ્વાસ્થ્યનો જવાબદાર પોતે જ છે એટલા માટે પોતાના ખાનપાનનું ધ્યાન ચોક્કસ રાખો