Budh transit in Gemini : ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિ બુધ ગ્રહની સ્વરાશિ છે. મતલબ કે જ્યારે પણ બુધ ગ્રહ મિથુર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે શુભ ફળ પ્રદાન કરે છે. એટલા માટે બુધ ગ્રહના ગોચરથી 3 રાશિના જાતકો માટે આકસ્મિત ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણિએ કે આ લકી રાશિઓ કઈ કઈ છે.
કુંભ રાશિ (Kumbh Zodiac)
બુધગ્રહના ગોચર કુંભ રાશિના જાતકો શુભ સાબિત થઇ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિના દશમા ભાવમાં થયો છે. જેને નોકરી અને વેપારનો ભાવ માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમારે જોબમાં નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને આ દરમિયાન સારો નફો થઇ શકે છે. જ્યારે આર્થિક લાભના અવસર સ્વયં સામે આવશે. કામકાજની જવાબદારી વધી શકે છે. સાથે જ જે લોકોનો વેપાર બુધ અને શનિ ગ્રહ સંબંધીત છે તેમને આ સમયે સારો લાભ થઇ શકે છે.
આ પણ વાંચોઃ- Loban remedies: લોબાન ધૂપના ચમત્કારી ઉપાયો: નોકરી-ધંધામાં પ્રગતિની સાથે સાથે જીવનની તમામ મુશ્કેલીઓ થશે દૂર
મિથુન રાશિ (Mithun Zodiac)
તમને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે બુધગ્રહે પોતાની રાશિથી લગ્ન ભાવમાં ભ્રમણ કર્યું છે. સાથે જ બુધ ગ્રહ ચતુર્થ ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઇ શકે છે. સાથે જ વાહન અને પ્રોપર્ટી તમે ખરીદી કરી શકો છો. તમારે માતાના માધ્યમથી ધનલાભ થઇ શકે છે. સાથે જ નોકરિયાત લોકોને આ દરમિયાન કામકાજની વધારાની જવાબદારીઓ આવી શકે છે. કામના સિલસિલામાં વિદેશ યાત્રાની સંભાવનાઓ બની શકે છે. આ સમયે જીવનસાથીની વૃદ્ધી થઇ શકે છે.
આ પણ વાંચોઃ- તમે ભૂલથી પણ આ લોકોના પગે લાગ્યા તો પાપ પડશો, કોને પગે ન લાગવું જોઇએ?
વૃષભ રાશિફળ (Taurus Zodiac)
બુધ ગ્રહનો ગોચર વૃષભ રાશિના જાતકોને લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે કારણ કે બુધ ગ્રહ મારી રાશિના ધન ભાવમાં ગોચર કર્યું છે. એટલા માટે આ સમયે તમારે આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ નોકરી સંબંધિત પરીક્ષા અને સાક્ષાત્કારમાં સફળતાની આશા રાખી શકાય છે. આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. જ્યારે આ સમયે તમારી વાણીમાં પ્રભાવ જોવા મળી શકે છે. જેનાથી લોકો તમારાથી ઇમ્પ્રેસ થઇ શકે છે. વ્યાપારીઓને આ સમયે ઉધાર આપેલું ધન મળી શકે છે. બુધ ગ્રહ તમારા પંચમ ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારા સંતાન સંબંધિત શુભ માહિતી મળી શકે છે.