Budh Planet Gochar : વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને અર્થવ્યવસ્થા, ગણિત, વેપાર અને વાણીના કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિ પર સૂર્યદેવનું આધિપત્ય છે અને જ્યોતિષમાં સૂર્ય અને બુધમાં મિત્રતાનો ભાવ ગણવામાં આવે છે. એટલા માટે બુધ ગ્રહના ગાચરનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકો ઉપર જોવા મળશે. આનાથી ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બનશે. તો ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓમાં કઈ કઈ રાશિ છે.
ધન રાશિ (Dhan Rashi)
આ રાશિના લોકો માટે બુધ ગ્રહનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના નવમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેને ભાગ્ય અને વિદેશનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમય તમારી કિસ્મતનો સાથ મળી શકે છે. સાથે જ તમારે કામ કે વેપાર સંબંધી યાત્રા પર જવાનું થઇ શકે છે. વેપારીઓ માટે આ ગોચર લાભદાયક સિદ્ધ થઈ શકે છે. તમારે વેપારમાં ઉન્નતીના યોગ બનશે. સાથે જ બુધ ગ્રહ સપ્તમ અને દશમ સ્થાનના સ્વામી છે. એટલા માટે આ સમય તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થશે. આ સમયે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકશે. સાથે જ નોકરિયાત લોકોની પદોન્નતિ થઈ શકે છે.
આ પણ વાંચોઃ- Ram Temple | રામ મંદિરના કામમાં તેજી: 1,600 કામદારો, 18 કલાકની શિફ્ટને વધારી 24 કલાકની કરાઈ
સિંહ રાશિ (Leo Zodiac)
બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના જાતકો માટે સારા દિવસો આવી શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. સાથે જ બીજી તરફ 11માં ભાવનો સ્વામી છે. એટલા માટે આ સમયે તમારા આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે.સાથે જ આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમારા માટે ધન પ્રાપ્તિના નવા અવસર ખુલશે. જે લોકોને ધન સંબંધી મુશ્કેલીઓ આવી રહી છે તેમને સફળતા મળી શકે છે સાથે જ રોકાણથી લાભના સંકેત છે.
વૃશ્ચિક રાશિ (Scorpio zodiac)
આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિના કર્મક્ષેત્ર પર થવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમય તમારા કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે. તેમની નોકરીના નવા અવસર મળી શકે છે. બીજી તરફ નોકરિયાત લોકોને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. સાથે જ પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ થઈ શકે છે. સાથે જ તમારા કાર્યક્ષેત્રમાં સારી સ્થિતિ પ્રાપ્ત થશે.





