Rashifal રાશિ ભવિષ્યઃ અશુભ ગુરુ ચાંડાલ યોગ 30 ઓક્ટોબરે સમાપ્ત થશે; આ 3 રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે

Chandal Yog Guru And Rahu Yuti : વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને ગુરુ ગ્રહની યુતિ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ રહી છે, જેનાથી 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે અને દર ક્ષેત્રમાં સફળતા મળશે.

Written by Ajay Saroya
Updated : October 13, 2023 21:11 IST
Rashifal રાશિ ભવિષ્યઃ અશુભ ગુરુ ચાંડાલ યોગ 30 ઓક્ટોબરે સમાપ્ત થશે; આ 3 રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે
રાશિ ફળઃ ગુરુ અને રાહુનો અશુભ ચાંડાલ યોગ સમાપ્ત થવા જઈ રહ્યો છે. (Photo - Canva)

Chandal Yog Guru And Rahu Yuti : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ચાંડાલ અશુભ યોગ 30 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહ્યો છે. કારણ કે 30 ઓક્ટોબરે રાહુ ગ્રહ ગોચર કરશે. એટલ કે, રાહુ ગ્રહ મેષ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગુરુ ચાંડાલ યોગના અંત સાથે 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે, જેમની માટે આગામી 6 મહિના ખૂબ જ સારા રહેશે અને તેમની દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને અણધાર્યો આર્થિક લાભ પણ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

મેષ રાશિ

ગુરુ ચાંડાલ યોગની સમાપ્તિ સાથે, તમારા લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિમાં જ બની રહ્યો હતો. તેથી, તમે તમારા લગ્ન જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તેમજ તમને સુખની પ્રાપ્તિ થશે. સંતાન થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જેઓ અપરિણીત છે તેમના લગ્નના યોગ સર્જાઇ રહ્યા છે. જે લોકો વેપારી છે તેઓને આ સમયે સારો નફો મળી શકે છે.

મિથુન રાશિ

ગુરુ ચાંડાલ યોગનો અંત મિથુન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના આવકના ભવમાં બની રહ્યો હતો. તેથી આ સમયે, તમે જેમની સાથે બગાડ્યા હતા તેમની સાથે તમારા સંબંધો સુધરશે. તેમજ જૂના રોકાણમાંથી લાભ થશે. ઉપરાંત, આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત, તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે તેમજ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.

આ પણ વાંચો | 94 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે ‘ડબલ સંસપ્તક રાજયોગ’, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, થશે જબરદસ્ત આર્થિક લાભ

સિંહ રાશિ

ગુરુ ચાંડાલ યોગનો અંત સિંહ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારા ભાગ્યનો ઉદય કરશે. મતલબ કે જો તમારી ઉંમર 28 વર્ષથી વધુ છે તો તમે સરકારી નોકરી મેળવી શકો છો, લગ્ન પણ થઈ શકે છે. તેમજ તમને નસીબનો સાથ મળી શકે છે. સિંહ રાશિના જાતકો રાજનીતિ સાથે જોડાયેલા છે, તેમને કોઈ પદ મળી શકે છે. જે લોકો મીડિયા, મોડલિંગ, એડમિનિસ્ટ્રેટિવ, ફિલ્મ લાઇન, કવિ, લેખક છે, તેમની આગામી સમય બહું જ શાનદાર સાબિત થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ