Chandra Grahan 2022: આ વર્ષનું ચંદ્રગ્રહણ આજે લાગી રહ્યું છે. આજે કાર્તિક પૂર્ણિમા છે. વર્ષ બાદ કાર્તિક પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ લાગશે. ગ્રહણ ભારતના અનેક રાજ્યોની સાથે અન્ય દેશોમાં પણ દેખાશે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણ ભારતમાં 5 વાગ્યે 20 મિનિટની આસપાસ દેખાશે. ગ્રહણ 6:20 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સૂતક સમય ગ્રહણના નવ કલાક પહેલા જ લાગી જશે. એટલે કે 8.20 વાગ્યાથી શરુ થઈ ગયું છે. ગ્રહણમાં સૂતક સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્તિ બાદ લોકો ગંગા સ્નાન કરે છે. પોતાના ઈસ્ટદેવની પૂજા કરે છે. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરે છે. જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર ઉપર સૂર્યનો પડછાયો નથી પડતો આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.
કયા દેશોમાં દેખાશે ચંદ્ર ગ્રહણ
ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઉત્તર-પૂર્વ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ-પશ્વિમ યુરોપ સહિત અનેક દેશોમાં ચંદ્ર ગ્રહણ દેખાશે.
ચંદ્રગ્રહણ સમયે શું ન કરવું જોઈએ
- ચંદ્ર ગ્રહણનો સમય ગર્ભવતી મહિલાઓને વધારે સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણના સમયે મહિલાઓ ઘરની બહાર ન નીકળો અને સુવાથી બચવું
- ગ્રહણથી સમય પૂજા વગેરે ધાર્મિક કાર્ય ન કરો
- ગ્રહણના સમયે ચંદ્ર દેવ અથવા પોતાના ઇસ્ટ દેવના મંત્રોનો જાપ કરો.
- ચદ્ર ગ્રહણના સમયે મંદિરના કપાટને બંધ રાખો
- ગ્રહણના સમયે કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ.