Lunar Eclipse 2022: આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, ભૂલથી પણ ન કરતા આ કામ

Chandra Grahan 2022: ગ્રહણ સમાપ્તિ બાદ લોકો ગંગા સ્નાન કરે છે. પોતાના ઈસ્ટદેવની પૂજા કરે છે. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરે છે. જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર ઉપર સૂર્યનો પડછાયો નથી પડતો આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

Written by Ankit Patel
November 08, 2022 12:10 IST
Lunar Eclipse 2022: આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, ભૂલથી પણ ન કરતા આ કામ
ચંદ્ર ગ્રહણ ફાઈલ તસવીર

Chandra Grahan 2022: આ વર્ષનું ચંદ્રગ્રહણ આજે લાગી રહ્યું છે. આજે કાર્તિક પૂર્ણિમા છે. વર્ષ બાદ કાર્તિક પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ લાગશે. ગ્રહણ ભારતના અનેક રાજ્યોની સાથે અન્ય દેશોમાં પણ દેખાશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણ ભારતમાં 5 વાગ્યે 20 મિનિટની આસપાસ દેખાશે. ગ્રહણ 6:20 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સૂતક સમય ગ્રહણના નવ કલાક પહેલા જ લાગી જશે. એટલે કે 8.20 વાગ્યાથી શરુ થઈ ગયું છે. ગ્રહણમાં સૂતક સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્તિ બાદ લોકો ગંગા સ્નાન કરે છે. પોતાના ઈસ્ટદેવની પૂજા કરે છે. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરે છે. જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર ઉપર સૂર્યનો પડછાયો નથી પડતો આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

કયા દેશોમાં દેખાશે ચંદ્ર ગ્રહણ

ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઉત્તર-પૂર્વ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ-પશ્વિમ યુરોપ સહિત અનેક દેશોમાં ચંદ્ર ગ્રહણ દેખાશે.

ચંદ્રગ્રહણ સમયે શું ન કરવું જોઈએ

  • ચંદ્ર ગ્રહણનો સમય ગર્ભવતી મહિલાઓને વધારે સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણના સમયે મહિલાઓ ઘરની બહાર ન નીકળો અને સુવાથી બચવું
  • ગ્રહણથી સમય પૂજા વગેરે ધાર્મિક કાર્ય ન કરો
  • ગ્રહણના સમયે ચંદ્ર દેવ અથવા પોતાના ઇસ્ટ દેવના મંત્રોનો જાપ કરો.
  • ચદ્ર ગ્રહણના સમયે મંદિરના કપાટને બંધ રાખો
  • ગ્રહણના સમયે કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ