ચંદ્ર ગ્રહણઃ દેવ દીવાળી ઉપર લાગશે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, આ ત્રણ રાશિની ખુલી શકે છે કિસ્મત

lunar eclipse 2022: ચંદ્રગ્રહણના દિવસે તુલા રાશિમાં અનેક ગ્રહોની યુતિ પણ થનારી છે. જેનાથી આ ગ્રહણ કેટલાક રાશિઓના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે.

Written by Ankit Patel
November 02, 2022 12:30 IST
ચંદ્ર ગ્રહણઃ દેવ દીવાળી ઉપર લાગશે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, આ ત્રણ રાશિની ખુલી શકે છે કિસ્મત
ચંદ્રગ્રહણ પ્રતિકાત્મક તસવીર

Chandra Grahan 2022: પંચાગ અનુસાર વર્ષનું ચંદ્ર ગ્રહણ 8 નવેમ્બરના રોજ લાગવા જઈ રહ્યું છે. આ દિવસે દેવ દિવાળીનો સંયોગ પણ છે. સાથે સાથે કાર્તિક માસની એકાદશી તિથિ પણ છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણના દિવસે તુલા રાશિમાં અનેક ગ્રહોની યુતિ પણ થનારી છે. જેનાથી આ ગ્રહણ કેટલાક રાશિઓના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. તો ચાલો જોણીએ કે કઈ કઈ રાશિના જાતકોને લાભ મળશે.

મિથુન રાશિઃ આ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને વેપાર-ધંધામાં સારા ધનલાભના સંકેત છે. સાથે જ બેરોજગાર લોકોને નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. જો તમે નોકરીમાં કાર્યરત છો તો તમને કાર્યસ્થળ ઉપર નવી જવાબદારી મળી શકે છે.

પ્રતિયોગી વિદ્યાર્થીઓએ આ સમયે કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ સમયે તમને સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જો તમે મીડિયા, બેકિંગ અથવા શિક્ષાના ક્ષેત્રમાં જોડાયેલા છો તો તમારા માટે આ ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. આ સમયે શેર બજાર, સટ્ટો અને લોટરીમાં પણ ધનલાભનો યોગ બની રહે છે.

કર્ક રાશિઃ આ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ શુભ ફળદાયી સિદ્ધ શઈ શકે છે. આ સમય તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. સાથે જ તમે રાજનીતિના ક્ષેત્રમાં જોડાયેલા છો તો તમને કોઈ પદ મળી શકે છે. આર્થિક રૂપથી તમે મજબૂત થઈ શકો છો. તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. તમે નવા વેપાર અને રોકાણ કરવાની ઈચ્છા ધરાવો છો તો આ સમય સારો છે. આ ગ્રહણના પ્રભાવથી તમને કોર્ટ કચેરીના મામલામાં પણ સફળતા મળતી દેખાઈ રહી છે. ધર્મ-કર્મના કામોમાં મન લાગશે.

કુંભ રાશિઃ ચંદ્ર ગ્રહણ આ લોકોના કરિયર અને વેપારની દ્રષ્ટીએ સારું સાબિત થઈ શકે છે. આ સમયે તમને વેપારમાં સારો ધનલાભ થઈ શકે છે. જે લોકો આ સમયે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તેમના માટે આ યોગ્ય સમય છે. આ સમયે તમને ભાગ્યનો પણ સાથ મળી શકે છે. સાથે જ જે કામ ઘણા દિવસોથી અટકેલું છે તેમાં તમને સફળતા મળી શકે છે. વિદેશ યાત્રાનો પણ યોગ બની રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ