Dhanteras 2022: ક્યારે છે ધનતેરસ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ

Dhanteras 2022 : નવરાત્રીનો તહેવાર પુરો થઈ ગયો હવે દિવાળી આવશે. ધનતેરસથી દિવાળીના તહેવાર (Diwali) ની શરૂઆત થાય છે, તો જોઈએ ધનતેરસ કઈ તારીખે (Dhanteras date) છે, શું છે શુભ મુહૂર્ત (Muhurt), પૂજા વિધિ (pujan vidhi) અને મહત્ત્વ (importance).

Written by Kiran Mehta
October 09, 2022 19:53 IST
Dhanteras 2022: ક્યારે છે ધનતેરસ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ
ધનતેરસ 2022 - શુભ મુહૂર્ત, પીજા વિધિ અને મહત્વ

Dhanteras 2022: શાસ્ત્રોમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર, આ તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર દિવાળીના તહેવાર (Diwali Festival) ની શરૂઆત દર્શાવે છે. આ દિવસે ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસે સોનું, ચાંદી અને વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ…

ધનતેરસની તારીખ

વૈદિક પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 22 ઓક્ટોબર, શનિવારે સાંજે 06:01 વાગ્યે શરૂ થશે અને 23 ઓક્ટોબર, રવિવારે સાંજે 06:04 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયતિથિને આધાર ગણીને 23 ઓક્ટોબરે જ ધનેરાસનો તહેવાર ઉજવવામાં આવશે.

ધનતેરસનું શુભ મુહૂર્ત

જ્યોતિષ કેલેન્ડર મુજબ, ધનતેરસ પૂજાનો શુભ સમય 23 ઓક્ટોબરે સાંજે 05:43 થી 06.06 સુધીનો રહેશે. પ્રદોષ કાલનો સમય 23 ઓક્ટોબરે સાંજે 5.43 થી 8.17 સુધીનો રહેશે. બીજી તરફ ધનતેરસનું શુભ મુહૂર્ત લગભગ 21 મિનિટનું રહેશે.

પૂજા વિધિ જાણો

આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. તે પછી સ્વચ્છ કપડાં પહેરો. ધનતેરસ પર ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવાનો નિયમ છે. સાંજના શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ. આ દિવસે પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદવાની પરંપરા છે. તેથી, બજારમાંથી ચોક્કસપણે કંઈક ખરીદો અને તેને ઘરમાં વસાવો. આ દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં દીવા પ્રગટાવવા જોઈએ. કારણ કે ધનતેરસથી જ દીપાવલીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સાંજના શુભ મુહૂર્તમાં ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરો. તેમજ તિલક કર્યા પછી તેને ફૂલ, ફળ વગેરે ચઢાવો. સાથે જ ‘ઓમ હ્રીં કુબેરાય નમઃ’ આ મંત્રનો જાપ કરો. ભગવાન ધન્વંતરિને પ્રસન્ન કરવા માટે આ દિવસે ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચોધન માટે મની પ્લાન્ટથી પણ વધારે લાભદાયી છે આ છોડ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં લગાવવાથી મળશે શુભ ફળ!

મહત્ત્વ જાણો

પુરાણો અનુસાર જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે આ દિવસે ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કલશ લઈને પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ આ દિવસે ભગવાન ધન્વંતરી અને કુબેર દેવતાની પૂજા કરે છે. તેમને સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ