scorecardresearch

આ વર્ષે બે દિવસ ધનતેરસ!, પ્રદોષ વ્રત અને હનુમાન જ્યંતિનો સંયોગ, આ રહ્યા શુભ મુર્હૂત

Dhanteras 2022 – આ વર્ષે ધનતેરસ પર ખાસ યોગ છે. આ વિશેષ દિન પર ‘ત્રિપુષ્કર યોગ’ રહેશે. જે અંતર્ગત તમે જે પણ કાર્ય કરશો તેનું તમને ત્રણ ગણુ ફળ પ્રાપ્ત થશે. એટલે કે આ ધનતેરસ તમારા જીવનને લાભ જ લાભ પ્રદાન કરશે.

આ વર્ષે બે દિવસ ધનતેરસ!, પ્રદોષ વ્રત અને હનુમાન જ્યંતિનો સંયોગ, આ રહ્યા શુભ મુર્હૂત
ધનતેરસ પૂજા ફોટો

આ વખતે દિવાળીના તહેવારનુ મહત્વ બમણું છે. ‘સર્વાર્થ સિદ્ધિ’ અને ‘અમૃત સિદ્ધિ યોગ’ આ પર્વના મૂલ્યને વધારે છે. આ સાથે ‘ધનતેરસ પ્રદોષણ વ્રત’ અને ‘હનુમાન જયંતી’ પણ એક જ દિવસમાં છે. આ સંયોગનું વિશેષ મહત્વ રહેલું છે. કારણ કે આ સંયોગ 27 વર્ષ બાદ આવ્યો છે. ત્યારે બીજી એક ખાસ વાત એ છે કે ઘણા સમયથી વક્રી સમય ચાલી રહ્યો છે. ત્યારે શનિદેવ 23 ઓક્ટોબરના રોજ માર્ગી થશે.

આ વર્ષે ધનતેરસ પર ખાસ યોગ છે. આ વિશેષ દિન પર ‘ત્રિપુષ્કર યોગ’ રહેશે. જે અંતર્ગત તમે જે પણ કાર્ય કરશો તેનું તમને ત્રણ ગણુ ફળ પ્રાપ્ત થશે. એટલે કે આ ધનતેરસ તમારા જીવનને લાભ જ લાભ પ્રદાન કરશે.

પંચાગ પ્રમાણે કાર્તિક માસની ત્રયોદશી તિથી 22 ઓક્ટોબર સાંજે 6: 2 મિનિટથી શરૂ થશે. આ ત્રયોદશી તિથીનું 23 ઓક્ટોબરે 6: 3મિનિટ પર સમાપન થશે. જો જ્યોતિષ શાસ્ત્ર મુજબ વાત કરીએ તો ખરેખર તો ધનતેરસની પૂજા પ્રદોષ કાળમાં કરવાનું મહત્વ છે. પરંતુ ત્રયોદશી તિથિ 23 ઓક્ટોબરના પ્રદોષ કાળના પ્રારંભ સાથે પૂર્ણ થઇ જાય છે. એવામાં ધનતેરસની 22 ઓક્ટોબર 2022ના રોજ ઉજવણી કરવી યોગ્ય રહેશે.

ધનતેરસના શુભ દિવસ પર સ્વાસ્થના દેવતા ધનવંતરીની પૂજા કરવાનું અનેરુ મહત્વ છે. આ દિવસ નિમિત્ત ધનવંતરીની આરાધના કરી સંયમ તેમજ નિયમસર જીવન જીવે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. મહત્વનું છે કે, દેવી લક્ષ્મી સાગર મંથનથી અવતરિત થઇ હતી. ત્યારે આ જ પ્રકારે ભગવાન ધનવંતરીની પણ અમૃત કળશ સાથે સાગર મંથનથી જ ઉત્પતિ થઇ છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સારું સ્વાસ્થ અને લાંબુ આયુષ્ય જરૂરી છે. જે હેતુથી દિવાળીના આગલા દિવસે એટલે કે ઘનતેરસના દિવસથી દીપમાળા પ્રગટાવાય છે.

ધનવંતરીના પ્રાગ્ટ્ય અંગે વાત કરીએ તો તેમનો જન્મ કાર્તિક કૃષ્ણ પત્રની ત્રયોદશી તિથિના દિવસે થયો હતો. ત્યારથી આ તિથિને ધનતેરસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. ધનવંતરી રથ જ્યારે પ્રગટ થયા હતા તે સમયે તેના હાથોમાં અમૃત ભરેલો કળશ હતો. તેથી આ ખાસ દિવસ પર વાસણ ખરીદવાની પરંપરા છે.

આ સાથે લોકોમાં એવી માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ભગવાન કુબેરને સફેદ મિઠાઇનો ભોગ, જ્યારે ધનવંતરીને યેલો મીઠાઇ અને યેલો વસ્તુ પ્રિય છે. ધનવંતરીની પૂજાની સામગ્રીમાં ફળ, ફૂલ, ચોખા તેમજ રોલી-ચંદન તથા ધૂપ-દીપ સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. આ પૂજા સાંજના સમયે પૂરા પરિવાર સાથે કરવી. પૂજાના પ્રારંભમાં વિધ્નહર્તા ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને સ્નાન કરાવ્યા બાદ ચંદન કે પછી કુમકુમ તિલક લગાવવું. આ સાથે ગણેશજીને લાલ રંગના વસ્ત્ર પહેરાવી તેમના ચરણોમાં પૂષ્પ અર્પણ કરવા.

સૂર્ય અસ્ત થયાના બે કલાક બાદનો સમય પ્રદોષ કાળનો માનવામાં આવે છે. જે અંતર્ગત ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. અનુષ્ઠાનોના પ્રારંભ પહેલાં નવા વસ્ત્રો વચ્ચે મુઠ્ઠીભર અનાજ રાખવામાં આવે છે. પૂજા માટે સૌપ્રથમ નવા કપડાને ચોકી પર ગોઠવવું જોઇએ. જેના પર અડધો કળશ પાણીનો ભરી તેમાં ગંગાજળ નાંખવું. આ સાથે સોપારી, ફૂલ, એક સિક્કો ચોખા સહિત અનાજ રાખવું.

આ બાદ ॐ શ્રી હી શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ, ॐ શ્રી હી શ્રી મહાલક્ષ્મયે નમ: મંત્રનો જાપ કરવો જોઇએ. ત્યાર બાદ એક પ્લેટમાં માં લક્ષ્મીની મૂર્તિનું પંચામૃત (દૂધ, દહીં, ઘી, માખણ તેમજ મધનું મિશ્રણ)થી સ્નાન કરાવું. સ્નાન કરાવ્યા પછી દેવી લક્ષ્મીને ચંદન લગાવવું તેમજ સિંદૂર, હળદર, ગુલાલ વગેરે અર્પિત કરવું. માં લક્ષ્મીની પૂજા વિધિવત રીતે પૂજા કર્યા બાદ પરિવારના સભ્યોએ હાથ જોડીને અતૂટ અને ખરા ભાવ સાથે સફળતા, સમૃદ્ધિ, ખુશી તથા કલ્યાણની કામના કરવી.

પૂજાનું શુભ મૂહર્ત

ભગવાન ધનવંતરીની પૂજા માટે 22 ઓક્ટોબરના સાંજે 7: 10 મિનિટથી રાત 8: 24 મિનિટ સુધી શુભ મૂહર્ત છે. પ્રદોષ કાળ સાંજ 5:52થી રાત 8:24 તો વૃષભ કાળ સાંજ 7: 10 રાત 9: 6 સુધી રહેશે. આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર અને ઇન્દ્ર યોગનો સંયોગ બને છે. જે ધનન વૃદ્ધિ માટે ખુબ જ શુભ માનાય છે. ત્રિપુષ્કર યોગ બપોરે 1: 50થી સાંજ 6: 2 સુધી રહેશે. જ્યારે ઇન્દ્ર યોગ સાંજે 5: 13થી 23 ઓક્ટોબર સાંજ 4: 7 સુધી રહેશે. 23 ઓક્ટોબરે અમૃત સિદ્ધી યોગ બપોરે 2: 34થી સાંજ 6:30 સુધી રહેશે. તો સર્વાથ સિદ્ધી યોગ આખો દિવસ રહેશે.

ધનતેરસના શુભ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની ચાંદીની પ્રતિમા ઘરે લાવવાથી ધર અને વેપાર-ધંધામાં સમૃદ્ધિ આવશે. ઉલ્લેખનીય છે કે, ધનતેરસ પર ચાંદી ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જે અંગે એવી માન્યતા છે કે આ ચંદ્રમાંનુ પ્રતીક છે. જે શીતળતા પ્રદાન કરે છે અને મનને સંતોષ રૂપી ધનનો વાસ થાય છે. સંતોષને સૌથી મોટું ધન કહેવાય છે. ધનવંતરી જે ચિકિત્સાના દેવતા પણ છે, જેને સ્વાસ્થ અને સેહત બંનેની પ્રાર્થના કરવામાં આવે છે. દિવાળીની રાત્રે પણ લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ ખરીદવામાં આવે છે.

શનિ અને ગુરૂના આ સંયોગની વેપાર, ધંધા તેમજ કાર્યક્ષેત્રમાં સારી અસર જોવા મળી શકે છે. એવામાં ઇન્સ્યોરન્સ, ઓટો, સીમેંટ તેમજ ઓયલ કંપની તથા ટેક્સટાઇલ સહિત ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ક્ષેત્રમાં રોકાણ કે ખર્ચ કરવો ફાયદારક સાબિત નીવડશે.

Web Title: Dhanteras 2022 shubh muhurat puja samagri diwali festival

Best of Express