Dhanteras 2025 date, time and puja muhurat: હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બે તેરસ હોવાના કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે. આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ દિવસે સોનું-ચાંદી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, વાસણો, સાવરણી, વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઇ બીજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવતાઓના વૈધ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. તેથી જ તેને ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે. ધનતેરસની તારીખ, ખરીદીનું શુભ મુહૂર્ત અને અન્ય માહિતી જાણીએ.
ધનતેરસ 2025 ક્યારે છે?
પંચાંગ અનુસાર આ વર્ષે આસો વદ તેરસની તિથિ શનિવાર, 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે રવિવાર 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 વાગ્યા સુધી ચાલશે. પ્રદોષ સમયગાળાને કારણે ધનતેરસનો તહેવાર શનિવાર, 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
ધનતેરસ 2025 પર બની રહ્યા છે શુભ યોગ
આ વર્ષે ધનતેરસ પર અનેક શુભ યોગની રચના થવા જઈ રહી છે. આ દિવસે બ્રહ્મ યોગ, ઉત્તરાફાલ્ગુની, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે બુદ્ધાદિત્ય અને કલાત્મક યોગનું નિર્માણ થશે. બ્રહ્મ યોગ 18 ઓક્ટોબરની સવારથી લઇને રાતના 1:48 વાગ્યા સુધી રહેશે. આ સિવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઇને બપોરે 3:41 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તરફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે.
આ પણ વાંચો – દિવાળી પહેલા ખરીદી લો આ 4 વસ્તુઓ, માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે, સુખ-સમૃદ્ધિ વધશે
ધનતેરસ પૂજા નું શુભ મુહૂર્ત
- પૂજાનો શુભ સમય – 18 ઓક્ટોબરે સાંજે 7:16 થી 8:20 સુધી
- બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:43 થી 5:33 સુધી
- અભિજિત મુહૂર્ત – સવારે 11:43 થી બપોરે 12:29
- પ્રદોષ કાલ – સાંજે 05:48 થી રાત્રે 08:20 સુધી
- વૃષભ કાલ – સાંજે 07:16 થી રાત્રે 09:11
ધનતેરસ પર ગોલ્ડ-સિલ્વર ખરીદવાનું શુભ મુહૂર્ત
ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય – 18 ઓક્ટોબરે બપોરે 12:18 થી 19 ઓક્ટોબર સવારે 06:26 સુધીધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય – 19 ઓક્ટોબરે સવારે 06:26 થી બપોરે 01:51 સુધી
યમ દીપદાનનો સમય
ધનતેરસના દિવસે યમ દીવા પ્રગટાવવાની પરંપરા છે. આ દિવસે સાંજે 5:48 થી રાત્રે 8:20 સુધી દીપ પ્રગટાવવામાં આવે છે.
ધનતેરસનું મહત્વ
શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી આસો વદ તેરસે અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ધન્વંતરીએ વિશ્વને ચિકિત્સા અને આયુર્વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું, તેથી જ આ દિવસને ધનતેરસ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, વાહન વગેરેની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કંઈપણ નવું અને મૂલ્યવાન ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ આવે છે, જે જીવનમાં સમૃદ્ધિ, સૌભાગ્ય અને ખુશી જાળવી રાખે છે.
ડિસ્ક્લેમર- આ લેખ વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તમે તે સાચું અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.