‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે..’ આ ગીત જ્યારે વાગે ત્યારે આપણા રોમરોમમાં ભક્તિનો રોમાંચ પ્રસરી જાય છે. જેમ મિત્ર સુદામાની તમામ ઈચ્છાઓ પૂરી કરી હતી એમ ભગવાર દ્વારકાધીશ પોતાના ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જોકે, દ્વારકામાં રહેલું દ્વારકાધીશનું મંદિર ઐતિહાસિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વનું છે.
ભક્તો વહેલી સવારથી દ્વારકાધીશની આરતી અને દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી જતા હોય છે. ત્યારે અમે તમને તમારા ઘરે બેઠાં બેઠાં જ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના દર્શન કરાવીશું.