Eid-Al-Adha 2025 History and Importance: ઈસ્લામ ધર્મ માટે બકરી ઈદનો તહેવાર ખૂબ જ ખાસ છે. તેને ઈદ ઉલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર ઈદ ઉલ-અઝહાનો તહેવાર 12માં મહિના ઝુ અલ-હજ્જાહના 10માં દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે ઝુ અલ-હજ્જાહ મહિનો 30 દિવસનો છે. તેથી આ વર્ષે બકરીઈદ 7 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવશે.
કુર્બાની શા માટે આપવામાં આવે છે?
ઇસ્લામિક માન્યતાઓ અનુસાર એકવાર અલ્લાહે પયગંબર હઝરત ઇબ્રાહિમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો હતો. તેથી તેમણે હઝરત ઇબ્રાહિમને સ્વપ્ન દ્વારા તેમની પ્રિય વસ્તુઓમાંથી એકની અલ્લાહને કુર્બાન કરવા કહ્યું હતું. જ્યારે હઝરત ઈબ્રાહીમ જાગ્યા તો તેઓ વિચારવા લાગ્યા કે તેમને સૌથી પ્રિય વસ્તુ કઈ છે? તમને જણાવી દઈએ કે હઝરત ઈબ્રાહિમ પોતાના એકમાત્ર પુત્ર ઈસ્માઈલને સૌથી વધુ પ્રેમ કરતા હતા. એક વસ્તુ તેમને સૌથી વધુ પ્રિય હતી. પરંતુ અલ્લાહની માંગ પૂરી કરવા માટે તે પોતાના પુત્રની કુર્બાની આપવા તૈયાર થઈ ગયા હતા.
જ્યારે તે પોતાના પુત્રનું બલિદાન આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમને એક શેતાન મળ્યો. હઝરત ઈબ્રાહીમને પૂછ્યું કે તમે તમારા પુત્રની કુર્બાન કેમ કરી રહ્યા છો, તેના બદલે કોઈ પ્રાણીની કુર્બાવી આપો. હઝરત ઈબ્રાહીમ સાહેબને શેતાનની આ વાત ગમી પરંતુ તેઓએ વિચાર્યું કે આ અલ્લાહ સાથે વિશ્વાસઘાત હશે અને તેમના દ્વારા આપવામાં આવેલા આદેશોની અવજ્ઞા હશે. તેથી કંઈપણ વિચાર્યા વિના, તે તેમના પુત્ર સાથે આગળ વધ્યા.
આ પણ વાંચો – જીવનમાં જ્યારે કોઇ રસ્તો ના દેખાય તો ભીષ્મ પિતામહની આ 5 વાત યાદ રાખો, મુશ્કેલીમાં મળશે હિંમત
તે ત્યાં પહોંચી ગયા જ્યાં તેમના પુત્રનું બલિદાન આપવાનું હતું. પરંતુ પિતાના પ્રેમે તેમને આમ કરતા અટકાવ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી હતી જેથી પુત્ર મોહ અલ્લાહના માર્ગમાં અવરોધ ન બને. આ પછી તેમણે બલિદાન આપ્યું હતું. પરંતુ જ્યારે તેમણે તેમની આંખો પરથી પટ્ટી હટાવી ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમનો પુત્ર ઈસ્માઈલ સુરક્ષિત છે અને તેની જગ્યાએ ડુમ્બા (બકરાની એક પ્રજાતિ)ની કુરબાની આપવામાં આવી છે. ત્યારથી બકરાની કુર્બાની આપવામાં આવે છે.
કુર્બાન કરેલા બકરાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે
બકરી ઈદના દિવસે જે બકરાની કુર્બાની ચઢાવવામાં આવે છે. તેને ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે. તેમાંથી પ્રથમ ભાગ ઘર-પરિવાર માટે, બીજો ભાગ મિત્ર અથવા નજીકના મિત્રને અને ત્રીજો ભાગ ગરીબ અથવા જરૂરિયાતમંદોને આપવામાં આવે છે.
બકરી ઈદના થોડા દિવસો પહેલા લોકો બકરી ખરીદીને ઘરે લાવે છે. જેમને તે રોજ ખાવા-પીવાનું પૂરું પાડે છે. તેઓ પોતાના બાળકની જેમ જ તેની સંભાળ રાખે છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે તમે થોડા દિવસ પહેલા બકરી લાવો છો, ત્યારે તેનું પાલન-પોષણ કરવાથી તેના પ્રત્યેનો તમારો પ્રેમ જાગે છે. જે રીતે હઝરત ઈબ્રાહીમને પોતાના પુત્ર પ્રત્યે પ્રેમ હતો.





