Eid ul Fitr 2023 Date: રમઝાન મહિનાના સમાપન અને ચાંદ દેખાવવાની સાથે જ ઇદ-ઉલ-ફિતરનો તહેવાર મનાવવામાં આવે છે. તેને મીઠી ઇદ પણ કહેવામાં આવે છે. મુસ્લિમ સમુદાયના લોકો ઘણા ધામધુમ સાથે આ પર્વને મનાવે છે. ઇદ-ઉલ-ફિતર બે શબ્દોથી મળીને બન્યો છે, જે ઇદ અને ફિતર છે. ઇદના પર્વને નાના-મોટા, અમીર-ગરીબ બધા મનાવે છે. આ સાથે જ સારા સ્વાસ્થ્ય અને એનર્જી માટે અલ્લાહનો આભાર માને છે.
એક મહિનાના રોજાની સમાપ્તિ પર ઇદનું પર્વ મનાવવામાં આવે છે. રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત 24 માર્ચે થઇ હતી. આ પછી 29 કે 30 રોજા રાખ્યા પછી ચાંદને જોઈને ઇદની જાહેરાત કરવામાં આવે છે.
ભારતમાં ક્યારે છે ઇદ-ઉલ-ફિતર?
ઇસ્લામિક કેલેન્ડરના 10માં શવ્વાલની પ્રથમ તારીખ અને રમઝાનના અંતિમ ચાંદના દિદાર કર્યા પછી ઇદ-ઉલ-ફિતર મનાવવામાં આવે છે. ઇદની સાચી તારીખની જાહેરાત ચાંદને જોઈને કરવામાં આવે છે. ભારતમાં આ વર્ષે ઇદનું પર્વ 22 એપ્રિલે મનાવવામાં આવી શકે છે. જો ચાંદ 21 તારીખે દેખાશે તો 22 એપ્રિલે ઇદનું પર્વ મનાવવામાં આવશે, કારણ કે 22 એપ્રિલે 30 દિવસના રોજા પુરા થઇ જશે. ભારતમાં મુસ્લિમ સમુદાયના લોકો 29 કે 30 દિવસોના રોજ રાખે છે.
આ પણ વાંચો – ઈદની નમાજ પહેલા કેમ જરૂરી છે જકાત અને ફિત્રા અદા કરવી? ઇસ્લામમાં શું છે તેનું મહત્વ?
કેમ બદલાય છે દર વર્ષે ઇદની તારીખ
ઇદની તારીખ હિજરી કેલેન્ડરના કારણે દર વર્ષે બદલાય છે. કારણ કે આ કેલેન્ડર ચંદ્રની વધતી-ઘટતી ચાલ પ્રમાણે ગણવામાં આવે છે. જ્યારે નવો ચાંદ નીકળે છે ત્યારે ઇસ્લામી મહિનાની શરૂઆત થાય છે. તેના આધારે દુનિયાભરમાં અલગ-અલગ દિવસોમાં ઇદનો તહેવાર મનાવવામાં આવે છે.