ઈદ ઉલ ફિત્ર 2023: મુસ્લિમ સમુદાયમાં રમઝાનનું વિશેષ મહત્વ છે. રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. આ વર્ષે, રમઝાનનો પવિત્ર મહિનો 24 માર્ચથી શરૂ થયો હતો, જે ચાંદ જોયા પછી 22 અથવા 23 તારીખે ઈદ સાથે સમાપ્ત થશે. રમઝાનને પવિત્ર મહિનાઓમાંનો એક ગણવામાં આવે છે. તેને ‘કુરાનનો મહિનો’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ મહિનામાં પયગંબર મોહમ્મદ દ્વારા કુરાન અવતરિત કરાયું હતું. રમઝાન દરમિયાન દરરોજ ઉપવાસ રાખવાની સાથે અંતમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ઈદમાં નમાઝ પઢતા પહેલા જકાત અને ફિત્રા ચૂકવવી જરૂરી માનવામાં આવે છે. જકાત અને ફિત્રાને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે, તે શું છે અને તેને શા માટે ફરજ ગણવામાં આવે છે. ઝકાત અને ફિતરામાં કેટલું દાન આપવું જોઈએ અથવા કેવી રીતે કરવું જોઈએ.
જકાત શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો, ઝકાત એક પ્રકારનુ દાન છે, જે ઇદની નમાજ પહેલા જરૂરિયાતમંદ, અસહાય લોકોને આપવામાં આવે છે. મોહમ્મદ કાશિફના મતે, જકાત એ ફરજનું એક સ્વરૂપ છે જેનું પાલન કરવું આવશ્યક છે. તેથી, ઇસ્લામિક કાયદા અનુસાર, વ્યક્તિ માટે જકાત ચૂકવવી ફરજિયાત છે.
જકાત કેવી રીતે ચૂકવવામાં આવે છે?
હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, કેટલી જકાત આપવી યોગ્ય માનવામાં આવે છે, જેથી તેના પર અલ્લાહની દયા હંમેશા રહે. સમજીએ કે એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવેલા સોનાના ઘરેણા અને રોકડ વગેરેની કુલ કિંમતના 2.5 ટકા કાઢવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જકાત એ વસ્તુઓ પર ચૂકવવામાં આવે છે, જે ખરીદી કરવામાં આવી હોય અથવા જે વસ્તુને આખા વર્ષ માટે રાખવામાં આવી હોય.
ઝકાત કોણ આપી શકે?
જો ઘરમાં સાત સભ્યો હોય અને તે બધા નોકરી કે ધંધો વગેરે દ્વારા પૈસા કમાતા હોય તો પરિવારના દરેક સભ્યને ઝકાત આપવી ફરજ છે. સાદી ભાષામાં કહીએ તો, જો પુત્ર-પુત્રીઓ પણ ઘરમાં પૈસા કમાય છે, તો ફક્ત તેમના માતા-પિતાને જકાત આપવાની નથી હોતી, પરંતુ પુત્રો અને પુત્રીઓ પણ તેમની મિલકતની જકાત આપશે.
ઝકાત કોને આપવી જોઈએ?
જકાત માટે સૌથી પહેલા તેના પડોશમાં જોવામાં આવે છે કે, કોણ જરૂરિયાતમંદ કે લાચાર છે, જે ખુશીથી ઈદ નથી કરી શકતા. જો પડોશમાં કોઈ ન હોય, તો તે અન્ય કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે છે.
આ પણ વાંચો – Solar Eclipse 2023: ગુરુવારે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, 12 રાશિઓ ઉપર કેવી થશે અસર? શુભ ફળ મેળવવા શું કરવું?
ફિત્રા શું છે?
જકાતની જેમ ફિત્રા પણ ઈદની નમાજ પઢતા પહેલા આપવામાં આવે છે. જ્યારે વ્યક્તિની રોકડ, સોનાના દાગીનાના ના 2.5 ટકા જકાતમાં આપવામાં આવે છે. તો, ફિત્રા માટે અઢી કિલો ઘઉં અથવા તેની સમકક્ષ રકમ આપવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આનાથી વધુ ફિત્રા આપી શકો છો. તેની પાછળનો વિચાર એ છે કે, ઈદના દિવસે કોઈ ખાલી હાથ ન રહે. દરેકના ઘરમાં ખુશીઓ આવે.