હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2023નો એપ્રિલ મહિનો ખુબ જ ખાસ છે કારણ કે આ મહિનામાં અનેક મોટા તહેવારો આવે છે. આ મહિનાની શરુઆતમાં કામદા એકાદશીથી થશે અને સીતા નવમીની સાથે સમાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર અનુસાર એપ્રિલ મહિના બીજો માસ વૈશાખથી શરુ થાય છે. આ સાથે જ આ મહિનામાં અક્ષય તૃતિયા, હનુમાન જ્યંતિ, ચૈત્ર પૂર્ણિમા, વરુથિની એકાદશી જેવા વ્રત અને તહેવાર આવે છે.
એપ્રિલ 2023ના વ્રત તહેવાર
- 1 એપ્રિલ 2023- શનિવાર – કામદા એકાદશી
- 2 એપ્રિલ 2023 – રવિવાર- વામન દ્વાદશી
- 3 એપ્રિલ 2023- સોમવાર – સોમ પ્રદોષ વ્રત
- 4 એપ્રિલ 2023 – મંગળવાર- મહાવીર જ્યંતિ
- 5 એપ્રિલ 2023 – બુધવાર – ચૈત્ર પૂર્ણિમા વ્રત
- 6 એપ્રિલ 2023 – ગુરુવાર – હનુમાન જ્યંતિ
- 7 એપ્રિલ 2023 – શુક્રવાર – વૈશાખ માહ આરંભ
- 9 એપ્રિલ 2023 – રવિવાર – વિકટ સંકષ્ટી ચતુર્થી
- 13 એપ્રિલ 2023 – ગુરુવાર – કાલાષ્ટમી
- 14 એપ્રિલ 2023 – શુક્રવાર – મેષ સંક્રાંતિ, વૈસાખી, બિહુ, ખરમાસ સમાપ્ત
- 16- એપ્રિલ 2023 – રવિવાર વરુથિની એકાદશી
- 17 એપ્રિલ 2023 – સોમવાર – પ્રદોષ વ્રત
- 18 એપ્રિલ 2023 – મંગળવાર – માસિક શિવરાત્રી
- 20 એપ્રિલ 2023- ગુરુવાર – વૈશાખ અમાસ, સૂર્ય ગ્રહણ, દર્શ અમાસ
- 22 એપ્રિલ 2023- શનિવાર – અક્ષય તૃતિયા, પરશુરામ જ્યંતિ
- 23 એપ્રિલ 2023 – રવિવાર – વિનાયક ચતુર્થી
- 25 એપ્રિલ 2023 – મંગળવાર – સૂરદાસ જ્યંતિ, રામાનુજન જ્યંતિ, શંકરાચાર્ય જ્યંતિ, સ્કંદષષ્ઠી
- 27 એપ્રિલ 2023- ગુરુવાર – ગંગા સપ્તમી
- 28 એપ્રિલ 2023 – શુક્રવાર- બગલામુખી જ્યંતિ, માસિક દુર્ગાષ્ટમી
- 29 એપ્રિલ 2023 – શનિવાર – સીતા નવમી
કામદા એકાદશી
ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી વ્યક્તિને બ્રહ્મ હત્યા જેવા ગંભીર પાપથી મૂક્તિ મળી જાય છે.
ચૈત્ર પૂર્ણિમા 2023
ચૈત્ર માસની પૂર્ણિમા તિથિએ હનુમાનજીની જ્યંતિ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જીએ માતા અંજની અને રાજા કેસરીના ઘરે જન્મ લીધો હતો. હનુમાનજીને શિવજીના રુદ્ર અવતાર માનવામાં આવે છે.
અક્ષય તૃતિયા 2023
હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતિયા તિથિને અક્ષય તૃતિયાનો પર્વ માનવામાં આવે છે. અક્ષય તૃતિયાને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે અનેક યુગોનો આરંભ થાય છે. ભગવાન વિષ્ણુના અનેક અવતાર પણ છે. આ દિવસે સતયુગ અને ત્રેતા યુગનો આરંભ થયો છે.