Ganesh Visarjan 2025: ગણેશ વિસર્જન પર કરો આ ચમત્કારી ઉપાય, પરીક્ષામાં સફળતા મળશે, આર્થિક પ્રગતિ અને ઘર કંકાસ દૂર થશે

Ganesh Visarjan 2025 Astrology Tips : ભગવાન ગણેશ રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા કહેવાય છે. જો તમે કોઇ સમસ્યાથી પરેશાન છો કે ઇચ્છા અધૂરી છે, તો ગણેશ વિસર્જન વખત અમુક ચમત્કારી ઉપાય કરવાથી લાભ થાય છે.

Written by Ajay Saroya
September 01, 2025 16:01 IST
Ganesh Visarjan 2025: ગણેશ વિસર્જન પર કરો આ ચમત્કારી ઉપાય, પરીક્ષામાં સફળતા મળશે, આર્થિક પ્રગતિ અને ઘર કંકાસ દૂર થશે
Ganesh Visarjan 2025 Upay In Gujarati : ગણેશ વિસર્જન ભાદરવા સુદ ચૌદશ તિથિ પર થાય છે. (Photo: Social Media)

Ganesh Visarjan 2025 Astrology Tips : ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. ભાદરવી સુદ ચોથથી શરૂ થતો ગણેશ મહોત્સવ અનંત ચૌદશ પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થયા છે. 10 દિવસ સુધી ભક્તિ ભાવ સાથે પૂજા કર્યા બાદ અનંત ચૌદશ પર ગણપતિ બાપ્પાને વિદાય આપતી વખતે ભક્તોની આંખોમાં આસું આવી જાય છે. વિઘ્નહર્તા ગણેશ જી રિદ્ધ સિદ્ધિના દાતા છે અને ભક્તોની સમસ્યા દૂર કરે છે. જો તમને કોઇ સમસ્યા છે અથવા કોઇ મનોકામના છે તો ગણેશ વિસર્જન વખત અમુક ઉપાય કરવાથી સમસ્યા માંથી છુટકારો મળે છે. અહીં પરીક્ષામાં સફળતા, આર્થિક ઉન્નતિ, ઘર કંકાસ દૂર કરવા અને ગુસ્સા પર કાબુ મેળવવી જેવી સમસ્યાના સમાધાન માટે ગણેશ વિસર્જન પર આ ચમત્કારી ઉપાય કરવાથી લાભ થાય છે.

પરીક્ષામાં સફળતા :

જો તમે સતત કોઇ પરીક્ષ કે ઇન્ટરવ્યૂમાં અસફળ થઇ રહ્યા છો તો સુતરના દોરામાં સાત ગાંઠ મારીને જય ગણેશ કાટો ક્લેશ મંત્રનો જાપ કરો. પછી આ સુતરનો દોરો તમારા પાકીટ કે ખિસ્સામાં રાકો. તેનાથી સફળતા જરૂર મળશે.

મનોકામના પુરી કરવા :

જો તમારી કોઇ ઇચ્છા લાંબા સમયથી પુરી નથી થઇ રહી, તો તમારે ગણેશ વિસર્જન પહેલા વિઘ્નહર્તાનો જળ વડે અભિષેક કરો, મોદકનો ભોગ ધરાવી પોતાની મનોકામના જણાવો. આ ઉપાય કરવાથી તમારી મનોકામના બહુ જલદી પુરી થશે.

સમસ્યા દૂર કરવા :

જો તમે કોઇ સમસ્યા કે ઘરના કંકાશથી પરેશાન છો અને તમારી મુશ્કેલી કોઇને કહી શકતા નથી. આવી સ્થિતિમાં હાથીને લીલું ઘાસ ખવડાવી વિઘ્નકર્તાનું ધ્યાન કરી પોતાની સમસ્યા જણાવી પ્રાર્થના કરવાથી તમારી દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે.

આર્થિક પ્રગતિ માટે :

જો તમે આર્થિક સંકટથી પરેશાન છો અને ધન પ્રાપ્તિ કરવાની મનોકામના છે, તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાનદી બાદ પવિત્ર થઇ જાય, પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યા ઝડપથી દૂર થઇ જશે.

ગુસ્સા પર કાબુ મેળવવા માટે :

જો તમને વાત વાતમાં ગુસ્સો આવે છે તો, અનંત ચૌદશ થી સતત સાત દિવસ સુધી ગણેશ ભગવાનને લાલ રંગ ફુલ ચઢાવો. તેનાથી તમારો ગુસ્સો ઓછો થશે.

બાળક તોતડું બોલે છે :

જો તમારું બાળક તોતડું બોલે છે, તો તોતડાપણું દૂર કરવા માટે કેળાની એક માળા બનાવી ગણેશ ભગવાનને પહેરાવો. આ ઉપાય કરવાથી વાણી દોષ માંથી મુક્તિ મળશે.

ઘર કંકાશ દૂર કરવા માટે :

જો તમારા ઘરમાં દરરોજ કંકાશ, ઝઘડા થાય છે, તો અનંત ચૌદશ કે બુધવારે ગણેશ જીની મૂર્તિની ઘરના મંદિરમાં સ્થાપના કરો અને દરરોજ તેની પૂજા પાઠ કરો. તેનાથી ઘરમાં શાંતિ આવશે અને મનમેળ થશે.

ગણેશ જીને વિદાય આપતા પહેલા આ ઉપાય કરો :

ગણેશ જીને વિદાય આપતા પહેલા આ ઉપાય કરવો જોઇએ. ગણપતિ બાપ્પાને વિદાય કરવાની પહેલા ઘર કે ઓફિસના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. આમ કરવાથી ઘરમાં સુખ, શાંત અને સમૃદ્ધિનો વાસ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ