scorecardresearch

Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો કરિયર, બિઝનેસ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ કેવી રહેશે?

Gemini Yearly rashifal 2023: મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ 2023 (Mithun Yearly Horoscope 2023) કેવું રહેશે? તમારી આર્થિક સ્થિતિ, બિઝનેસ, રોકાણ, કરિયર, લગ્ન જીવન અને સંબંધ, આરોગ્ય વગેરે કેવું રહેશે, આ સાથે આ વર્ષે કયા ઉપાયો તમને વધારે લાભ અપાવશે તે પણ જોઈએ.

Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો કરિયર, બિઝનેસ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ કેવી રહેશે?
મિથુન રાશિ રાશિફળ 2023

Mithun Yearly Horoscope 2023 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મિથુન રાશિ (Gemini Yearly Horoscope 2023) ના ગ્રહોનો રાજકુમાર બુધ હોય છે. બુધને જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વેપાર, તર્ક શક્તિ અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં તમને શનિની પનોતીમાંથી મુક્તિ મળવાની છે. 17 જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર થતાં જ મિથુન રાશિના લોકોને પનોતીમાંથી મુક્તિ મળશે.

બીજી બાજુ, જો 1 જાન્યુઆરી, 2023 ના ગોચર પ્રમાણે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જોવામાં આવે છે, તો કેતુ તમારા પાંચમા ભાવમાં બેઠા રહેશે. બીજી તરફ સાતમા ભાવમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બનશે. આ સાથે જ આઠમા ભાવમાં શનિ અને શુક્રનો સંયોગ થશે. જ્યારે ગુરુ દસમા ભાવમાં સ્થિત હશે. અને 11મા ભાવમાં ચંદ્ર અને રાહુ છે. બીજી તરફ 17 જાન્યુઆરીએ શનિ નવમા ભાવમાં ગોચર કરશે. આ સાથે જ ગુરુ એપ્રિલમાં 11મા ભાવમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે મિથુન રાશિ (મિથુન રાશિફળ 2023) વાળા લોકોના કરિયર, બિઝનેસ અને પારિવારિક જીવન માટે 2023નું વર્ષ કેવું રહેશે…

મિથુન રાશિના લોકોની કારકિર્દી અને શિક્ષણ (Career Of Mithun Zodiac In 2023)

વર્ષ 2023 સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગોચર કુંડળીમાં ગુરુ અને બુધ કેન્દ્રમાં બિરાજમાન છે અને રાહુ લાભ સ્થાનમાં છે. ત્યાં કેતુ વિદ્યાના ભાવમાં બેઠા છે. એટલા માટે ધ્યાન ભટકશે. પરંતુ શિક્ષણમાં કોઈ અડચણ નહીં આવે. ઉચ્ચ શિક્ષણની તકો બની રહી છે. પરંતુ ગુરુની સ્થિતિ આખા વર્ષ માટે સારી રહેશે. એટલા માટે જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે, તેના માટે તકો સારી બની રહી છે. તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં એડમિશન લઈ શકો છો.

2023 માં મિથુન રાશિના લગ્ન જીવન અને સંબંધ (Married Life And Relationship Of Mithun Zodiac In 2023)

આ વર્ષે એપ્રિલ પછી તમારા બાળકના લગ્ન થઈ શકે છે. આ ઉપરાંત, જો તમે પોતે અપરિણીત છો, તો તમારા લગ્નની શક્યતાઓ પણ બની રહી છે. બીજી તરફ, જેઓ પરિણીત છે તેમને એપ્રિલ પછી સંતાન પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ સંબંધની શરૂઆત પણ થઈ શકે છે. વિવાહિત જીવન મધુર રહેશે.

મિથુન રાશિના લોકોનો વ્યવસાય (Busniess Of Mithun Zodiac In 2023)

વર્ષ 2023 તમારા માટે કામકાજ અને વ્યવસાયની દ્રષ્ટિએ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવની પનોતી સમાપ્ત થવા જઈ રહી છે. તમે નવું કામ શરૂ કરી શકો છો. બીજી બાજુ, 17 જાન્યુઆરી પછી, તમે નોકરી પણ બદલી શકો છો. તેમજ જેઓ બિઝનેસ શરૂ કરવા માંગે છે, તેઓ શરૂ કરી શકે છે. બીજી તરફ, જેઓ નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે. જો તમને તમારા ક્ષેત્રમાં કોઈ તક મળે તો તેને હાથથી જવા ન દો.

આ પણ વાંચોTaurus Yearly Horoscope 2023: વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો બિઝનેસ અને આર્થિક સ્થિતિ, આરોગ્યની સ્થિતિ કેવી રહેશે?

2023 માં મિથુન રાશિની આર્થિક સ્થિતિ (Finance Of Mithun Zodiac In 2023)

મિથુન રાશિની નાણાકીય સ્થિતિની દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ લાભ સ્થાનમાં બેઠા છે. સાથે જ 22 એપ્રિલ પછી ગુરુ પણ લાભ સ્થાનમાં આવશે. એટલા માટે જૂના રોકાણથી પણ લાભ થશે. આ સાથે જ શનિદેવ ભાગ્ય સ્થાનમાં આવશે. પછી ભાગ્યમાં પણ વધારો થશે. જ્યારે ભાગ્ય દ્વારા કર્મમાં પણ વૃદ્ધિ થશે. ત્યારે તમે વાહન અને મકાન ખરીદી શકો છો. તો, આ વર્ષે તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો.

આ પણ વાંચો – Aries Yearly Horoscope 2023: મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો કરિયર, બિઝનેસ અને દાંપત્ય જીવનની સ્થિતિ કેવી રહેશે?

2023 માં મિથુન રાશિનું સ્વાસ્થ્ય (Health Of Mithun Zodiac In 2023)

સ્વાસ્થ્યની દૃષ્ટિએ મિથુન રાશિના લોકો માટે વર્ષ 2023 સારું સાબિત થઈ શકે છે. શનિની પનોતી દૂર થતાં જ તમને રોગ, દેવા અને શત્રુથી મુક્તિ મળશે. કારણ કે લાંબા સમયથી તમને અથવા તમારા પરિવારના સભ્ય કોઈને કોઈ બીમારીથી પીડિત હતા. તો હવે તમે તેનાથી છુટકારો મેળવશો. આ વર્ષે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાઓનો સામનો કરવો નહી પડે. પરંતુ શનિદેવ તમારી ગોચર કુંડળીમાં આઠમા ભાવમાં રહેશે. જ્યારે મંગળ 12મા ભાવમાં ગોચર કરશે. તેથી આ વર્ષે વાહન સાવધાનીથી ચલાવો. આ વર્ષે તમને ગેસની સમસ્યા, જ્ઞાનતંતુઓની સમસ્યા, ઘૂંટણની સમસ્યા, મુસાફરીમાં તકલીફ પડી શકે છે. ખાસ કરીને એવા લોકો જેમના પર રાહુ અને શનિની મહાદશા ચાલી રહી છે.

આ પણ વાંચો – લાલ કિતાબ 2023 વાર્ષિક રાશિફળ : આ રાશિના જાતકોની કરિયર-બિઝનેસમાં પ્રગતિ થવાની સંભાવના, જાણો તમામ રાશિઓનું ભવિષ્ય

આ મહાન ઉપાય 2023 કરો (Remedy For Mithun Zodiac 2023)

આ વર્ષે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો. મા દુર્ગાની પણ પૂજા કરો. તેમજ શુક્રવારે દૂધ, દહીં અને ચોખાનું દાન કરો. તમે નીલમ પહેરી શકો છો. જે તમને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવશે.

Web Title: Gemini yearly horoscope 2023 how will the financial situation business career marriage life health be this year

Best of Express