Gita Jayanti 2024 : હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગશર સુદ અગિયારસની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ત્યારથી મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગીતા જયંતિ 11 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે ગીતા
ગીતાને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સનાતન ધર્મનો પ્રમુખ ગ્રંથ છે. મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ ગીતામાં લખાયેલો છે. ગીતામાં કર્મ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન યોગ દ્વારા જીવનના ઉદ્દેશ્યો અને ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું છે.
કુરુક્ષેત્રનું જ્ઞાન આજે પણ પ્રાસંગિક છે
કહેવાય છે કે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ જે જ્ઞાન આપ્યું હતું તેની મદદથી અર્જુને મહાભારતનું યુદ્ધ જીતી લીધું હતું. અર્જુનને આપેલ આ ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે અને જીવનમાં આવતા અવરોધોને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં ગીતા જયંતી પ્રસંગે અમે ગીતામાં રહેલા કેટલાક પ્રસિદ્ધ ઉપદેશો લાવ્યા છીએ, જેને તમે તમારા જીવનમાં ઉતારી શકો છો.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. (કર્મ કરો, ફળની ચિંતા ન કરો) : ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે હે અર્જુન, તમારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. આવી સ્થિતિમાં તમે ફક્ત તમારું કર્મ કરો અને પરિણામની ચિંતા કરશો નહીં. એટલે કે એક ધ્યેય બનાવો અને તેના પર સતત કામ કરતા રહો.
આ પણ વાંચો – ગીતા જયંતિ ક્યારે મનાવવામાં આવશે? આ દિવસે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તારીખ, મહત્વ અને શુભ યોગ
ક્રોધ પર નિયંત્રણ
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ક્રોધને લઇને ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુસ્સો કોઈપણ પ્રકારના વ્યક્તિનું પતન કરે છે. ગીતામાં તેઓ કહે છે કે ક્રોધથી ભ્રમ ઉભો થાય છે, જેના કારણે બુદ્ધિ બેચેન થવા લાગે છે અને બુદ્ધિ જ્યારે બેચેન થવા માંડે છે ત્યારે તર્ક કરવાની ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. જ્યારે માણસનો તર્ક નાશ પામે છે, ત્યારે વ્યક્તિનું નૈતિક પતન થવા લાગે છે.
સમત્વં યોગ ઉચ્યતે. (સમત્વ યોગ) : સમત્વમ યોગ ઉચ્યતે અર્થાત્ જો તમારી સામે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો તે સમયે મનુષ્યે એક સમાન રહેવાનું હોય છે. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું જ યોગ છે.
મન પર કાબુ
ગીતામાં શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે મનુષ્યે પોતાના મન પર કાબૂ રાખવો જોઈએ. જે માણસ પોતાના મન પર કાબૂ રાખી શકતો નથી, તેના માટે તેનું મન શત્રુ સમાન છે. બંધન અને મુક્તિનું રણ મન જ છે.
જ્ઞાનાગ્ની: સર્વકર્માણિભસ્મસાત્કુરુતે તથા. (જ્ઞાનનું મહત્વ) : આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સાથે જ્ઞાનની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે હે અર્જુન, જે રીતે સળગતી અગ્નિ લાકડાને બાળીને તેને ભષ્મ કરી નાખે છે, તેવી જ રીતે જ્ઞાન રુપી અગ્નિ જીવનના ભૌતિક કર્મોથી મળતા ફળને ભષ્મ કરી દે છે. આવી સ્થિતિમાં તમે જ્ઞાનમાં વધારો કરો છો અને જીવન ભૌતિક વસ્તુઓ પર કેન્દ્રિત ન હોય.