Guru Chandal Yog : ગુરુ ચાંડાલ યોગથી ઓક્ટોબર સુધીનો સમય 3 રાશિ માટે અશુભ; બીમારી, ધન હાનિ અને અકસ્માતનું જોખમ

Guru Chandal Yog Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ચાંડાલ યોગ શું છે અને આ યોગ કઇ રાશિમાં બની રહ્યો છે અને કઇ-કઇ રાશિના જાતકોએ સાધવાન રહેવાની જરૂર છે, જાણો વિગતવાર

Written by Ajay Saroya
August 07, 2023 19:26 IST
Guru Chandal Yog : ગુરુ ચાંડાલ યોગથી ઓક્ટોબર સુધીનો સમય 3 રાશિ માટે અશુભ; બીમારી, ધન હાનિ અને અકસ્માતનું જોખમ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ચાંડાલ યોગ અત્યંત અશુભ યોગ મનાય છે.

Guru Chandal Yog Effects on Zodiac : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ બનાવીને સમય સમય પર શુભ અને અશુભ યોગ બનાવે છે. જેની અસર માનવજીવન અને ધરતી પર પડે છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર સુધી મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ ગુરુ અને રાહુના મિલનથી બને છે. આવી સ્થિતિમાં અમુક રાશિના જાતકોએ ઓક્ટોબર સુધી સાવધાન રહેવું જોઈએ. ગુરુ ચાંડાલ યોગથી આરોગ્ય અને ધન હાનિ થઇ શકે છે. તો ચાલો જાણીયે કઇ-કઇ રાશિઓ એ સાવધાન રહેવું

મેષ રાશિ (Aries Zodiac)

મેષ રાશિના જાતકો માટે ગુરુ ચાંડાલ યોગ બહુ અશુભ સાબિત થઈ શકે છે. કારણ કે, ગુરુ ચાંડલ યોગ તમારી રાશિ એટલે કે મેષ રાશિના લગ્ન ભવમાં બની રહ્યો છે. એટલા માટે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તમને સમયાંતરે તાવ આવતો રહેશે. તેની સાથે માથાનો દુખાવોની સમસ્યા પણ રહેશે. બીજી તરફ, પરિણીત લોકોના તેમના જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. ઉપરાંત, તમારે આ સમયે નવી નોકરી શરૂ કરવાનું ટાળવું જોઈએ. ઉધાર આપવાનું પણ ટાળો. ઉપરાંત, નોકરીયાત – નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ (Mithun Zodiac)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો માટે ગુરુ ચાંડાલ યોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના આવકના ભવમાં બની રહ્યો છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. તેમજ લગ્ન જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, સાથે જ પ્રોફેશનલ લાઈફમાં પણ મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. ઉપરાંત, તમારે આ સમયે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

આ પણ વાંચો | શ્રાવણ માસમાં શિવ પૂજાના જ્યોતિષ ઉપાય – કષ્ટ થશે દૂર અને સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ

કન્યા રાશિ (Kanya Zodiac)

ગુરુ ચાંડાલ યોગ કન્યા રાશિના જાતકો માટે ખરાબ સમય સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના આઠમા ભાવમાં બની રહ્યો છે. આથી આ સમયગાળા દરમિયાન તમારા કેટલાક જૂના રોગો ઉથલો મારી શકે છે તેમજ કોઈ ગુપ્ત રોગ પણ થઈ શકે છે. તેમજ તમારે તમારા વૃદ્ધ પરિવારજનોના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ, કારણ કે અકસ્માત થવાનું જોખમ છે. ઉપરાંત ગુરુ ચાંડલ યોગ દરમિયાન નવા કામકાજ શરૂ કરવાનું પણ ટાળો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ