Guru Chandal yoga : ગુરુ ચાંડાલ રાજયોગથી ત્રણ રાશિઓને થશે નુકસાન, 30 ઓક્ટોબર સુધી ધન હાની અને નિષ્ફળતાના પ્રબળ યોગ

negative impact of guru chandal yoga : ગ્રહોના ગુરુ બૃહસ્પતિ આ સમયે મેષ રાશિમાં વિરાજમાન છે. આ રાશિમાં પહેલાથી રાહુ ગ્રહ છે. રાહુ ગ્રહને પાપોનો ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુ બૃહસ્પતિ અને રાહુની યુતિથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે.

Written by Ankit Patel
Updated : June 16, 2023 15:16 IST
Guru Chandal yoga : ગુરુ ચાંડાલ રાજયોગથી ત્રણ રાશિઓને થશે નુકસાન, 30 ઓક્ટોબર સુધી ધન હાની અને નિષ્ફળતાના પ્રબળ યોગ
ગુરુ ચંડાલ યોગની અસરો

Guru chandal yoga effect zodiac sign : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને નક્ષત્રોની સ્થિતિમાં જ્યારે ફેરફાર થાય છે તેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈના કોઈ અસર થાય છે. ગ્રહોના ગુરુ બૃહસ્પતિ આ સમયે મેષ રાશિમાં વિરાજમાન છે. આ રાશિમાં પહેલાથી રાહુ ગ્રહ છે. રાહુ ગ્રહને પાપોનો ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુ બૃહસ્પતિ અને રાહુની યુતિથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. આ યોગ 30 ઓક્ટોબર 2023ના દિવસે રાહુના વૃષભ રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓના જીવનમાં ખુબ જ પાડી શકે છે. ગુરુ ચાંડાલ યોગ બનવાથી અનેક રાશિઓની આર્થિક, શારીરિક સમસ્યાઓ પર વધારે અસર પડી શકે છે. જાણો ગુરુ ચાંડાલ યોગ બનવાથી કઈ રાશિઓને સંભાળીને રહેવું પડી શકે છે.

મેષ રાશિ (Aries zodiac sign)

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ચાંડાલ યોગ બનવાથી આ રાશિના જાતકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસની સાથે નોકરીમાં પણ થોડી સમસ્યાઓ આવી શકે છે. કાર્યસ્થળમાં થોડું સંભાળીને રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારના રોકાણ કરવાથી થોડું વિચાવું પડશે.

આ પણ વાંચોઃ- Yogini Ekadashi 2023 Upay : યોગિની એકાદશી પર કરો માત્ર આ ત્રણ ઉપાય, દુઃખોની સાથે મળશે દરેક પાપમાંથી મુક્તિ

મિથુન રાશિ (Gemini Zodiac sign)

ગુરુ ચાંડાલ યોગ બનવાથી આ રાશિના જાતકો માટે હિતકારી સાબિત નહીં થાય. દરેક કામમાં વધારે મહેનત કરવી પડી શકે છે. પરિવારની સાથે સાથે વૈવાહિક જીવનમાં પણ થોડો તણવા આવી શકે છે. બિઝનેસમાં પણ કોઈના કોઈ પ્રકારના નિર્ણય લેવાથી થોડું વિચારવું પડી શકે છે. ધન હાનીનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ વાતને પરિવાર અથવા ઓફસમાં વિવાદ પકડી શકે છે. આનાથી તમારે જ નુકસાન છે.

આ પણ વાંચોઃ- Navagraha Dosha tips: નવગ્રહના દોષ દૂર કરશે ઝાડના મૂળ – જાણો ક્યા ગ્રહના દોષ માટે ક્યા વૃક્ષના મૂળ ધારણ કરવા જોઇએ

ધન રાશિ (Sagittarius zodiac sign)

ધન રાશિના જાતકો માટે ગુરુ ચાંડાલ યોગ પ્રતિકૂળ સાબિત નહીં થાય. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની આવક ઉપર ખરાબ અસર પડી શકે છે. કારણવગરના ખર્ચથી પરેશાન થઈ શકે છે. આની સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લગ્ન જીવનમાં પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ એક સમય બાદ બધુ સારું થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ મુશ્કેલી થઈ શકે છે. તેના ભવિષ્યને લઇને તમે ખુબ જ ટેન્શનમાં રહી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ