scorecardresearch

બાળપણથી સેવાભાવ ધરાવનાર ગુરૂ નાનકની 553મી જયંતી, લંગરની શરૂઆત કેવી રીતે થઇ?

Guru Nanak Jayanti 2022- આ ખાસ દિવસ નિમિત્તે (Guru Nanak Jayanti 2022) ગુરૂ ગંથ સાહેબના સતત 48 કલાક સુધી અખંડ પાઠ કરી ભક્તિમાં લીન થાય છે. આ ઉપરાંત આ પ્રસંગને અનુલક્ષીને એક દિવસ પહેલા નગરમાં કીર્તન જુલૂસ કાઢવામાં આવે છે.

બાળપણથી સેવાભાવ ધરાવનાર ગુરૂ નાનકની 553મી જયંતી, લંગરની  શરૂઆત કેવી રીતે થઇ?
ગુરૂ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી

આજનો દિવસ શીખ સમુદાય માટે સૌથી મોટો દિવસ છે. આજે તેમના માટે સૌથી મોટો તહેવાર છે. તેઓ આજે મંગળવારે ગુરૂ નાનકજીની 553મી જયંતીની પૂરજોશમાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ ખાસ પર્વ પર કેટલીક રસપ્રદ વાત જાણીએ.

કાર્તિક પૂર્ણિમાને શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરૂ નાનક દેવની જયંતી તરીકે ધામઘૂમથી ઉજવણી કરવામાં આવે છે. શીખ સમુદાયના લોકો આ દિવસે ગુરૂ નાનકના પ્રકાશ ઉત્સવના રૂપમાં ભાવપૂર્વક ઉજવણી કરે છે. મહત્વનું છે કે, શીખ ધર્મના સમર્થકો માટે આ સૌથી મોટો તહેવાર છે.

આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોનારા શીખ ધર્મના લોકો નાનક જયંતીના બે દિવસ પહેલાથી ભારે ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી જાય છે. આ ખાસ દિવસ નિમિત્તે ગુરૂ ગંથ સાહેબના સતત 48 કલાક સુધી અખંડ પાઠ કરી ભક્તિમાં લીન થાય છે. આ ઉપરાંત આ પ્રસંગને અનુલક્ષીને એક દિવસ પહેલા નગરમાં કીર્તન જુલૂસ કાઢવામાં આવે છે. જેનું શીખ ત્રિકોણીય ધ્વજ, નિશાન સાહિબ લઇને ચાલનારા પાંચ લોકો જુલૂસનું નેતૃત્વ કરે છે, જેને પંજ પ્યારે તરીકે ઓળખવામાં આવે છે.

આ જુલૂસ દરમિયાન ગુરૂ ગ્રંથ સાહિબને પાલખીમાં લઇ જવામાં આવે છે. આ દરમિયાન લોકો ભજન ગાય છે, પારંપરિક વાજિંત્રો વગાડે છે તેમજ લોકો તેમના કૌશલ્યનું પ્રદર્શન પણ કરે છે. આજે 8 નવેમ્બર 2022ના રોજ ગુરૂ નાનક દેવની 553મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, ગુરુ નાનક દેવે હંમેશા માનવતા, સમૃદ્ધિ તેમજ સામાજીક ન્યાય માટે નિસ્વાર્થ ભાવે સેવાનો પ્રચાર કર્યો છે. પ્રકૃતિમાં ઇશ્વરની શોઘ કરનાર નાનક દેવ જાતિવાદનો વિરોધ કરતા હતા. તેઓ હંમેશા આ વિચારઘારની વિરૂદ્ધ રહ્યાં છે. ગુરૂ નાનકજી હંમેશા એ વાતને પ્રમુખ રાખતા હતા કે, દરેક માણસ સમાન છે, કોઇ પણ ધર્મના હોય તે પછી મહિલા હોય કે પુરૂષ.

આ પણ વાંચો: Lunar Eclipse 2022: આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, ભૂલથી પણ ન કરતા આ કામ

નાનકજીના જીવન અંગે વાત કરીએ તો તેનો હિન્દુ પરિવારમાં જન્મ થયો હતો. તેમના પિતા ગામના પ્રસિદ્ધ વેપારી હતા. ત્યારે તેઓ નાનકજીને પણ આ ધંધો શીખવવા માંગતા હતા. જેને લઇને નાનકજી 12 વર્ષના હતા ત્યારે તેના પિતા તેમને થોડા પૈસા આપી બજારમાં ડીલ કરવા માટે મોકલ્યા હતા.

મિંટના રિપોર્ટ અનુસાર નાનકએ એ પૈસાથી સંતોના એક મોટા સમુદાયને ભોજન કરાવી દીધું હતું. કારણ કે સંતો ઘણા દિવસોથી ભૂખ્યા હતા. એટલે કે નાનકજી બાળપણથી જ સેવાભાવ ધરાવતા હતા. ગુરુ નાનકજીએ આ ભાવને સાચા વેપાર તરીકે વર્ણવ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ક્યારે અને કંઇ રીતે જોઇ શક્શો?

ગુરૂ નાનક જયંતી પર જુલૂસ અને સમારંભ પછી સ્વંયસેવકો ગુરૂદ્વાર ખાતે મોટાપાયે લંગરનું આયોજન કરે છે. જેનું શીખ ધર્મમાં વિશેષ મહત્વ છે. એવી માહિતી છે કે લંગરની શરૂઆત ગુરૂ નાનકના કોમ્યૂનિટી કિચન તરીકે કરવામાં આવી હતી. જેનો હેતુ અલગ અલગ જાતિના ભૂખ્યા લોકોને એક સાથે જમાડવાનો છે.

Web Title: Guru nanak jayanti 2022 celebration langar histroy news

Best of Express