Hanuman jyanti 2023 date shubh muhurat puja vidhi : હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિના દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. એટલા માટે આ દિવસને હનુમાન જ્યંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. જોકે, અનેક સ્થળ પર હનુમાન જ્યંતિને કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનનો જન્મ વાનરરાજ કેસરી અને માતા અંજલીના ઘરે થયો હતો. બજરંબલીને ભગવાન શિવના રુદ્ર અવતાર માનવામાં આવે છે. ચાલો જાણીએ હનુમાન જ્યંતિનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર.
હનુમાન જ્યંતિ તિથિ
ચૈત્ર પૂર્ણિમા તિથિ આરંભઃ- 5 એપ્રિલ બુધવારે સવારે 9.19 વાગ્યાથી શરુ
ચૈત્ર પૂર્ણિમા તિથિ સમાપ્તઃ- 6 એપ્રિલ ગુરુવારે સવારે 10.4 વાગ્યાથી પુર્ણ
તિથિઃ- ઉદયા તિથિના આધારે હનુમાન જ્યંતિ 6 એપ્રિલ ગુરુવારે ઉજવવામાં આવશે
હનુમાન જ્યંતિ પૂજા મુહૂર્ત
પૂજાનું શુભ મુહૂર્તઃ- 6 એપ્રિલ સવારે 6.6 વાગ્યાથી લઇને સવારે 7.40 વાગ્યા સુધી
લાભ ઉન્નિ મુહૂર્તઃ- બપોરે 12.24 વાગ્યાથી લઇને બપોરે 1.58 વાગ્યા સુધી
સાંજના સમય પૂજા મુહૂર્તઃ- 5.7 વાગ્યાથી સાત્રે 8.7 વાગ્યા સુધી
શુભ ઉત્તમ મુહૂર્તઃ- સાંજે 5.7 વાગ્યાથી સાંજે 6.42 વાગ્યા સુધી
અમૃત સર્વોત્તમ મુહૂર્તઃ- સાંજે 6.42 વાગ્યાથી રાત્રે 8.7 વાગ્યા સુધી
હનુમાન જ્યંતિનો શુભ સમય
અભિજિત મુહૂર્તઃ- 6 એપ્રિલ સવારે 11.59 વાગ્યથી બપેરે 12.49 વાગ્યા સુધી
હસ્ત નક્ષત્રઃ- 5 એપ્રિલ સવારે 11.23 વાગ્યાથી 6 એપ્રિલ બપોરે 12.41 વાગ્યા સુધી
ચિત્રા નક્ષત્રઃ- 6 એપ્રિલ બપોરે 12.41 વાગ્યાથી 7 એપ્રિલ 1.33 વાગ્યા સુધી
હનુમાન જ્યંતિ પૂજા વિધિ
હનુમાન જ્યંતિના દિવસે સૂર્યોદયના સમેય બધા કામ પતાવીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ કરીને તાંબાના લોટામાં જળ, સિંદુર, લાલ ફૂડ નાંખીને સૂર્ય ભગવાનનો ચડાવો. ત્યારબાદ હનુમાનજીની વિધિવત પૂજા કરો. હનુમાનજીને ફૂલથી જળ અર્પણ કરો ત્યારબાદ લાલ ફૂલ, સિંદુર, કંકુ, ચોખા, પાન બીડું, લાલ લંગોટ વગેરે ચઢાવો. ત્યારબાદ ભોગમાં બુંદી અથવા મોતીચુરના લાડવા અર્પણ કરો. આ સાથે જ તુલસી પાન પણ ચઢાવો. ત્યારબાદ દીવો અને અગબત્તી પ્રગટાવો અને મંત્રનો જાપ કરો. અંતમાં વિધિવત રીતે આરતી કરીને ભૂલ ચૂક માટે માફી માંગવી.
હનુમાનજીનો મૂળ મંત્ર
ओम ह्रां ह्रीं ह्रं ह्रैं ह्रः || हं हनुमते रुद्रात्मकाय हुं फट् |
હનુમાનજીનો કવચ મૂળ મંત્ર
श्री हनुमंते नमः