chaitra punam, hanuman jyanti live darshan : ચૈત્ર પૂનમનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે ત્યારે આજના દિવસને રામ ભક્ત બજરંગબલી હનુમાન દાદાનો જન્મ દિવસ પણ કહેવામાં આવે છે. આજના દિવસે બજરંગબલીનો જન્મ થયો છે. ત્યારે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર ગુજરાતના સાળંગપુર ખાતે આવેલા વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાળંગપુરમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું અનાવરણ કરતા હવે ભક્તો આ વિશાળ મૂર્તના દર્શન કરી શકશે.બીજી તરફ ચૈત્ર પૂનમનું પણ હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ છે. આજના દિવસે આદ્યશક્તિ દુર્ગાના સ્થાન એવા અંબાજી મંદિર ખાતે હજારો ભક્તો પગપાળા ચાલીને જાય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે અમે અહીં કષ્ટભંજન દેવ સાળંગપુર અને આદ્યશક્તિ જગતજનની માતા દુર્ગા સ્વરૂપ અંબે માતાના લાઇવ દર્શન કરાવીશું.
કષ્ટભંજન દેવના લાઇવ દર્શન
ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સાળંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.
આદ્યશક્તિ અંબે માતાના લાઇવ દર્શન
ચૈત્ર પૂનમના દિવસે લાખો ભક્તો પગપાળા ચાલીને અંબાજી જાય છે. શક્તિપીઠ પૈકી એક અંબાજીમાં તહેવાર જેવો માહોલ જોવા મળે છે. આજના દિવસે અંબે માતાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.





