Holi 2024: હોળી દહનની રાતે કરો આ સિદ્ધ ઉપાય પલટાઈ શકે છે કિસ્મત, નોકરી, ચમકશે ધંધો, થશે ધન વર્ષા!!

હોળી દહનની રાત્રે આ સિદ્ધ ઉપાય જમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. તો તમારે સંપત્તિમાં વધારો કરવા, ઈચ્છા શક્તિ પુરી કરવા સહિત આ અલગ અલગ ઉપાય કરી શકો છો.

Written by Kiran Mehta
Updated : March 20, 2024 01:02 IST
Holi 2024: હોળી દહનની રાતે કરો આ સિદ્ધ ઉપાય પલટાઈ શકે છે કિસ્મત, નોકરી, ચમકશે ધંધો, થશે ધન વર્ષા!!
હોળી દહન ઉપાય (ફોટો - પવન ખેગરે - એક્સપ્રેસ)

Holi Dahan Vidhi Upay, હોળી વિધિ ઉપાય : હોળી ધુળેટી હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે. હોલિકા દહન પણ ખાસ છે. હોળીની રાતે જો આ સિધ્ધ ઉપાય કરવામાં આવે તો એના ઘણા સારા પરિણામ મળી શકે એમ છે. આ ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી ઉઠે એમ છે.

હિંદુ ધર્મમાં હોળી તહેવારનું વિશેષ મહત્વ છે. વૈદિક પંચાંગ અનુસાર આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચે હોળી મનાવવામાં આવશે. તેમજ બીજા દિવસે 25 માર્ચે ધૂળેટી રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હોળીની રાતને તંત્ર પ્રવૃત્તિની દ્રષ્ટિએ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે અહીં આવા જ કેટલાક સાબિત થયેલા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી લોકો હોળીની રાત્રે આ વિધી કરીને ધનમાં વધારો કરી શકે છે. તેમજ નવી નોકરીથી અથવા વેપારમાં પ્રગતિ પણ મળી શકે છે. આવો જાણીએ કયા કયા છે આ ઉપાયો.

સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાય

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો, હોલિકા દહનની આગની બાકી રહેલી રાખને ઘરે લાવીને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને કબાટ કે તિજોરી જેવા પૈસા રાખવા માટેની કોઈ જગ્યાએ રાખો. આમ કરવાથી ધનમાં વૃદ્ધિની સંભાવના રહેશે. સાથે જ ધનના નવા રસ્તા પણ બનશે.

ઈચ્છાપૂર્તિ માટે

જો તમારું કોઈ કામ અટકેલું હોય તો, હોલિકા દહન સમયે તમારે 7 પાનના પત્તા લેવા જોઈએ. આ પછી હોલિકા દહનની 7 વખત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં 1 પાંદડું નાખો. આ રીતે 7 પરિક્રમાના 7 પાન હોલિકા દહનમાં જશે. આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તેમજ જીવનમાં સમૃદ્ધિ પણ આવશે.

બિઝનેસ વધારવા માટે કરો આ ઉપાય

વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો, 21 ગોમતી ચક્ર લઈ હોળી દહનના દિવસે રાત્રે શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થશે. સાથે જ બિઝનેસમાં પણ સારો ફાયદો થશે.

અટકેલા કામ પૂરા કરવા

હોળીની રાત્રે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને સુખ-સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારું કામ થવા લાગશે. સાથે જ જીવનમાં સુખ-શાંતિ પણ રહેશે.

આ પણ વાંચો – Holi 2024 Date : હોળી 2024 તારીખ: હોળી ક્યારે છે? જાણો હોલિકા દહન મુહૂર્ત, પૂજા વિધિ અને સામગ્રી

હોલિકાની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો

જો તમે પૈસા કમાયા પછી પણ પૈસા બચાવી શકતા નથી, તો તમારે હોલિકાની આગમાં નાળિયેર ચઢાવવું જોઈએ. આમ કરવાથી ધનની તંગી દૂર થઈ શકે છે. સાથે જ સળગતી હોળીમાં નારિયેળની સાથે પાન અને સોપારી પણ ચઢાવો. માનવામાં આવે છે કે, આમ કરવાથી ધનમાં વધારો થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ