Jwalamukhi Yog : અનેક વખત કોઈ કામને લઇને આપણે ખૂબ જ ઉત્સાહિત હોઇએ છીએ. અને તેના માટે આપણે એકદમ સખત મહેનત કરીએ છીએ. પરંતુ અનેક વખત આ મહેનત રંગ લાવતી નથી. કારણે જે કામને લઇને તમે 100 ટકા વિશ્વાસ હોય કે આ કામમાં જરૂર સફળતા મળશે. પરંતુ આ કામમાં કોઈના કોઈ પ્રકારની અડચણ આવી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તનના કારણે તમારા કામ ઉપર અસર પડે છે. આ અશુભ યોગમાં એક જ્વાળામુખી યોગ પણ છે. તો ચાલો જાણીએ જ્વોળામુખી યોગ અંગે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્વાળામુખી યોગ એક એવો અશુભ યોગ છે જેમાં કોઈ જ પ્રકારના શુભ અથવા પવિત્ર કામ કરવાથી અશુભ પરિણામ આપે છે.
જૂન મહિનામાં ક્યાંથી ક્યાં સુધી જ્વાળામુખી યોગ?
પંચાગ અનુસાર 5 જૂન સવારે 3.23 વાગ્યાથી જ્વાળામુખી યોગ શરુ થઇ રહ્યો છે. જે 6.38 મિનિટ પર સમાપ્ત થશે.
ક્યારે બને છે જ્વાળામુખી યોગ?
ઉલ્લેખનીય છે કે યોગ તિથિ, યોગ અને નક્ષત્રના સંયોગથી બને છે. આ અશુભ યોગ પાંચ તિથિઓ અને 5 નક્ષત્રોના સંયોગથી બને છે.
- પ્રતિપદા તિથિના દિવસે મૂળ નક્ષત્ર હોય
- પંચમી તિથિના ભરણી નક્ષત્ર હોય
- અષ્ટમી તિથિને કૃતિકા નક્ષત્ર
- નવમી તિથિને રોહિણી નક્ષત્ર
- દશમી તિથિએ આશ્લેષા નક્ષત્ર
જ્વાળામુખી યોગનો શું થાય છે પ્રભાવ?
- જો કોઈના લગ્ન આ અશુભ યોગમાં થાય છે તો લગ્નમાં કોઇના કોઈ સમસ્યાનો સામનો જરૂર કરવો પડે છે. લગ્નજીવનમાં સુખ નથી રહેતું.
- માનવામાં આવે છે કે કોઈપણ શુભ કામને આ યોગ પર બિલ્કુલ પણ શરુ ન કરવું જોઇએ.
- જો કોઈ બાળકનો જન્મ જ્વાળામુખી યોગમાં થાય છે તો તેને અરિષ્ટ યોગ થઈ શકે છે. આના માટે કુંડળી દેખાડવી યોગ્ય રહેશે.
- જ્વાળામુખી યોગમાં વાવવામાં આવેલું બીજ પણ સારું ફળ આપતું નથી
- જો કોઈ વ્યક્તિ જ્વાળામુખી યોગમાં બીમાર પડી જાય તો તે લાંબા સમય સુધી બીમારીનો સામનો કરવો પડી શકે છે.
- નવું ઘર, કુવો ખોદવો અથવા નવા ઘરનો પાયો રાખવો અશુભ યોગમાં બિલ્કુલ નહીં રાખવી જોઇએ.