Jagannath Ratha Yatra 2025: અપરિણીત યુગલ જગન્નાથ મંદિરમાં કેમ નથી જઇ શકતા? જાણો શ્રાપ વિશેની રસપ્રદ કહાણી

Jagannath Ratha Yatra 2025: ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં અપરિણીત યુગલ કે સગાઇ થઇ હોય તેમને લગ્ન ન થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશવાની મનાઇ છે. સદીઓ જૂની પરંપરાનું આજે પણ કડક પાલન થાય છે.

Written by Ajay Saroya
June 13, 2025 17:36 IST
Jagannath Ratha Yatra 2025: અપરિણીત યુગલ જગન્નાથ મંદિરમાં કેમ નથી જઇ શકતા? જાણો શ્રાપ વિશેની રસપ્રદ કહાણી
Jagannath Ratha Yatra 2025 : ઓડિશાના પુરમાં ભગવાન જગન્નાથ મંદિર આવેલું છે. (Express File Photo)

Jagannath Puri Temple Interesting Facts: ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભગવાન શ્રીકૃષ્ણના આ ભવ્ય મંદિર સાથે જોડાયેલી સૌથી ખાસ પરંપરા છે જગન્નાથ રથયાત્રા, જેની દરેક શ્રદ્ધાળુ આખું વર્ષ રાહ જુએ છે. આ જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજ તિથિ પર યોજવામાં આવે છે. આ વર્ષે રથયાત્રા 27 જૂન 2025થી રથયાત્રા શરૂ થશે. આ દરમિયાન દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરે છે. આ રથયાત્રા માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ આસ્થાનો મહાસાગર છે. એવું માનવામાં આવે છે કે રથયાત્રામાં ભાગ લેવાથી 100 યજ્ઞો કરવા જેટલું પુણ્ય મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મંદિરમાં અપરિણીત યુગલોના પ્રવેશ પર મનાઈ છે? હકીકતમાં, તેની પાછળ એક દંતકથા છુપાયેલી છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ …

અપરિણીત યુગલ માટે પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ

પુરીના જગન્નાથ મંદિરમાં અવિવાહિત યુગલો અથવા તેમની સગાઇ થઇ ગઇ છે તેવા યુવક અને યુવતીઓને લગ્ન થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. આની પાછળ કોઈ સામાજિક કારણ નથી પરંતુ એક જૂની ધાર્મિક દંતકથા છે. આ કથાનો સીધો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાધા રાણી સાથે છે. દંતકથા અનુસાર, એક વખત રાધા રાની શ્રી કૃષ્ણના જગન્નાથ સ્વરૂપને જોવા માટે પુરી પહોંચ્યા હતા. જ્યારે તે મંદિરમાં પ્રવેશ કરવા લાગી તો ત્યાંના પૂજારીઓએ તેમને મંદિરમાં જતા રોક્યા હતા. રાધા રાણીએ કારણ પૂછ્યું તો પૂજારીએ કહ્યું કે તે શ્રી કૃષ્ણની પ્રેમિકા છે, પત્ની નથી. તેથી, મંદિરમાં તેમનો પ્રવેશ શક્ય નથી, કારણ કે ભગવાનની પત્નીઓને પણ આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. રાધા રાની ખૂબ જ દુ:ખી થયા અને ગુસ્સામાં શ્રાપ આપ્યો હતો કે ‘હવેથી કોઈ પણ અપરિણિત યુગર આ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં.’ જો અહીં કોઈ અપરિણીત યુગલ મંદિરમાં પ્રવેશ કરશે તો તેમને જીવનમાં ક્યારેય પ્રેમ નહીં મળે. ’

પરંપરાનો આજ દિન સુધી પાલન

ત્યારથી આ પરંપરાને આગળ ધપાવવામાં આવી છે. જો કોઇ અપરિણીત યુગલ પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો તેમને અટકાવી દેવામાં આવે છે. તેઓ પ્રેમી હોય કે લગ્ન નક્કી થઇ ગયા હોય, તેવા તમામ યુગલોને લગ્ન થાય સુધી મંદિરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. મંદિર પ્રશાસન સંપૂર્ણ નિષ્ઠાથી આ પરંપરાનું પાલન કરે છે.

જગન્નાથ રથયાત્રાનું મહત્વ

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ત્રણ વિશાળ રથ પર સવાર થઈને પોતાની માસીના ઘર ગુંડીચા મંદિરના દર્શન કરે છે. ત્યાં તેઓ 7 દિવસ આરામ કરે છે અને પછી તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરે છે. આ ભવ્ય યાત્રાને જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. માનવામાં આવે છે કે આ રથયાત્રા જોવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઇ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ