Jansmashtami 2023 : જન્માષ્ટમીના પાવન તહેવાર પર શ્રી કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લો, આ છે તેનો મહિમા

Jansmashtami 2023 : કૃષ્ણ જન્મોત્સવને હવે થોડા જ દિવસ બાકી છે. શ્રાવણ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ અવસર પર જો તમે ભગવાન શ્રી હરિના મંદિરના દર્શન કરવા અને તેમની પૂજા કરવા માંગો છો, તો અહીં તમને દેશના સૌથી પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની માહિતી આપવામાં આવી રહી છે.

Written by mansi bhuva
September 03, 2023 15:01 IST
Jansmashtami 2023 :  જન્માષ્ટમીના પાવન તહેવાર પર શ્રી કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લો, આ છે તેનો મહિમા
Janmashtami 2023 : બોલિવૂડના આ ગીત વિના દહીં હાંડી ઉત્સવ અધૂરો છે,

Janmashtami 2023 : કૃષ્ણ જન્મોત્સવને હવે થોડા જ દિવસ બાકી છે. શ્રાવણ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું મનાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે 8 મો અવતાર લીધો હતો. આ અવસર પર જો તમે ભગવાન શ્રી હરિના મંદિરના દર્શન કરવા અને તેમની પૂજા કરવા માંગો છો, તો અહીં તમને દેશના સૌથી પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની માહિતી આપવામાં આવી રહી છે. આ કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના પ્રખ્યાત મંદિરોની મુલાકાત લો.

કૃષ્ણ જન્મભૂમિ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં રાજા કંસના મહેલમાં બનેલી જેલમાં કાન્હાનો જન્મ થયો હતો. તે જેલ આજે કૃષ્ણ જન્મભૂમિ તરીકે ઓળખાય છે. કૃષ્ણ જન્મભૂમિને સુંદર મંદિર તરીકે તૈયાર કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ્યા પછી, એક કૃત્રિમ ગુફા બનાવવામાં આવી છે, જ્યાં ભગવાન કૃષ્ણના જન્મની સંપૂર્ણ કહાની ટેબ્લો દ્વારા ભક્તોને બતાવવાય છે.

બાંકે બિહારી મંદિર

જન્મ પછી બાળ કૃષ્ણને તેમના પિતા વાસુદેવે ગુપ્ત રીતે ગોકુલમાં તેમના પિતરાઈ ભાઈ નંદ બાબાના ઘરે છોડી દીધા હતા. કન્હૈયાનું બાળપણ ગોકુલમાં નંદબાબા અને તેમની પત્ની માતા યશોદાના પુત્ર તરીકે વીત્યું હતું. આ પછી બાદમાં તે વૃંદાવન આવી ગયા હતા. કાન્હા ગોકુલ અને વૃંદાવનની ગલીઓમાં રમતા હતા, પોતાની ગાયોને ચરાવવા લઈ જતા હતા. ગોકુલ અને વૃંદાવનની ગલીઓમાં કૃષ્ણના ઘણા મંદિરો છે, જે તેમની યાદો તાજી કરાવે છે. વૃંદાવનનું બાંકે બિહારી મંદિર પણ આ મંદિરોમાં છે. વૃંદાવનનું બાંકે બિહારી મંદિર ભારતના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. અહીં જન્માષ્ટમીના દિવસે મંગળા આરતી બાદ બપોરે 2 વાગ્યે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે. મંગળા આરતી વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે.

દ્વારકા

આ યાદીમાં ત્રીજું મંદિર દ્વારકા છે. ભગવાન કૃષ્ણ મથુરા છોડીને ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે સમુદ્ર તટ પર સ્થિત કુશસ્થલીના કેશવમાં દ્રારિકા નામનું ભવ્ય નગર વસાવ્યું હતું. ભારતના પવિત્ર ચાર ધામ મંદિરોમાં દ્વારકાનો સમાવેશ થાય છે. ચાર ધામોમાં આ પશ્ચિમી ધામ છે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરને ખૂબ જ ભવ્ય રીતે શણગારવામાં આવે છે. દ્વારકા મંદિર ઉપરાંત ગુજરાતમાં રણછોડરાય અને અન્ય ઘણા પ્રખ્યાત મંદિરો પણ આવેલા છે.

જગન્નાથ પુરી મંદિર

ભારતના ચાર ધામો પૈકી એક ઉડીશાનું જગન્નાથ પુરી મંદિર છે. જ્યાં ભગવાન કૃષ્ણ મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે દ્વાપર પછી ભગવાન કૃષ્ણ પુરીમાં રહેવા લાગ્યા હતા. જગન્નાથ પુરીની વાર્ષિક રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમે કૃષ્ણ જન્માષ્ટમી અથવા રક્ષાબંધનના અવસર પર જગન્નાથ પુરી ધામની પણ મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો : Sarangpur Hanuman Temple સાળંગપુર વિવાદઃ સાળંગપુર હનુમાન મંદિરના દરવાજા બંધ કરાયા, સનાતન ધર્મના સંતો સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરશે, નૌતમ સ્વામીની સંત સમુદાયમાંથી હકાલપટ્ટી

ઉડુપી મંદિર

દક્ષિણ ભારતમાં ભગવાન કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં ઉડુપીનું મંદિર સામેલ છે. કર્ણાટકમાં ઉડુપી શ્રી કૃષ્ણ મઠ મંદિરની વિશેષતા છે. અહીં બારીના નવ છિદ્રો દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ મંદિર લાકડા અને પથ્થરનું બનેલું છે. મંદિરની નજીક આવેલા તળાવના પાણીમાં મંદિરનું પ્રતિબિંબ દેખાય છે. મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શ્રી કૃષ્ણ મઠ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ